ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / પાકિસ્તાનમાં ફફડાટ, સંસદ સુધી છવાયો ડરનો માહોલ, હવે માથું ઉંચકવાની ઓકાત નહીં રહે

ઈંટનો જવાબ પથ્થરથી / પાકિસ્તાનમાં ફફડાટ, સંસદ સુધી છવાયો ડરનો માહોલ, હવે માથું ઉંચકવાની ઓકાત નહીં રહે

Published By: Dinesh Chaudhary

Last Updated: 02:23 AM, 9 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે શરૂ કરાયેલા ઓપરેશનમાં અત્યાર સુધીમાં કેટલાય આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરાયો છે.

ADVERTISEMENT

ભારતે બતાવેલા ટ્રેઈલરથી પાકિસ્તાનમાં ફફડાટનો માહોલ છે. રસ્તાથી લઈને પાકિસ્તાની સંસદ સુધી ડર છવાયેલો છે. જે રીતે ભારત જવાબી કાર્યવાહી કરી રહ્યું છે તેનાથી પાકિસ્તાનની હવા ટાઈટ થઈ ચૂકી છે તેનો પૂરાવો છે સૌ કોઈની સામે છે. પાકિસ્તાની સાંસદ ભારતના ડરથી ભરી સંસદમાં રડવા લાગ્યા અને અલ્લાહ પાસે સુરક્ષાની પ્રાર્થના કરવા લાગ્યા છે.

આતંકી હુમલાનો જડબાતોડ જવાબ

ભારતનો ઓપરેશન સિંદૂર યથાવત છે. 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે શરૂ કરાયેલા ઓપરેશનમાં અત્યાર સુધીમાં કેટલાય આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરાયો છે. મસૂદ અઝહર અને હાફિઝ સઈદના સંગઠનો લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીનના બેઝ પર ભારતે સ્ટ્રાઈક કરીને તેને નેસ્તો નાબૂદ કરી દેવાયા. ઓપરેશન સિંદૂરના પ્રભાવથી પાકિસ્તાનમાં ગભરાટનો માહોલ છે. તે સ્પષ્ટ ત્યારે થયું જ્યારે સાંસદ તાહિર ઇકબાલે સંસદમાં ઊભા રહીને ભાવુક થઈને કહ્યુ, “કૃપા કરીને આજે મને બચાવો…તેમના આ શબ્દોએ પાકિસ્તાનના ફફડાટનેને શાબ્દિક સ્વરૂપ આપી દીધું.

Vtv App Promotion 2

આ પણ વાંચો: ગુજરાતના 7 એરપોર્ટ પર NOTAM જારી, ફ્લાઇટ ઉડશે નહીં, સાવચેતીના ભાગરૂપે લેવાયો નિર્ણય

હવે માથું ઉંચકવાની ઓકાત નહીં રહે

ભારતે 22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો 6-7 મેની રાત્રે લઈ લીધો. પરંતુ ઓપરેશન સિંદૂર નાપાક પાકિસ્તાનને પૂરેપૂરો પાઠ ભણવવાનો યથાવત છે. જેનાથી પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ છે. પાકિસ્તાન સતત LoC પર ફાયરિંગ કરી રહ્યું છે. મોટાભાગના લોકો ગુરુવારે સરહદી વિસ્તારો છોડીને સુરક્ષિત સ્થળોએ ચાલ્યા ગયા છે. ભારતના હુમલાનો જવાબ આપવા માટે પાકિસ્તાને ભારતના 15 શહેરો પર મિસાઈલ હુમલાનો પ્રયાસ કર્યો. પરંતુ ભારતીય વાયુસેના અને S-400 ‘સુદર્શન’ એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ આ મિસાઈલોના ચીથરાં ઉડાવી દીધા. જોકે, પાકિસ્તાન હજુ પણ ભારતને હુમલાનો બદલો લેવાની ધમકી આપી રહ્યું છે. તો ભારતીય સેના પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી રહ્યો છે. પાકિસ્તાનની હાલત અત્યારે ખૂબ જ ખરાબ છે. હવે પાક.ના લોકો ભૂખથી ભેળા વળી જશે અને ગરીબીમાં ડૂબી મરે તેવી થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

India Destroyed Pakistan Missiles India Attack on Pakistan Operation Sindoor

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ