બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / VTV વિશેષ / India is top in terms of economy, Record breaking GDP figures

મહામંથન / શું બદલાઈ રહ્યું છે ભારતનું આર્થિક ચિત્ર? GDPના રેકૉર્ડતોડ આંકડાનો અર્થ શું?

Dinesh

Last Updated: 09:40 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહામંથન: આંકડાઓ પ્રમાણે તો ભારત દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની જ ગયું છે અને મોદી સરકાર પોતાના આગામી કાર્યકાળ દરમિયાન દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા ભારતને બનાવવાનું લક્ષ્ય રાખે છે

GDP. આ શબ્દ અર્થશાસ્ત્રીઓ કે સામાન્ય માણસ બંને માટે નવો નથી પરંતુ સામાન્ય માણસને સરવાળે GDP સાથે બહુ લેવા દેવા નથી. સરળ ભાષામાં કહીએ તો GDP એટલે ચોક્કસ સમયગાળા દરમિયાન વસ્તુ અને સેવાના ઉત્પાદનની કુલ કિંમત. અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ દેશ માટે સારા સમાચાર એ આવ્યા છે કે ઓક્ટોબરથી ડિસેમ્બર એટલે કે ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશનો GDP 8.4% રહ્યો જે રેટિંગ એજન્સીઓના પૂર્વાનુમાનથી ક્યાંય વધુ હતો. આંકડાઓ પ્રમાણે તો ભારત દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા બની જ ગયું છે અને મોદી સરકાર પોતાના આગામી કાર્યકાળ દરમિયાન દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા ભારતને બનાવવાનું લક્ષ્ય રાખે છે. GDPના જે આંકડા સામે આવ્યા તેનો સીધો અર્થ એ થાય છે કે વૈશ્વિક પડકારોની વચ્ચે ભારત ન માત્ર ટકી રહ્યું છે પણ પડકારોને પાછળ રાખીને આગળ વધી ગયું છે. આંકડાઓમાં સિક્કાની બીજી બાજુ પણ નજર કરવાની રહે છે કે જેમાં સૌથી વધુ વૃદ્ધિ મેનુફેક્ચરિંગ ક્ષેત્રની છે તો નેગેટીવ ગ્રોથ દેશ માટે અતિ મહત્વના એવા કૃષિ ક્ષેત્રનો છે. એટલે એ સવાલ ચોક્કસ પૂછવો પડે કે અર્થવ્યવસ્થાની હરણફાળમાં ખેતી અને ગ્રામ્ય વિસ્તાર ક્યાં ઉભા છે. ત્રીજા ત્રિમાસિક ગાળાના GDPના આંકડા સરકારની અર્થનીતિની ટીકા કરતા વિરોધીઓના મોં બંધ કરવા પૂરતા છે કે કેમ.. દેશની આર્થિક નીતિ યોગ્ય દિશામાં જઈ રહી છે કે કેમ. 

અર્થવ્યવસ્થામાં અવ્વલ
અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ દેશ માટે સારા સમાચાર છે. ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં દેશનો GDP અનુમાનથી વધુ તેમજ ત્રીજા ત્રિમાસિક ગાળાના આંકડા સામે આવ્યા છે. અર્થવ્યવસ્થામાં તેજીના સ્પષ્ટ સંકેત છે. ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં કુલ ઘરેલુ ઉત્પાદન ઝડપથી આગળ વધ્યું. વિશ્વમાં મંદીના વાદળ જ્યારે ભારતમાં તેજી છે. પડકારોની વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થા મજબૂતીથી ટકી

આંકડા શું કહે છે?
ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના આંકડા સામે આવ્યા છે. ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશનો GDP 8.4% છે. 2022ના બીજા ત્રિમાસિક ગાળા બાદ સૌથી મજબૂત વૃદ્ધિ તેમજ 6.6%ના પૂર્વાનુમાનથી GDP વધુ. સાંખ્યિકિ વિભાગે 2023-24 માટે દેશનો GDP 7.6% રહેવાનું અનુમાન લગાવ્યું છે. પહેલા સાંખ્યિકિ વિભાગે 7.3% GDP રહેવાનું અનુમાન લગાવ્યું હતું. 

પૂર્વાનુમાન પડ્યા ખોટા
SBIએ GDP દર 6.8% રહેવાનું અનુમાન લગાવ્યું હતું. રિઝર્વ બેંકે પણ 7% GDPનું અનુમાન લગાવ્યું હતું. રેટિંગ એજન્સી ICRA 6% GDPનું અનુમાન લગાવ્યું હતું

ક્યા ક્ષેત્રમાં સૌથી વધુ વૃદ્ધિ?
નિર્માણ ક્ષેત્ર = 11.6%

કૃષિ ક્ષેત્રે કેટલી વૃદ્ધિ? = 3.8%

અન્ય ક્ષેત્રમાં કેટલો વિકાસ?
માઈનિંગ
-1.4%માંથી વધીને 7.5%

બાંધકામ ક્ષેત્ર
વાર્ષિક 9.5%ના દરે યથાવત

ટ્રેડ, હોટલ, પરિવહન
6.7%

ફાઈનાન્સ, રિયલ એસ્ટેટ
7%

GDPની ગણતરી કેવી રીતે થાય?
GDP માટે ચાર પરિબળ ધ્યાને લેવાય છે
વ્યક્તિ દ્વારા થતો ખર્ચ
સરકાર દ્વારા થતો ખર્ચ
સ્થાનિક અને વિદેશી રોકાણ
વાસ્તવિક નિકાસ

GDPના આ આંકડા શું કહે છે?
વૈશ્વિક પડકારોની સામે ભારત ટકી રહ્યું છે. સદ્ધર મહાસત્તાઓ પણ ઉંચા ફૂગાવા સામે ઝઝૂમી રહી છે. ભારતને ઉંચા ફૂગાવાની સમસ્યાએ અસર કરી નથી. વિશ્વના સમૃદ્ધ દેશ મંદીનો સામનો કરી રહ્યા છે. પડકારોની વચ્ચે ભારત ઝડપી અર્થવ્યવસ્થા તરફ આગળ વધે છે. કૃષિ અને તેની સાથે સંકળાયેલા ક્ષેત્રનો ગ્રોથ રેટ ઘટ્યો છે. બાંધકામ, નિર્માણ ક્ષેત્રની સામે કૃષિ ક્ષેત્ર નબળુ પડ્યું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ