ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / વિદેશમાં ધોળાદિવસે કાર પર હુમલાખોરોનું અંધાધૂંધ ફાયરિંગ, 29 વર્ષીય ભારતીય નાગરિક ઘાયલ

લૂંટફાટ / વિદેશમાં ધોળાદિવસે કાર પર હુમલાખોરોનું અંધાધૂંધ ફાયરિંગ, 29 વર્ષીય ભારતીય નાગરિક ઘાયલ

Published By: Jinal Chauhan

Last Updated: 09:08 AM, 28 November 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેરૂની રાજધાની લીમા નજીક ધોળા દિવસે લૂંટારુઓએ એક કારને નિશાન બનાવી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં 29 વર્ષીય ભારતીય નાગરિક વિજય પગારાની ઇજા થયા છે, જ્યારે તેમની સાથે રહેલી એક પેરૂની મહિલા પણ ઘાયલ થઈ છે.

ADVERTISEMENT

નકાબપોશ હુમલાખોરોએ કારને ચારે બાજુથી ઘેરીને ગોળીઓ ચલાવી હતી. ત્યારબાદ ગહેનાંથી ભરેલા બ્રીફકેસ લૂંટીને ફરાર થઈ ગયા હતા. બંને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ પોલીસ હુમલાખોરોને શોધવા માટે તપાસ કરી રહી છે.

પેરૂમાં ભારતીય નાગરિક પર જીવલેણ હુમલો

પેરૂમાં ધોળા દિવસે થયેલી લૂંટની ઘટનાએ સુરક્ષાને લઈને સવાલો ઊભા કર્યા છે. રાજધાની લીમા નજીક આવેલા કાલાઓના લા પર્લા જિલ્લામાં નકાબપોશ લૂંટારુઓએ એક કાર પર હુમલો કર્યો હતો. કારમાં સવાર લોકોને કંઈ સમજાય તે પહેલાં જ હુમલાખોરોએ ગોળીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું. આ હુમલામાં ભારતીય નાગરિક વિજય પગારાની ઇજા અને પેરૂની નાગરિક મારી નતાલી મિરાન્ડા એસ્પિનોઝા ઘાયલ થયાં હતાં.

કારમાં ઘરેણાં લઈને જઈ રહ્યા હતા બંને

મળતી વિગતો પ્રમાણે, 29 વર્ષીય વિજય પગારાની ઇજા અને 35 વર્ષીય મારી નતાલી મિરાન્ડા એસ્પિનોઝા એક કારમાં ઘરેણાનાં પેકેટ લઈને જઈ રહ્યાં હતાં. આ દરમિયાન તેઓ કોસ્ટા વર્ડે હાઇવે નજીક આવેલા સાંતા રોઝા એવન્યુ પરથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે ભારે હથિયારોથી સજ્જ નકાબપોશ શખસોએ તેમની કારને રસ્તા વચ્ચે અટકાવી દીધી હતી. હુમલાખોરોએ કારને ચારે બાજુથી ઘેરી લીધી હતી, જેથી અંદર બેઠેલા બંને લોકોને બહાર નીકળવાની તક પણ મળી નહોતી.

કારની બારીઓ પર વરસાવી ગોળીઓ

કારને ઘેર્યા બાદ હુમલાખોરોએ તેની બારીઓ પર એક પછી એક ગોળીઓ ચલાવી હતી. અચાનક થયેલા આ હુમલામાં વિજય અને તેમની મહિલા સાથીને ગોળી વાગતાં બંને ઘાયલ થયા હતા. હુમલો કર્યા બાદ લૂંટારુઓ કારમાં રહેલા ગહેનાંથી ભરેલા બ્રીફકેસ લઈને ત્યાંથી ભાગી ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

એરપોર્ટ જઈ રહ્યા હતા વિજય

મળતી માહિતી પ્રમાણે, વિજય પોતાની મહિલા સાથી સાથે જોર્જ ચાવેઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા. રસ્તામાં જ હુમલાખોરોએ તેમની કારને નિશાન બનાવી હતી. ગોળી વાગતાં બંનેને તાત્કાલિક સાન જુડાસ ટાડેઓ ક્લિનિકમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં બંનેની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

vtv app promotion

આ પણ વાંચોઃ પુતિન સાથે સેલ્ફી, હાથ મિલાવ્યા, રશિયાની AI જર્ની કોન્ફરન્સમાં છવાયો ભારતીય છોકરો રાહુલ

સોનાની લગડીઓ લૂંટવાનો હતો ઇરાદો?

આ ઘટનાની તપાસમાં પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે હુમલાખોરોનો મુખ્ય ઇરાદો ગહેનાં લૂંટવાનો હતો કે પછી તેઓ સોનાની લગડીઓની લૂંટ કરવા આવ્યા હતા. આ દિશામાં પણ તપાસ ચાલી રહી છે, જોકે સોનાની લગડીઓ લૂંટવાના ઇરાદાની હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ઘટનાસ્થળે પોલીસની આઠ ગાડીઓ તૈનાત

ધોળા દિવસે થયેલા ફાયરિંગ અને લૂંટની ઘટનાને પગલે પોલીસે તપાસ તેજ કરી છે. ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં પોલીસની આઠ ગાડીઓ તૈનાત કરવામાં આવી છે. હુમલાખોરો કઈ દિશામાં ભાગ્યા અને તેમની પાછળ કોણ હતું તે સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. બીજી તરફ, વિદેશમાં ભારતીય નાગરિક પર થયેલા આ હુમલાને પગલે સમગ્ર ઘટનાની તપાસ પર નજર રાખવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Citizen Peru Robbery CrimeNews

Published by

Jinal Chauhan

Sub Editor at VTV Gujarati | 8+ Years of Experience in Gujarati Journalism, News Writing & Digital Content Creation.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ