બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / India will have its own space station by 2028

મિશન 2028 / 2028 સુધીમાં ભારત પાસે હશે ખુદનું 'સ્પેસ સ્ટેશન', જાણો 2047 સુધીમાં દેશ ક્યાં હશે, ISRO ચીફે કર્યું એલાન

Pooja Khunti

Last Updated: 08:16 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથે 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સંદર્ભમાં આયોજિત સેમિનારને સંબોધિત કરતાં સમયે કહ્યું કે 2028 સુધીમાં ભારત પાસે પણ હશે ખુદનું 'સ્પેસ સ્ટેશન'.

  • 2028 સુધીમાં ભારત પાસે પણ હશે ખુદનું 'સ્પેસ સ્ટેશન'
  • અમે આ સ્પેસ સ્ટેશનને પ્રયોગશાળામાં રૂપાંતરિત કરવા માંગીશું
  • ચંદ્ર પર માણસનાં પહોંચવાથી પણ આર્થિક અસર થશે

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ના અધ્યક્ષ એસ સોમનાથે ગુરુવારે જણાવ્યું હતું કે ભારત તેની હાલની ક્ષમતાઓનો ઉપયોગ કરીને 2028 સુધીમાં પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપવા માંગે છે. તેમણે આ વાત 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના સંદર્ભમાં આયોજિત સેમિનારને સંબોધિત કરતાં સમયે કહી હતી. 

પ્રયોગશાળા
તેમણે કહ્યું કે અમે અમારી હાલની પ્રક્ષેપણ ક્ષમતાઓનો ઉપયોગ કરીને 2028 સુધીમાં પ્રથમ ભારતીય સ્પેસ સ્ટેશન સ્થાપિત કરીશું. લોકો આવીને પ્રયોગ કરી શકે તે માટે અમે આ સ્પેસ સ્ટેશનને પ્રયોગશાળામાં રૂપાંતરિત કરવા માંગીશું.

વાંચવા જેવું: અમિત શાહની ઉપસ્થિતિમાં આજે વાઈબ્રન્ટ સમિટનું સમાપન, વિવિધ આંકડાઓ કરાશે જાહેર

ભારતીય સ્પેસ સ્ટેશનનો ઉપયોગ
ISROના વડાએ કહ્યું કે સ્પેસ સ્ટેશનની સ્થાપના પછી, ISRO એવી કંપનીઓ અને સંસ્થાઓની શોધ કરશે જે ભારતીય સ્પેસ સ્ટેશનનો ઉપયોગ કરી શકે અને તેના દ્વારા આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરી શકાય. સોમનાથે કહ્યું કે, તેમનું માનવું છે કે આ શક્ય છે. 

ચંદ્ર પર માણસનાં પહોંચવાથી શું અસર થઈ શકે 
સોમનાથે કહ્યું કે ચંદ્ર પર માણસનાં પહોંચવાથી પણ આર્થિક અસર થશે, કારણ કે ભવિષ્યમાં માત્ર પૃથ્વીની આસપાસ જ વ્યૂહાત્મક પ્રવૃત્તિઓ નહીં થાય. તેમણે કહ્યું કે આગામી 5 થી 10 વર્ષમાં ઉદ્યોગોએ પૃથ્વી પર વિવિધ કાર્યો માટે સેંકડો અવકાશયાન બનાવવા પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ