બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / India vs South Africa: ICC has given a big jolt to the Indian team. The ICC has fined all the players of the Indian team during the tour of South Africa.
Pravin Joshi
Last Updated: 01:11 PM, 29 December 2023
ADVERTISEMENT
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની પ્રથમ મેચ બાદ ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાનેથી સરકીને પાંચમા સ્થાને પહોંચી ગઈ છે. હવે ભારતને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. ICC એ ભારત માટે 2 મહત્વના પોઈન્ટ ઓછા કર્યા છે. ભારત હવે પાંચમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. આ સિવાય ICCએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે ગયેલા તમામ ભારતીય ખેલાડીઓ પર 10 ટકાનો દંડ પણ લગાવ્યો છે. આના કારણે ભારતને મોટું નુકસાન થયું છે. ટીમ ઈન્ડિયા સંપૂર્ણપણે બેક ફૂટ પર છે.
ADVERTISEMENT
🚨 JUST IN: India have been penalised for slow over rate during the first #WTC25 Test against South Africa.
— ICC (@ICC) December 29, 2023
Details ⬇️https://t.co/dSqixki92Z
કયા નિયમ હેઠળ દંડ વસૂલવામાં આવ્યો?
આઈસીસીએ સેન્ચુરિયન ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકા સામે ધીમી ઓવરો ફેંકવા બદલ ટીમને દંડ ફટકાર્યો છે. આઈસીસીએ તમામ ખેલાડીઓ પર મેચ ફીના 10 ટકાનો દંડ લગાવ્યો છે અને તેની સાથે બે મહત્વપૂર્ણ પોઈન્ટ પણ કાપવામાં આવ્યા છે. જેના કારણે પોઈન્ટ ટેબલમાં ભારતને ઘણું નુકસાન થયું છે. ICCએ આચાર સંહિતાની કલમ 2.22 હેઠળ ટીમ ઈન્ડિયાને દંડ ફટકાર્યો છે. આ ફકરો ન્યૂનતમ ઓવર-રેટ સાથે સંબંધિત છે. જો કોઈ ટીમ નિર્ધારિત સમય પહેલા મોડી ઓવર નાંખે તો ખેલાડીઓને દંડ ફટકારવામાં આવે છે. જો કોઈ ટીમ ઓવર મોડી ફેંકે છે તો ખેલાડીઓને મેચ ફીના 5 ટકા દંડ અને એક પોઈન્ટ પણ કાપવામાં આવે છે. ભારતે 2 ઓવર મોડી નાખી જેના કારણે ખેલાડીઓને તેમની મેચ ફીના 10 ટકા દંડ અને 2 પોઈન્ટ કાપવામાં આવ્યા.
South Africa asserted dominance in the first #SAvIND Test and secured crucial WTC25 points 🔥
— ICC (@ICC) December 29, 2023
How it happened ⬇️https://t.co/rx0EAGU7mc
ઓસ્ટ્રેલિયાને ફાયદો થયો
સેન્ચુરિયન ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતના 16 પોઈન્ટ અને પોઈન્ટ ટકાવારી 44.44 હતી. પરંતુ ICCએ 2 પોઈન્ટની પેનલ્ટી લગાવી હતી, જેના પછી ભારત પાસે 14 પોઈન્ટ અને પોઈન્ટ ટકાવારી 38.89 રહી ગઈ છે. ICCની આ કાર્યવાહી બાદ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા કરતા પણ નીચે આવી ગઈ છે. અગાઉ ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠા સ્થાને હતી, પરંતુ હવે તે પાંચમા સ્થાને પહોંચી ગઈ છે અને ભારત છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.