બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / જંગલો, નદીઓ અને ખતરનાક રસ્તા, જાણો શું છે 'ડંકી રૂટ' જેના દ્વારા ભારતીયો જીવના જોખમે પહોંચ્યા હતા US
Last Updated: 10:07 AM, 6 February 2025
Donkey Route: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 100થી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને યુએસ લશ્કરી વિમાન C-17 ગ્લોબમાસ્ટર બુધવારે (05 ફેબ્રુઆરી 2025) બપોરે અમૃતસર પહોંચ્યું હતું. માહિતી અનુસાર, વિમાનમાંથી ઉતરનારાઓમાં 104 ભારતીયો હતા. જેમાં 72 પુરુષો, 19 મહિલાઓ અને 13 બાળકો હતા.
ADVERTISEMENT
ડિપોર્ટ કરાયેલા લોકોમાં ગુજરાતના 30 લોકો સામેલ
આ વિમાન ટેક્સાસના સાન એન્ટોનિયોથી રવાના થયું હતું. ડિપોર્ટ કરાયેલા આ લોકોમાં હરિયાણા અને ગુજરાતના 33-33, પંજાબના 30, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના3-3 અને ચંદીગઢના 2 લોકોનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
ડંકી રૂટની મુસાફરીમાં રહે છે જીવનો જોખમ
ડિપોર્ટ કરાયેલા લોકોમાં એવા લોકો પણ શામેલ હતા જેમણે ડંકી રૂટ દ્વારા ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા હતા. નોંધનીય છે કે ડંકી રૂટ દ્વારા મુસાફરી કરનારને જીવનો જીખમ રહે છે.
ADVERTISEMENT
શું છે ડંકી રૂટ અને કેમ છે તેની ચર્ચા
લોકોના મનમાં પ્રશ્ન એ છે કે ડંકી રૂટ આખરે શું છે. જો તમે શાહરૂખ ખાનની ફિલ્મ 'ડંકી' જોઈ હોય તો તમને સમજાશે કે ડંકી રૂટ શું છે અને આ માર્ગ દ્વારા બીજા દેશોમાં પહોંચતા લોકો કેવી રીતે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. આ રૂટ એટલે ગેરકાયદે રીતે વિદેશ જવાનો રૂટ.
ADVERTISEMENT
આ રીતે ગેરકાયદે પ્રવેશવાનો પ્રયત્ન કરે છે
ADVERTISEMENT
આ રૂટમાં લોકો ઘણા દેશોમાં થઈને અમેરિકા, કેનેડા અથવા યુરોપમાં ગેરકાયદે રીતે પ્રવેશવાનો પ્રયત્ન કરે છે. આ લોકો ટૂરિસ્ટ વિઝા અથવા એજન્ટોની મદદથી લેટિન અમેરિકાના કોઈ દેશમાં (જેમ કે બ્રાઝિલ, એક્વાડોર, પનામા અથવા મેક્સિકો) પહોંચે છે. ત્યાંથી, જંગલો, નદીઓ અને રણમાંથી ચાલીને યુએસ-મેક્સિકો સરહદ પર પહોંચે છે. આ પછી, દલાલો (Broker)ની મદદથી, તેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયત્ન કરે છે.
ક્યાથી આવ્યો ડંકી શબ્દ
ADVERTISEMENT
ડંકી શબ્દ પંજાબી શબ્દ ડુંકી પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકો મારવો. આ રૂટ એક લાંબો અને અત્યંત મુશ્કેલ રૂટમાંનો એક છે. ક્યારેક એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવામાં મહિનાઓ લાગે છે. આમાં, લોકો ટ્રક, વિમાન અથવા હોડી દ્વારા, ચાલીને અથવા જંગલોમાંથી ગેરકાયદે રીતે એક દેશથી બીજા દેશમાં મુસાફરી કરે છે.
ચૂકવવા પડે છે લાખો રૂપિયા
આ દરમિયાન લોકોને ખરાબ હવામાન, ભૂખમરો, રોગ, દુર્વ્યવહાર અને ક્યારેક મૃત્યુનો પણ સામનો કરવો પડે છે. આ મુસાફરી દરમિયાન લોકોએ છુપાયેલા રહેવું પડે છે, કારણ કે જો તેઓ કોઈની નજરમાં આવી જાય તો પકડાઈ જવાનો ભય રહે છે. ડંકી રૂટ અપનાવવા માટે, લોકોને માનવ તસ્કરોને લાખો રૂપિયા ચૂકવવા પડે છે. માનવ તસ્કરો પણ આ કામ ગુપ્ત અને ગેરકાયદેસર રીતે કરે છે.
આ રીતે ડંકી રૂટ ચર્ચામાં આવ્યો
આ રૂટ માટે, ફક્ત એક જ દેશના વિઝા લેવામાં આવે છે, અને પછી ડંકી રૂટ મારફતે બીજા દેશોમાં જવા લાગે છે. ફ્રાન્સે માનવ તસ્કરીના શંકાના આધારે દુબઈથી નિકારાગુઆ જઈ રહેલા 303 ભારતીય મુસાફરોને લઈ જતી ચાર્ટર ફ્લાઇટને અટકાવી ત્યારે ડંકી રૂટ ચર્ચામાં આવ્યો. આમાંથી મોટાભાગના મુસાફરોને ભારત પાછા મોકલી દેવામાં આવ્યા હતા. સામાન્ય રીતે, દાણચોરો આ પ્રવાસીઓને ખાતરી આપે છે કે તેઓ તેમને યુરોપિયન દેશોના વિઝા અપાવશે અથવા ગેરકાયદે રીતે ત્યાં પહોંચવામાં મદદ કરશે.
વઘુ વાંચો : ટ્રમ્પની કડકાઇ વધી! સેના બાદ હવે સ્પોર્ટ્સમાં ટ્રાન્સજેન્ડરની નો એન્ટ્રી, પાસ કર્યો આદેશ
ડિપોર્ટ કરાયેલા લોકો સામે કોઈ કાર્યવાહી નહીં થાય
ભારતમાં ડિપોર્ટ કરાયેલા લોકો સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં કારણ કે તેમણે ભારતના કોઈપણ કાયદાનું ઉલ્લંઘન કર્યું નથી. તે કાયદેસર રીતે ભારત છોડીને ગયા હતા પરંતુ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરવા બદલ તેમને પાછો મોકલી દેવામાં આવ્યા છે. જોકે, જો આ લોકો પાસે પાસપોર્ટ નથી, તો તેમની ઓળખ બાયોમેટ્રિક્સ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત, આ લોકોને મોકલનારા દલાલોની ઓળખ કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.