ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / india china lac galwan valley indian army chines army beijing reaction

ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે / LAC પર 3 જવાનો શહીદ થયા બાદ ચીનની આવી પ્રતિક્રિયા, કહ્યું ભારત એકતરફી...

Published By: vtvAdmin

Last Updated: 02:21 PM, 16 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાઈન ઑફ ઍક્ચુઅલ કન્ટ્રોલ (LAC) પર ભારત અને ચીનની સેના વચ્ચે હિંસક અથડામણ થઈ છે. જેમાં એક આર્મી ઑફિસર અને બે જવાન શહીદ થઈ ગયા છે. જો કે હવે આ મામલે બીજિંગે ઉલ્ટાનો ભારત પર હુમલાનો આરોપ લગાવ્યો છે.

ADVERTISEMENT

AFP ન્યૂઝ એજન્સીના હવાલેથી મળી રહેલી ખબરો અનુસાર ચીનનો આરોપ છે કે ભારતીય સૈનિકોએ બોર્ડર ક્રોસ કરીને ચીની સૈનિકો પર હુમલો કર્યો છે. આ અથડામણમાં ભારતના પંજાબ રેજિમેન્ટના કર્નલ શહીદ થયા છે જ્યારે બિહાર રેજિમેન્ટના 2 જવાનો પણ શહીદ થયા છે. 

આ પહેલાં ચીન તરફથી એ પણ પ્રતિક્રિયા આવી હતી કે ભારત તેના જવાનોની શહીદીનું રિપોર્ટિંગ એકતરફી કરીને વધુ તણાવ પેદા કરવાની કોશિશ ન કરે. 

ભારતીય સેના તરફથી જો કે બાદમાં એવું નિવેદન પણ આવ્યું હતું કે ચીનના સૈનિકો પણ આ અથડામણમાં માર્યા ગયા છે. ચીની અખબારના દાવા પ્રમાણે ચીનના 11 જવાનો ઘાયલ થયા છે જ્યારે તેમના 5 સેૈનિકો માર્યા ગયા છે. 

ભારત-ચીન વચ્ચે બોર્ડર પર ઘર્ષણ થયા બાદ બંને દેશોના અધિકારીઓ વચ્ચે બોર્ડર પર તણાવ ઓછો કરવા માટે બેઠક યોજાઈ હતી. ચીનના સૂત્રો અનુસાર ચીની વિદેશમંત્રીએ કહ્યું હતું કે બંને દેશો એ વાત પર સહમત થયા છે કે આ ટેન્શન વાતચીત દ્વારા ઉકેલવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. લદાખની સરહદ પર ભારત અને ચીન આમને સામને આવી ગયા છે જેમાં ભારત અને ચીનના કમાન્ડર વચ્ચે વાતચીત પણ કરવામાં પરંતુ આજે વર્ષ 1967 બાદ પહેલી ભારત અને ચીનની સરહદ પર આવી અથડામણ થઇ જેમાં ભારતનાં એક ઓફિસર અને 2 જવાને શહીદી વહોરી છે.

ભારતની સેનાએ નિવેદન આપતા કહ્યું કે ગલવાન ખીણમાં ગતરાત્રીએ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થયું જે બાદ 1967 પછી કદાચ પ્રથમ વખત ભારત-ચીન વચ્ચે બોર્ડર પર હિંસક અથડામણ થઈ હતી. 

ભારતીય સેના તરફથી જાહેર કરાયેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગલવાન ઘાટીમાં સોમવારે રાતે ડિ-એસ્કેલેશનની પ્રક્રિયા દરમ્યાન ભારત અને ચીનના સૈનિકો વચ્ચે હિંસક ઝડપ થઈ. આ દરમ્યાન ભારતીય સેનાના એક ઓફિસર અને બે જવાન શહીદ થયા છે. બંને દેશો વચ્ચેના વરિષ્ઠ સૈન્ય અધિકારી આ સમયે મામલાને શાંત કરવા માટે મોટી બેઠક કરી રહ્યાં છે. 

સંકળાયેલા મુદ્દાઓ

China india china border conflict indian army ભારત ચીન વિવાદ india china border conflict

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ