બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / india and uae share the values of non discrimination on any grounds says indian ambassador

દુબઇ / તબલીગી વિરુદ્ધ ટ્વિટ્થી નારાજ થઈ UAEની રાજકુમારી, ભારતે પણ નિવેદન આપ્યું

Published By: Krupa

Last Updated: 09:38 PM, 20 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તબલિગી જમાતના સભ્યોને લઇને નફરત ભરેલી ટિપ્પણી આપવાથી નારાજ રાજકુમારીએ કહ્યું કે એવા લોકોને દુબઇમાં રહેવા દેવામાં આવશે નહીં. ત્યારબાદ યૂએઇમાં ભારતીય રાજદૂતે કહ્યું કે બંને દેશોમાં ભેદભાવ માટે જગ્યા નથી.

  • દુબઇમાં એક ભારતીયે તબલિગી જમાતથી જોડાયેલા મુસલમાનો માટે વિવાદસ્પદ ટ્વિટ કર્યું
  • યૂએઇની રાજકુમારીએ આપત્તિ વ્યક્ત કરી

ભારતમાં તબલિગી જમાતના સભ્યો દ્વારા ડૉક્ટરો અને હેલ્થ સ્ટાફ પર હુમલા કરવા અને નર્સોની સાથે અભદ્રતાની ઘટના સામે આવ્યા બાદથી સોશિયલ મીડિયા પર લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. આ વચ્ચે દુબઇમાં એક ભારતીયે તબલિગી જમાતથી જોડાયેલા મામલાનો સંદર્ભ લેતા મુસલમાનો માટે વિવાદસ્પદ ટ્વિટ કર્યું જેની પર યૂએઇની રાજકુમારીએ આપત્તિ વ્યક્ત કરતા કહ્યું કે આવા લોકોને દેશમાંથી નિકાળી શકાય છે. હવે યૂએઇમાં ભારતના રાજનયિકનું નિવેદન સામે આવ્યું છે જેમાં એમને કહ્યું કે ભારતમાં ભેદભાવની કોઇ જગ્યા નથી અને આ યૂએઇમાં રહેતા ભારતીયોએ પણ સમજવું પડશે. 

બીજી બાજુ ભારતીય રાજનયિક પવન કપૂરે ટ્વિટ કર્યું, 'ભારત અને યૂએઇ ભેદભાવ ન કરવાના મૂલ્યને શેર કરે છે. ભેદભાવ આપણા કાયદા વિરુદ્ધ છે. યૂએઇમાં મોજૂદ ભારતીય નાગરિકોને એનું ધ્યાન રાખવું જોઇએ.'

એમને વાસ્તવમાં પીએમઓને ટ્વિટને રીટ્વિટ કરતાં લખ્યું, પીએમઓએ ટ્વિટ કર્યું હતું, 'કોવિડ 19 કોઇ ધર્મ, જાતિ, સંપ્રદાય, રંગ, ભાષા અને સીમાને જોતું નથી. અમારી પ્રતિક્રિયા અને વ્યવહાર એવો હોવો જોઇએ કે જે એકતા અને ભાઇચારાને આગળ વધારે.'

કેમ નારાજ થઇ UAEની રાજકુમારી 
દુબઇમાં રહેતા એર ભારતીયનું ટ્વિટ વાયરલ થયું છે. જેમાં એને આરોપ લગાવ્યો છે કે ભારતમાં કોરોના વાયરસ સંકટ માટે તલબિગી જમાતના લોકો જવાબદાર છે. એમને મુસ્લિમ પર પણ વિવાદસ્પદ ટ્વિટ કર્યા. એને એવો પણ દાવો કર્યો કે દુબઇ જેવા શહેરને પણ હિંદુઓએ બનાવ્યું હતું. જો કે બાદમાં એને એનું અકાઉન્ટ ડિલીટ કરી દીધું. પરંતુ યૂએઇની રાણીની ત્યાં સુધી એની પર નજર જતી રહી અને એને કહ્યું કે અમારો દેશ આવા પ્રકારના વ્હવહારને સહન કરશે નહીં. 

રાજકુમારીએ અપાવી ગાંધીની યાદ 
હેટ સ્પીચ વિરુદ્ધ અભિયાન ચલાવનારી રાજકમારી હેન્દ કાસિમીએ લખ્યું, 'ધૃણા ફેલાવવાની વાત નરસંહારની શરૂઆત છે. મહાત્મા ગાંધીએ એક વખત કહ્યું હતું કે, આંખના બદલામાં આંખ લેવાથી દુનિયા આંધળી થઇ જશે. આપણે આપણા લોહિયાળ ઇતિહાસથી પાઠ ભણવો જોઇએ.'

સંકળાયેલા મુદ્દાઓ

India UAE તબલિગી જમાત દુબઇ યૂએઇ રાજકુમારી Dubai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ