બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG Yashasvi Jaiswal will creates a record in the second Test, Rohit Sharma prophecy comes true

સ્પોર્ટ્સ / IND vs ENG: આખરે રોહિત શર્માની ભવિષ્યવાણી સત્ય સાબિત થઇ, બીજી જ ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલે રેકોર્ડ સર્જી નાખ્યો

Megha

Last Updated: 09:35 AM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ સામે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચના પહેલા દિવસે 336 રન બનાવ્યા હતા. જેમાં ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 179 રનની રેકોર્ડ ઈનિંગ રમી હતી.

  • ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે.
  • સીરિઝની બીજી મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાએ 336 રન બનાવ્યા હતા.
  • ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 179 રનની રેકોર્ડ ઈનિંગ રમી હતી. 

ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ સીરિઝની બીજી મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 179 રનની રેકોર્ડ ઈનિંગ રમી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન સાથે 336 રન બનાવ્યા હતા. યશસ્વીની આ જોરદાર ઈનિંગથી કેપ્ટન રોહિત શર્માની ચાર વખત પહેલા કરેલી ભવિષ્યવાણી પણ સાચી પડતી દેખાઈ રહી છે.

વાત એમ છે કે આ વર્ષ 2020 છે, જ્યારે સમગ્ર વિશ્વ કોરોના જેવી ભયાનક મહામારી સામે ઝઝૂમી રહ્યું હતું. તે દરમિયાન યશસ્વીએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો 2019માં રમાયેલી વિજય હજારે ટ્રોફીની ફાઇનલ મેચની હાઇલાઇટ્સ હતી. ફાઇનલમાં યશસ્વીએ ઝારખંડ સામે 203 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જેનાથી મુંબઇને 39 રનથી જીત અપાવી હતી. તે સમયે યશસ્વીની ઉંમર 17 વર્ષ અને 192 દિવસ હતી. આ ઉંમરે યશસ્વી લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો.

રોહિત શર્માએ યશસ્વીના આ હાઈલાઈટ્સ વીડિયો પર કોમેન્ટ પણ કરી હતી. યશસ્વીના વિડિયો પર રોહિતે લખ્યું હતું કે, 'ધ નેક્સ્ટ સુપરસ્ટાર'. હવે ચાર વર્ષ બાદ યશસ્વી રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય સિનિયર ટીમમાં રમી રહ્યો છે.

રોહિતે જે આત્મવિશ્વાસ સાથે યશસ્વીના તે વીડિયો પર કોમેન્ટ કરી હતી, હવે ચાર વર્ષ બાદ આ ડાબા હાથના ઓપનર બેટ્સમેને તેને એકદમ સાચો સાબિત કર્યો છે. યશસ્વી ભારતીય ક્રિકેટનો આગામી સુપરસ્ટાર છે. ટીમ ઈન્ડિયામાં જ્યાં પણ યશસ્વીને તક મળી ત્યાં તેને તેનો ફાયદો ઉઠાવ્યો છે.

વધુ વાંચો: 'મને ખૂબ જ ખોટું લાગતું, હું રૂમમાં જઈ રડતો હતો..', ધોની સાથેની સરખામણી પર પંતનો ચોંકાવનારો ખુલાસો

યશસ્વી જયસ્વાલ બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચિ શકે છે 
યશસ્વી હાલ પોતાના શ્રેષ્ઠ ફોર્મમાં બેટિંગ કરી રહ્યો છે. તે ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે 179 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આવી સ્થિતિમાં બીજા દિવસે તેને પોતાની બેવડી સદી પૂરી કરવા માટે માત્ર 21 રન બનાવવા પડશે. જો યશસ્વી આ કરવામાં સફળ થશે તો 5 વર્ષ પછી કોઈ ભારતીય બેટ્સમેન ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી ફટકારશે. આવી સિદ્ધિ મેળવનાર તે ભારતનો 25મો બેટ્સમેન બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ