ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / India vs West Indies: Hitman Rohit Sharma breaks Chris Gayle record for most sixes in T20Is
ADVERTISEMENT
'હિટમેન' રોહિત શર્માએ હવે T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે સિક્સર લગાવનારો બેટ્સમેન બની ગયો છે. આ વર્લ્ડ રેકોર્ડ સુધી પહોંચવા માટે રોહિતે 2 સિક્સર્સની જરૂર હતી, રોહિતે આ મેચમાં 3 સિક્સર્સ ફટકારી હતી, જે પછી આ ફોર્મેટના તેના નામે 107 સિક્સર્સ થઇ ગઇ.
ADVERTISEMENT
Rohit Sharma has now hit the most sixes in T20Is 🔥👏 pic.twitter.com/jnYyfFVfFR
— ICC (@ICC) August 4, 2019
ADVERTISEMENT
રોહિત શર્માના નામે હવે T-20 ક્રિકેટમાં સૌથી વધારે 107 સિક્સર્સ થઇ ગઇ છે. આ ઇન્ટરનેશનલ ફોર્મેટમાં કોઇ પણ બેટ્સમેન દ્વારા લગાવવામાં આવેલી સૌથી વધારે સિક્સર્સનો વર્લ્ડ રેકોર્ડ છે. T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે સિક્સર્સ ફટકારવાના મામલામાં વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલ બીજા નંબર પર અને માર્ટિન ગપ્ટિલ ત્રીજા નંબર પર આવે છે.
ADVERTISEMENT
વેસ્ટ ઇન્ડિઝના ક્રિસ ગેલના નામે T-20 ઇન્ટરનેશનલમાં 105 સિક્સર્સ અને ન્યૂઝીલેન્ડના માર્ટિન ગપ્ટિલના નામે 103 સિક્સર્સ છે. જોકે આ મામલામાં 'હિટમેન' રોહિત શર્માએ બધાને પાછળ છોડી દીધા છે.
T-20 ઇન્ટરનેશનલમાં સૌથી વધારે સિક્સર્સ ફટકારનાર:
ADVERTISEMENT
- 107 રોહિત શર્મા (ટીમ ઇન્ડિયા)
- 105 ક્રિસ ગેલ (વેસ્ટ ઇન્ડિઝ)
- 103 માર્ટિન ગપ્ટિલ ( ન્યૂઝીલેન્ડ)
- 92 કૉલિન મુનરો (ન્યૂઝીલેન્ડ)
- 91 બ્રેંડન મેક્કુલમ (ન્યૂઝીલેન્ડ)
રોહિતના નામે T-20 મેચમાં સૌથી વધારે રન કરવાનો પણ રેકોર્ડ છે. આ ફોર્મેટમાં ઇન્ટરનેશનલ લેવલ પર 2400થી વધારે રન કરવાવાળો પહેલો ક્રિકેટર છે. રોહિતના નામે 96 મેચની 88 ઇનિંગમાં 32.72ની એવરેજથી કુલ 2422 રન છે. રોહિતે અત્યાર સુધી 4 સેન્ચુરી અને 17 હાફ સેન્ચુરી કરી છે. ક્રિસ ગેલ ટીમ ઇન્ડિયા સાથે રમાઇ રહેલી આ સીરિઝમાં નથી રમી રહ્યો કારણ કે તેણે આરામ આપવામાં આવ્યો છે. ક્રિસ ગેલ ટીમ ઇન્ડિયા વિરુદ્ઘ વનડે સીરિઝ રમશે. જોકે આ સીરિઝ તેણી અંતિમ વનડે સીરિઝ હશે.
સંકળાયેલા મુદ્દાઓ