ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Surat India's cleanest city: Indore was the first for 7 years

BIG NEWS / સુરત ભારતનું સૌથી સ્વચ્છ શહેર: 7 વર્ષથી ઈન્દોર જ આવતું હતું ફર્સ્ટ, રાષ્ટ્રપતિએ આપ્યો ઍવોર્ડ

Published By: Priykant Shrimali

Last Updated: 12:49 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat Clean City Latest News: 7 વર્ષમાં પહેલીવાર ઈન્દોર સિવાય અન્ય કોઈ શહેર નંબર વન બન્યું, આ વર્ષે ઈન્દોરની સાથે સુરતે પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો

ADVERTISEMENT

  • સ્વચ્છતા અંગે કરવામાં આવેલા વાર્ષિક સર્વેમાં સુરતે મારી બાજી 
  • ઈન્દોર અને સુરત બંને સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યા 
  • ઈન્દોરે સતત સાતમી વખત આ ખિતાબ જીત્યો

Surat Clean City : ગુજરાતીઓ અને ખાસ કરીને તો સુરતીલાલા માટે સૌથી મોટા ખુશીના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આ વર્ષે ઈન્દોરની સાથે સુરતે પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મેળવ્યો છે. તાજેતરના સ્વચ્છતા સર્વેક્ષણમાં ઈન્દોરે સતત સાતમી વખત સૌથી સ્વચ્છ શહેરનું બિરુદ મેળવ્યું છે, જોકે આ વખતે ઈન્દોરની સાથે સુરતને પણ સ્વચ્છ સર્વેક્ષણમાં પ્રથમ નંબર મળ્યો છે. સ્વચ્છતા  પ્રત્યે તેની પ્રતિબદ્ધતા દર્શાવતા ઈન્દોર સૌથી વધુ પોઈન્ટ સાથે રેન્કિંગમાં ટોચ પર છે. નોંધનીય છે કે, સર્વેની ટીમે વરસાદની મોસમમાં ઈન્દોરની મુલાકાત લીધી હતી તેમ છતાં શહેરની સ્વચ્છતા જોવા જેવી હતી. તમને જણાવી દઈએ કે, 7 વર્ષમાં પહેલીવાર ઈન્દોર સિવાય અન્ય કોઈ શહેર નંબર વન બન્યું છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં ભારત મંડપમ કન્વેન્શન સેન્ટર ખાતે આ એવોર્ડ આપ્યો હતો. 

દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન ઈન્દોરને દેશનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશી ફેલાઈ ગઈ છે. કોર્પોરેશન હેડક્વાર્ટર ખાતે એકત્ર થયેલા જનપ્રતિનિધિઓ, અધિકારીઓ અને કર્મચારીઓએ LED સ્ક્રીન પર સમાચાર જોયા બાદ આ સિદ્ધિની ઉત્સાહભેર ઉજવણી કરી હતી. 

શું હતી આ વર્ષની થીમ ? 
સ્વચ્છતા સર્વેક્ષણ 2023 ની થીમ કચરાના અસરકારક વ્યવસ્થાપન પર ભાર મૂકવાની સાથે "વેસ્ટ ટુ વેલ્થ" પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 4,477 શહેરોમાં ફાળવવામાં આવેલા 9,500 પોઈન્ટ્સમાંથી ઈન્દોર અને સુરત બંનેએ સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. આ સંયુક્ત જીત સ્વચ્છતા જાળવવા અને કચરાને મૂલ્યવાન સંસાધનોમાં રૂપાંતરિત કરીને રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનમાં યોગદાન આપવા પ્રત્યેના આ શહેરોના સમર્પણને રેખાંકિત કરે છે.

વધુ વાંચો: મોરારી બાપુ અને આ ગુજરાતી બિઝનેસમેને અયોધ્યા રામ મંદિર માટે આપ્યું છે સૌથી મોટું દાન, આંકડો કરોડોમાં

સંકળાયેલા મુદ્દાઓ

Clean city Surat Clean City સ્વચ્છ શહેર સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ સ્વચ્છ સુરત Surat Clean City

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ