બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Morari Bapu and this Gujarati businessman have given the biggest donation for Ayodhya Ram temple, the figure is in crores
ADVERTISEMENT
શ્રી રામ જન્મભૂમિ અયોધ્યામાં રામલલાનું ભવ્ય મંદિર તૈયાર છે અને 22 જાન્યુઆરી, 2024ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા થશે. મંદિરના ઉદ્ઘાટન, અભિષેક અને પ્રાણ પ્રતિષ્ઠા માટેની લગભગ તમામ તૈયારીઓ થઈ ગઈ છે. રામ મંદિર સાથે જોડાયેલ દરેક વાત જાણવા માટે લોકો ઉત્સુક રહે છે
આ ભવ્ય મંદિર માટે દેશ-દુનિયાના શ્રી રામ ભક્તોએ ઉદાર હાથે દાન આપ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો પાયો નાખવામાં આવ્યો હતો ત્યારે કોઈને આશા નહોતી કે રામ ભક્તો એટલું દાન કરશે કે માત્ર વ્યાજના પૈસાથી મંદિરના પહેલા માળનું નિર્માણ થઈ જશે.
ADVERTISEMENT

દાન આપવા મામલે ગુજરાતીઓ સૌથી આગળ છે અને બે એવા લોકો છે જેમણે રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે. રામ મંદિર માટે દાન આપનારા આ ગુજરાતી ભક્તોમાં એક એવા પણ છે જે પોતાને ફકીર કહે છે પરંતુ દિલથી ઘણા અમીર છે. કથાકાર મોરારી બાપુએ દેશમાં રામ મંદિર માટે સૌથી વધુ દાન આપ્યું છે. મોરારી બાપુએ રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
ADVERTISEMENT
તો અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિર માટે દાન આપનારાઓમાં મોરારી બાપુ પછી સૌથી વધુ દાન આપનાર ગુજરાતના એક ઉદ્યોગપતિ છે. ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. જણાવી દઈએ કે ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે.
વધુ વાંચો: રામ મંદિરની આરતી ઉતારવાનો લ્હાવો કેવી મળશે? એક ક્લિકમાં જાણો એન્ટ્રી પાસ બુક કરવાની પ્રોસેસ
ADVERTISEMENT
જણાવી દઈએ કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને રામ મંદિરના નિર્માણ માટે અત્યાર સુધીમાં 5500 કરોડ રૂપિયાથી વધુનું દાન મળ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.