ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:27 AM, 22 January 2024
ADVERTISEMENT
ADVERTISEMENT
જેની 500 વર્ષથી રાહ જોવાઇ રહી હતી તે ભગવાન શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને હવે ઘડીઓ ગણાય રહી છે. 22 જાન્યુઆરીએ આયોજિત આ દિવ્ય કાર્યક્રમને લઈ લોકો અત્યારે રામમય બન્યા છે. ત્યારે 7 દિવસ સુધી ચાલનાર આ કાર્યક્રમ 16 જાન્યુઆરીથી શરૂ થઇ 22 જાન્યુઆરી સુધી ચાલશે. જેમાં સહભાગી થવા માટે ઓનલાઈન પાસ બુક કરાવી શકો છો.જેની એન્ટ્રી પાસ મેળવવાની ઓનલાઈન પદ્ધતિ વિષે જાણો આ અહેવાલમાં!

ADVERTISEMENT
એન્ટ્રી પાસ મેળવતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો
આ પ્રસંગે સહભાગી થવા માટે ખાસ નિયમો ફરજીયાત કરાયા છે. જેમાં આરતીમાં હાજરી આપવા માટે, ભક્તોએ ઓળખના પુરાવા તરીકે તેમની સાથે હાર્ડ કોપીમાં કોઈપણ સરકારી દસ્તાવેજ રાખવુ અનીવાર્ય કરાયુ છે. જો તમે એકવાર બુક કરાવ્યા પછી એન્ટ્રી પાસ કાઢી નાખો છો, તો તે સ્લોટ અન્ય ભક્તો માટે ઉપલબ્ધ રહેશે. જેને લઈને તમારે એ જ પ્રક્રિયા દ્વારા ફરીથી એન્ટ્રી પાસ બુક કરાવવો પડશે.
સંકળાયેલા મુદ્દાઓ