બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / બિઝનેસ / 10 વર્ષના છોકરાની ઈમોશનલ સ્ટોરી સાંભળી આનંદ મહિન્દ્રા પણ ભાવુક થયા, મદદ કરવાની આપી ખાતરી

VIDEO / 10 વર્ષના છોકરાની ઈમોશનલ સ્ટોરી સાંભળી આનંદ મહિન્દ્રા પણ ભાવુક થયા, મદદ કરવાની આપી ખાતરી

Last Updated: 04:38 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક દશ વર્ષનો છોકરો મજબૂરીમાં સ્ટોલ પર કામ કરી ગુજરાન ચલાવે છે. આ છોકરાની માર્મિક કહાની સાંભળી જાણીતા ઉદ્યોગપતિએ તેની મદદ કરવાનો વાયદો કર્યો છે.

જાણીતા ઉદ્યોગપતિ અને મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ એક બાળકની મદદ માટે હાથ લંબાવ્યો છે. દિલ્લીમાં રહેતો માત્ર 10 વર્ષનો આ છોકરો સ્ટોલ લગાવી પોતાનું ગુજરાન ચલાવે છે. જસપ્રિત નામના છોકરાની કહાની ભલ ભલાને પીગળાવી દે તેવી છે. તેના ઘરના હાલાત એવા ઉભા થયા છે કે તેને ભણવાની ઉંમરમાં મજૂરી કરવી પડી રહી છે.

જસપ્રિત નામના આ છોકરાના પિતા નાની ઉંમરમાં જ બીમારીને કારણે મૃત્યુ પામ્યા છે. તેની માતા તેને મૂકીને પિયર ચાલી ગઈ છે. જેથી આ છોકરાને મજબૂરીમાં દશ વર્ષની ઉંમરમાં કામ ધંધે લાગવું પડ્યું છે. જસપ્રિતની ઉપર તેની એક મોટી બહેનની પણ જવાબદારી છે. જેથી તે દિલ્લીના તિલકનગર વિસ્તારમાં એક સ્ટોલ લગાવી ચિકનરોલ, એગ રોલ, ચાઉમીન જેવી વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે.

ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાનું આ છોકરા પર ધ્યાન ત્યારે ગયું જ્યારે એક ફૂડ બ્લોગરે જસપ્રિતની કહાની વાયરલ કરી. આથી આનંદ મહિન્દ્રાએ તે છોકરાનો વીડિયો શેર કરી લખ્યું કે"જો કોઈની પાસે આ છોકરાનો કોન્ટેક્ટ નંબર હોય તો શેર કરો, મહિન્દ્રા ફાઉન્ડેશનની ટીમ તે જાણવાનો પ્રયાસ કરશે કે તેઓ આ છોકરાના ભણતર માટે કેવી રીતે સપોર્ટ કરી શકે છે"

દિલ્લીના તિલકનગરનો આ છોકરો તેના કાકાના ઘરે રહે છે. તેની માર્મિક કહાની મુજબ તેને નાની ઉંમરમાં જ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. એટલા માટે જ આનંદ મહિન્દ્રાએ જસપ્રિતની ઈમોશનલ કહાની સાંભળી તેની મદદ કરવાનો નિર્ણય લીધો છે. મહિન્દ્રાએ આ છોકરાને સાહસનો પ્રતીક ગણાવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ