બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / india vs england test series sarfaraz khan and romana zahoor intresting love story

ક્રિકેટરના કેવા નસીબ / મેચ જોવા ગયો, છોકરીના પ્રેમમાં પડ્યો, પરણી પણ ગયો, હવે ટીમ ઈન્ડીયામા, રમશે ટેસ્ટ

Hiralal

Last Updated: 07:35 PM, 30 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં ઈંગ્લે્ન્ડ સામેની બીજી ટેસ્ટમાં જમ્મુ કાશ્મીરના સરફરાઝ ખાનને લેવાયો છે.

  • કાશ્મીરના સરફરાઝ ખાનની ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં થઈ પસંદગી 
  • કેએલ રાહુલને સ્થાને બીજી ટેસ્ટમાં લેવાયો
  • સરફરાઝ ખાન મેચ જોવા ગયો હતો અને છોકરીના પ્રેમમાં પડ્યો, લગ્ન પણ કર્યાં 

કાશ્મીરના સરફરાઝ ખાનની ટીમ ઈન્ડીયામાં સરપ્રાઈઝ એન્ટ્રી થઈ છે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં સરફરાઝને ઈંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટમાં લેવાયો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ રમાશે. સરફરાઝ ખાન ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં સતત રન બનાવી રહ્યો છે અને તેણે ઘણા રેકોર્ડ પણ તોડ્યાં હતા. આવી સ્થિતિમાં ટેસ્ટમાં તેની પસંદગી થતાં ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

મેચ જોવા ગયો અને પ્રેમમાં પડ્યો, લગ્ન પણ કર્યાં 
સરફરાઝની લવસ્ટોરી પણ જોરદાર છે. તે એક મેચ જોવા ગયો હતો અને ત્યાં એક છોકરીના પ્રેમમાં પડ્યો હતો. આ પહેલી નજરનો પ્રેમ હતો. ગયા વર્ષે સરફરાઝ ખાને જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની એક યુવતી સાથે લગ્ન કર્યા હતા, સરફરાઝે જેની સાથે લગ્ન કર્યા હતા તેનું નામ રોમાના ઝહૂર છે. સરફરાઝ ખાન અને રોમાના ઝહૂર એક ક્રિકેટ મેચ દરમિયાન મળ્યા હતા. રોમાના મેચ જોવા સ્ટેડિયમમાં આવી હતી અને તેને જોતાં જ સરફરાઝ દિલ હારી બેઠો. સરફરાઝ ખાનની પિતરાઈ બહેન રોમાના સાથે દિલ્હીમાં એમએસસીનો અભ્યાસ કરતી હતી અને તેણે જ સરફરાઝને રોમાના સાથે પરિચય કરાવ્યો હતો.
પ્રથમ મુલાકાત બાદ બંને વચ્ચે મુલાકાતની પ્રક્રિયા શરૂ થઈ હતી. બંને વચ્ચે મિત્રતા થઈ અને આખરે મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને ત્યાર બાદ બન્નેએ લગ્ન કરી લીધા. 

સરફરાઝ 2 ફેબ્રુઆરીએ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં રમશે
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની 5 મેચમાંથી બીજી મેચ વિશાખાપટ્ટનમાં રમાશે. કેએલ રાહુલ ઈજાગ્રસ્ત થતાં તેને બદલે સરફરાઝને લેવાયો છે. સરફરાઝ ડેબ્યૂ ટેસ્ટમાં ચમત્કાર કરે તો ટીમ ઈન્ડીયામાં તેને સ્થાન મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ