બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / india vs pakistan semi final in world cup 2023 new zealand vs sri lanka bengaluru match rain

world cup 2023 / કુદરત પણ ચાહે છે ભારત-પાકની મેચ થાય? ન્યુઝીલેન્ડ-શ્રીલંકાની મેચમાં વરસાદ થવાની 90% સંભાવના, તો પછી રમતના સમીકરણ આવી રીતે બદલાશે

Manisha Jogi

Last Updated: 09:25 PM, 8 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેમિફાઈનલમાં ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ એન્ટ્રી મેળવી લીધી છે. પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન ચોથા નંબર પર આવવા માટે મુકાબલો રમી રહી છે.

  • વર્લ્ડ કપ 2023માં સેમિફાઈનલની મેચ રોમાંચક બની ગઈ
  • ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાની સેમિફાઈનલમાં એન્ટ્રી
  • આ ત્રણ ટીમ વચ્ચે જામશે ખરાખરીનો જંગ

ભારતની મેજબાનીમાં વર્લ્ડ કપ 2023 રમાઈ રહ્યો છે. વર્લ્ડ કપ 2023માં સેમિફાઈનલની મેચ રોમાંચક બની ગઈ છે. સેમિફાઈનલમાં ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ એન્ટ્રી મેળવી લીધી છે. પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને અફઘાનિસ્તાન ચોથા નંબર પર આવવા માટે મુકાબલો રમી રહી છે. 

ગઈકાલે રમાયેલ મેચમાં અફઘાનિસ્તાનની ટીમે ઓસ્ટ્રેલિયાને 292 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે 91 રન પર 7 વિકેટ ગુમાવી હતી, ગ્લેન મેક્સવેલે 201 રનની શાનદાર ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને જીત અપાવી હતી. 

પાકિસ્તાનના સપોર્ટમાં કુદરત
સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે, અફઘાનિસ્તાન જીતની નજીક પહોંચીને આ પ્રકારે હાર્યું તે કુદરતનો કમાલ છે. બીજો કમાલ આવતીકાલે થઈ શકે છે. બેંગ્લોરમાં ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે મેચ રમાશે. ન્યુઝીલેન્ડ આ મેચ જીતી જશે તો ફાઈનલમાં એન્ટ્રી માટેનો ચાન્સ વધી જશે. વરસાદના કારણે મેચ ડ્રો રહે અથવા ન્યુઝીલેન્ડ હારે તો બંને પરિસ્થિતિમાં પાકિસ્તાનની દાવેદારી મજબૂત બની જશે. 

ઈંગ્લેન્ડ સામે કરો યા મરોની સ્થિતિ
પાકિસ્તાને કોઈપણ પરિસ્થિતિમાં છેલ્લી મેચ જીતવાની રહેશે. કલકત્તામાં 11 નવેમ્બરના રોજ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાશે. અફઘાનિસ્તાનની ટીમ સાઉથ આફ્રિકા સામેની મેચ હારી જશે, તો તેનાથી પાકિસ્તાનને ફાયદો થશે. ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન છેલ્લી મેચ જીતશે, તો નેટ રનરેટના આધારે નક્કી કરવામાં આવશે. તે પરિસ્થિતિના આધાર પર કીવીની ટીમ મજબૂત દાવેદાર છે. પાકિસ્તાને સેમિફાઈનલમાં એન્ટ્રી મેળવવા માટે ઈંગ્લેન્ડને મોટા માર્જિનથી હરાવવું પડશે. 

ગુરુવારે બેંગ્લોરનું હવામાન

  • મહત્તમ તાપમાન- 27 ડિગ્રી
  •  ન્યૂનતમ તાપમાન- 20 ડિગ્રી
  • વરસાદની સંભાવના- 90 ટકા
  • વાદળછાયું વાતાવરણ- 86 ટકા

વર્લ્ડ કપ સેમિફાઈનલ સમીકરણ-

  • ભારતીય ટીમે પહેલા નંબરે સેમિફાઈનલ માટે ક્વોલેફાય કર્યું છે. સાઉથ આફ્રિકાએ 12 પોઈન્ટ સાથે એન્ટ્રી કરી છે. 
  • ઓસ્ટ્રેલિયાએ પણ સેમિફાઈનલમાં એન્ટ્રી મેળવી છે. 
  • ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને અફધાનિસ્તાન ચોથા નંબર માટે દાવેદાર છે. ન્યુઝીલેન્ડ છેલ્લી મેચ જીતશે તો ચોથા નંબરે ક્વોલિફાય કરી લેશે.
  • ન્યુઝીલેન્ડ છેલ્લી મેચ હારશે તો પાકિસ્તાનની ટીમ છેલ્લી મેચે જીતીને ચોથા નંબરે ક્વોલિફાય કરી લેશે. 
  • ન્યુઝીલેન્ડે અને અફઘાનિસ્તાન સાઉથ આફ્રિકા સામે છેલ્લી મેચ જીતશે તો ચોથા નંબર માટે ક્વોલિફાય કરી લેશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ