બ્રેકિંગ ન્યુઝ

logo
logo

બનાસકાંઠા રીક્ષા અને કાર ધડાકાભેર અથડાઇ

logo

ગોધરા-આણંદ રેલવે ટ્રેકને ડબલ કરવાનું કામ, 14 દિવસ સુધી બંને મેમુ ટ્રેનના રૂટ રહેશે બંધ

logo

પંચમહાલ: NEET ની પરીક્ષામાં પાસ કરાવવાના મામલે પોલીસે વધુ એક આરોપીની કરી ધરપકડ

logo

અમદાવાદ: દરિયાપુરના મદરેસામાં સરવે કરવા ગયેલ શિક્ષક પર હુમલામાં બે આરોપીની ધરપકડ

logo

અમદાવાદ અને વડોદરામાં ઈન્કમટેક્સનું મેગા સર્ચ ઓપરેશન, ખુરાના ગ્રુપના 30 સ્થળોએ 150 લોકોની ટીમે પાડ્યા દરોડા

logo

હવામાન અપડેટ: દિલ્હી સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ભીષણ ગરમીની આગાહી તો દક્ષિણમાં ભારે વરસાદનું રેડ એલર્ટ

logo

જમ્મુ-કાશ્મીરમાં બે આતંકી હુમલા, અનંતનાગમાં પ્રવાસી દંપતી પર ફાયરીંગ, શોપિયામાં BJP નેતાની કરી હત્યા

logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

VTV / ભારત / Health / આરોગ્ય / કોવિશિલ્ડ વેક્સિનને લઈ ડર બેઠો હોય તો વાંચલી આ સમાચાર, ઈન્ડિયન રિસર્ચમાં થયો મોટો ખુલાસો

Research / કોવિશિલ્ડ વેક્સિનને લઈ ડર બેઠો હોય તો વાંચલી આ સમાચાર, ઈન્ડિયન રિસર્ચમાં થયો મોટો ખુલાસો

Last Updated: 11:49 PM, 8 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોવિશિલ્ડ રસી લેનાર લોકોમાં માથાનો દુખાવો અને તાવ જેવી હળવી આડઅસરો જોવા મળી

આ સમયે વિશ્વભરમાં કોરોનાની રસીને લઈને હંગામો ચાલી રહ્યો છે. અનેક પ્રકારના ભયાનક અને ચોંકાવનારા દાવા કરવામાં આવી રહ્યા છે. ICMR માન્યતા પ્રાપ્ત લેબ દ્વારા સમર્થિત આસામ મેડિકલ કોલેજ હોસ્પિટલના સંશોધકોને એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિશિલ્ડ રસી લેનાર લોકોમાં માથાનો દુખાવો અને તાવ જેવી હળવી આડઅસરો જોવા મળી હતી.

covid.jpg

કોરોનાને અટકાવવો જરૂરી હતો

વર્ષ 2020 માં કોવિડ -19 વાયરસએ કાળો કેર વરતાવ્યો હતો. ચારેકોર લાસોના ઢગલા ખડકાયા હતા. કોરોના મહામારીએ માત્ર દેશમાં નહી પરંતુ દુનિયામાં તબાહી મચાવી હતી. દેશ અને દુનિયાના લાખો લોકો સમય પહેલા મોતને ભેટ્યા હતા. આ વાયરસને અટકાવવો એ દરેક દેશ માટે સૌથી મોટો પડકાર હતો. કોવિડ-19 સામે રક્ષણ આપવા માટે ઘણા દેશોએ ઉતાવળમાં રસી પર સંશોધન હાથ ધર્યું અને થોડા જ સમયમાં ઘણા દેશોએ રસી લોન્ચ કરી. રશિયાની રસી સ્પુટનિક-વી, કોવિશિલ્ડ, અમેરિકા કંપનીની સ્પાઇક વેક્સ અને ઝાયડસ કેડિલાની રસી ZyCoV-D પણ દેશ અને વિશ્વમાં દર્દીઓને આપવામાં આવી હતી.

COVID.jpg

સાઇડ ઇફેક્ટ સામાન્ય

આ રસી લગાવવામાં આવ્યા પછી સાઇડ ઇફેક્ટના ડર લોકોને સૌથી વધુ પરેશાન કરી રહ્યો છે. પરંતુ સત્ય એ છે કે રસી લગાવ્યા પછી વાયરસે તબાહી મચાવવાનું બંધ કરી દીધું અને કોરોનાથી મોતને સીલસીલો પણ ઓછો થવા લાગ્યો છે.

કોવિશિલ્ડના ગેરફાયદા મર્યાદિત

તાજેતરમાં લોકોમાં હૃદય રોગનું જોખમ વધવા લાગ્યું અને રસી અંગે લોકોની ફરિયાદો પણ વધવા લાગી. મામલો કોર્ટમાં પહોંચ્યો અને ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાને સકંજામાં લેવામાં આવી છે. કંપનીએ સ્વીકાર્યું કે રસીની કેટલીક આડઅસર હતી અને તેણે વિશ્વભરમાંથી રસી પાછી ખેંચી લીધી છે. દરમિયાન જેમણે કોવિશિલ્ડ રસી લીધી હતી તેમની સમસ્યાઓ વધી છે. લોકોની વધતી જતી ચિંતા વચ્ચે બે ભારતીય સંશોધનો પણ સામે આવ્યા છે, જેમાં જાણવા મળ્યું છે કે કોવિશિલ્ડ વેક્સીનના ગેરફાયદા મર્યાદિત છે જ્યારે તેના ફાયદા વધુ છે.

corona vaccine 19.jpg

કોવિશિલ્ડ રસી પર ભારતીય સંશોધન

ICMR-માન્યતા પ્રાપ્ત લેબ દ્વારા સમર્થિત આસામ મેડિકલ કોલેજ હોસ્પિટલના સંશોધકોને એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિશિલ્ડ રસી મેળવનાર લોકોમાં માથાનો દુખાવો અને તાવ જેવી હળવી આડઅસરો જોવા મળી હતી. સંશોધનમાં જાણવા મળ્યું છે કે કોવિશિલ્ડ રસી મેળવનાર 55% લોકોએ પ્રથમ ડોઝ લીધાના એક અઠવાડિયામાં તાવ અને માથાનો દુખાવો જેવી સમસ્યાઓનો અનુભવ કર્યો હતો.

સામાન્ય આડઅસરો

સંશોધન મુજબ આ રસીની શરીર પર લાંબા સમય સુધી કોઈ આડઅસર થઈ નથી. કોઝિકોડના ડોકટરો દ્વારા હાથ ધરવામાં આવેલા એક અલગ સંશોધન મુજબ આ રસીની આડઅસર તેના ફાયદાઓની તુલનામાં ખૂબ જ ઓછી છે. આ સંશોધન તાજેતરમાં મેડિકલ જર્નલમાં પ્રકાશન માટે મોકલવામાં આવ્યું છે. આ ભારતીય સંશોધન કોવિશિલ્ડની સલામતી પ્રોફાઇલ પર ખાતરી આપે છે. જો તમે Covishield રસી લીધી છે, તો પછી તમે તેની આડઅસરોથી ડરતા નથી.

વધુ વાંચોઃ કોવિશિલ્ડ વેક્સિન લેનારને શું શું થાય છે? બનાવનાર કંપનીએ કર્યો મોટો ખુલાસો

શું તમે હજુ પણ રસી વિશે ચિંતિત છો?

નિષ્ણાતોનું કહેવું છે કે આપણે કોવિશિલ્ડ રસીની સકારાત્મક અસરોને અવગણી શકીએ નહીં. આ રસી મૃત્યુને રોકવા, સ્થિતિને ગંભીર બનતી અટકાવવા અને હોસ્પિટલમાં દાખલ થવાથી રોકવામાં અસરકારક સાબિત થઈ છે.કોવિશિલ્ડ રસી મેળવનાર લોકોમાં માથાનો દુખાવો અને તાવ જેવી હળવી આડઅસરો જોવા મળી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ