બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / i used to cry lot rishabh pant shocking revelation on his comparison with ms dhoni

ક્રિકેટ / 'મને ખૂબ જ ખોટું લાગતું, હું રૂમમાં જઈ રડતો હતો..', ધોની સાથેની સરખામણી પર પંતનો ચોંકાવનારો ખુલાસો

Manisha Jogi

Last Updated: 06:52 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહેન્દ્રસિંહ ધોની ઘણા સમયથી ઋષભ પંતના માર્ગદર્શક રહ્યા છે. ઋષભ પંતનું માનવું છે કે, કરિઅરના શરૂઆતના દિવસોમાં તેમની સરખામણી ધોની સાથે કરવામાં આવતી હતી અને તે તબક્કો ખૂબ જ કઠિન હતો.

  • મહેન્દ્રસિંહ ધોની ઘણા સમયથી ઋષભ પંતના માર્ગદર્શક રહ્યા
  • સરખામણી થાય ત્યારે પ્રેશરમાં આવી જતા હતા ઋષભ પંત
  • 'મને ખૂબ જ ખોટું લાગતું, હું રૂમમાં જઈ રડતો હતો..'

મહેન્દ્રસિંહ ધોની ઘણા સમયથી ઋષભ પંતના માર્ગદર્શક રહ્યા છે. એક સમય એવો હતો જ્યારે ઋષભ પંતની ભારતના પૂર્વ કેપ્ટન સાથે સરખામણી કરવામાં આવતી હતી ત્યારે તેઓ પ્રેશરમાં આવી જતા હતા. ડિસેમ્બર 2022માં ઋષભ પંતનો એક્સિડન્ટ થતા પંતને ગંભીર ઈજા થઈ હતી અને હજુ પણ તેઓ એકદમ ફિટ નથી. ઋષભ પંત હંમેશા મહેન્દ્રસિંહ ધોની સાથે વાત શેર કરે છે. ઋષભ પંતનું માનવું છે કે, કરિઅરના શરૂઆતના દિવસોમાં તેમની સરખામણી ધોની સાથે કરવામાં આવતી હતી અને તે તબક્કો ખૂબ જ કઠિન હતો. 

‘હું રૂમમાં જઈને રડતો હતો’
મીડિયા રિપોર્ટ અનુસાર ઋષભ પંતે જણાવ્યું છે કે, ‘મને ખૂબ જ ખોટું લાગતું હતું. હું 20-21 વર્ષનો હતો અને રૂમમાં જઈને રડતો હતો. હું તણાવમાં હતો કે, હું શ્વાસ પણ નહોતો લઈ શકતો. હું એટલો પ્રેશરમાં હતો કે, મને એવું લાગતું કે, હવે હું શું કરું. મોહાલીમાં મેં સ્ટમ્પિંગનો એક મુકાવી દેતા દર્શકો ધોની ધોની બૂમો પાડવા લાગ્યા હતા.’

ધોની અંગે ઋષભ પંતનું નિવેદન
ઋષભ પંત જણાવે છે કે, ‘ધોની સાતે મારા સંબંધો નહીં સમજાવી શકું. તેઓ એક એવા વ્યક્તિ છે, જેમની સાથે હું મારી તમામ વાત શેર કરું છું. હું તેમની પાસેથી ઘણું બધું શીખ્યો છું. જે વાત હું કોઈની સાથે નથી કરી શકતો તે વાત હું ધોની સાથે કરું છું.’

'સરખામણી ના કરવી જોઈએ'
ઋષભ પંતે સરખામણી કરવા બાબતે જણાવે છે કે, ‘મને ખબર નથી પડતી કે લોકો સરખામણી શા માટે કરે છે. હું ટીમમાં આવ્યો ત્યારે લોકો વિકલ્પની વાત કરતા હતા. એક યુવાને આવા સવાલ શા માચે કરવામાં આવી રહ્યા હતા, આ રીતે ના થવું જોઈએ. એક ખેલાડીએ પાંચ મેચ રમી છે અને બીજા ખેલાડીએ 500 મેચ રમી છે. તેમનું કરિઅર ખૂબ જ લાંબુ રહ્યું છે. આ પ્રકારે તુલના કરવી તે પાયાવિહોણી વાત છે.’

વધુ વાંચો: યશસ્વીના શિરે વધુ એક યશકલગી: અંગ્રેજ બોલર્સને બરાબરના ધોયા, ફટકારી પહેલી સદી

યુવરાજ સિંહ બાબતે નિવેદન
ઋષભ પંતે જણાવ્યું કે, ‘હું હંમેશા યુવરાજ સિંહ જેવા સિનિયરનો ઋણી રહીશ, જેમણે મને મારા ટીમમાં આવવા પર સહજ ફીલ કરાવ્યું હતું. હું ખૂબ જ નાનો હતો અને ટીમમાં ઘણા સિનિયર ખેલાડી હતા, યુવરાજ સિંહ, એમ. એસ. ધોની તમામ ખેલાડી સિનિયર હતા. તે કોઈએ પણ મને સિનિયર હોવાનું ફીલ કરાવ્યું નહોતું. મારું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું.’
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ