બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / In the presence of Amit Shah, Vibrant Summit will conclude today, various statistics will be announced

Vibrant Gujarat 2024 / અમિત શાહની ઉપસ્થિતિમાં આજે વાઈબ્રન્ટ સમિટનું સમાપન, વિવિધ આંકડાઓ કરાશે જાહેર

Vishal Khamar

Last Updated: 07:51 AM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાઈબ્રન્ટ ગુજરાતનાં આજે અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટનો સમાપન સમારો યોજાશે. તેમજ ગ્રીન હાઈડ્રોજન પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાશે

  • વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો આજે છેલ્લો દિવસ
  • સમાપન સમારોહમાં કેન્દ્રીય ગૃહમંત્રી રહેશે ઉપસ્થિત
  • ગ્રીન હાઈડ્રોજન પર ઉર્જા મંત્રીની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાશે

ગાંધીનગર ખાતે તા. 10 થી 12 જાન્યુઆરી 2024 દરમ્યાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગેટ વે ટુ ધ ફ્યુચર થીમ પર આયોજન કરવામાં આવ્યું હતું. દેશ-વિદેશનાં રાષ્ટ્રપતિઓ,  બિઝનેસમેનો ગુજરાત ખાતે વાઈબ્રન્ટ સમિટમાં પધાર્યા હતા. આજે વાઈબ્રન્ટ ગુજરાત સમિટને અંતિમ દિવસ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં  વાઈબ્રન્ટ ગુજરાત સમિટનો સમાપન સમારોહ યોજાશે. તેમજ કેન્દ્રીય એમએસએમઈ મંત્રી નારાયણ રાણે તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં એમએસએમઈ કોન્કલેવ યોજાશે.સવારે ૧૦ વાગે મહાત્મા મંદીરના મુખ્ય હોલમાં કોન્કલેવ યોજાશે. ગ્રીન હાઈડ્રોજન પર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા ઉર્જા મંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં સેમિનાર યોજાશે .


વાયબ્રન્ટ સમિટનાં બીજા દિવસે બિલ્ડીંગ વર્ક ફોર્સ ફોર ફ્યુચર: ડેવલપમેન્ટ ઓફ સ્કીલ્સ ફોર ઇન્ડસ્ટ્રીઝ 4.0 વિષયક સેમિનારમાં ભવિષ્ય માટે તૈયાર કરાયેલા કાર્યબળ- મેન પાવરને પોષવા માટેની વ્યુહ રચના અને ડિજિટલ પરિવર્તન યુગમાં ઉદ્યોગોની માંગને પૂરી કરવા માટે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. ગુજરાતમાં પ્રવર્તી રહેલી ઔદ્યોગિક શાંતિ- સલામતીના કારણે ઔદ્યોગિક મૂડી રોકાણકારો માટે ગુજરાત ફેવરિટ ડેસ્ટિનેશન બન્યું છે. આ ઉદ્યોગોને વૈશ્વિક હરીફાઈમાં ટકી રહેવા સમયની સાથે ટેકનોલોજિકલી અપડેટેડ રહેવું જરૂરી છે. ગુજરાત રાજ્યે ભવિષ્યની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને સ્કિલ મેનપાવર તૈયાર કરવા મિશન મોડ પર કામ શરૂ કરી દીધું છે.

વધુ વાંચોઃ સુરત ભારતનું સૌથી સ્વચ્છ શહેર: 7 વર્ષથી ઈન્દોર જ આવતું હતું ફર્સ્ટ, રાષ્ટ્રપતિએ આપ્યો ઍવોર્ડ

21 મી સદીમાં ડેટાની જાળવણી મહત્વની બાબત રહેશેઃ બળવંતસિંહ રાજપૂત (શ્રમ-રોજગાર અને ઉદ્યોગ મંત્રી)
રાજ્યના શ્રમ-રોજગાર અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, સમયની સાથે સાથે ઔદ્યોગિક ક્ષેત્રની જરૂરિયાતોમાં બદલાવ આવતો હોય છે. આવનારા સમયની ઔદ્યોગિક ક્રાંતિ ને અનુરૂપ મેનપાવર તૈયાર કરવા તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2009 માં કૌશલ્ય વિકાસ મિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આજે દેશમાં સૌ પ્રથમ કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટી શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. રાજ્ય સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, રોબોટિક્સ અને ડિજિટલ ટેકનોલોજીને અનુરૂપ મેનપાવર તૈયાર કરવા ITI સંસ્થાઓને સક્ષમ બનાવી છે. આ પ્રસંગે માઈક્રોન સેમિકન્ડક્ટરના વાઈસ પ્રેસિડેન્ટ હેમ તકિયારે જણાવ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીઝ 4.0 નો યુગ એ ડેટાનો યુગ છે. 21 મી સદીમાં ડેટાની જાળવણી મહત્વની બાબત રહેશે. ત્યારે આજના ડિજિટલ યુગની જરૂરિયાતને પહોંચી વળવા આપણે શ્રમિકો તૈયાર કરવાની દિશામાં મિશન મોડ પર કાર્ય કરવું પડશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ