બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG VIDEO Only Bumrah can do this The stumps flew away with a brilliant yorker

IND vs ENG / VIDEO: આવું ખાલી બુમરાહ જ કરી શકે! શાનદાર યોર્કરથી ઊડી ગયા સ્ટંપ, જોતો રહી ગયો બલ્લેબાજ, જુઓ વીડિયો

Megha

Last Updated: 03:02 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બીજી ટેસ્ટ મેચમાં જસપ્રિત બુમરાહ અદ્ભુત બોલિંગ કરી રહ્યો છે અને તેના ખતરનાક 'યોર્કર' વડે ઓલી પોપને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. જેનો વિડીયો વાયરલ થયો છે.

  • ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં બુમરાહે અદ્ભુત બોલિંગ કરી 
  • ઓલી પોપને 'યોર્કર'થી બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો.
  • આ વિકેટનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ સીરિઝની બીજી મેચના બીજા દિવસે ટીમ ઈન્ડિયા 396 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. તેન સામે ઈંગ્લેન્ડે જવાબમાં પ્રથમ દાવમાં ઝડપી શરૂઆત કરી હતી. પરંતુ જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડની ટીમને સતત બે ઓવરમાં બે ઝટકા આપ્યા હતા. બુમરાહે પહેલા જો રૂટને આઉટ કર્યો અને પછી તેના યોર્કર વડે હૈદરાબાદ ટેસ્ટના હીરો ઓલી પોપની વિકેટ લીધી હતી. પહેલી ટેસ્ટ મેચમાં 196 રન બનાવનાર પોપ 23 રન બનાવીને આઉટ થયો હતો.

બીજી ટેસ્ટ મેચમાં જસપ્રિત બુમરાહ અદ્ભુત બોલિંગ કરી રહ્યો છે અને તેના ખતરનાક 'યોર્કર' વડે ઓલી પોપને બોલ્ડ કરીને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. બુમરાહના આ યોર્કરે ક્રિકેટ પંડિતોનું પણ દિલ જીતી લીધું છે. તાજેતરના સમયમાં બુમરાહ તરફથી આવો ખતરનાક યોર્કર જોવા મળ્યો નથી. પરંતુ આ વખતે બુમરાહે ઓલી પોપ સામે અદ્ભુત યોર્કર બોલ ફેંક્યો, જેનાથી બેટ્સમેન પણ દંગ રહી ગયા હતા. હાલ તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 

ઓલી-પોપ બોલને રોકવાનો પ્રયાસ કરતા રહ્યા પરંતુ અંતે બોલ તેના પગમાંથી પસાર થઈને સીધો સ્ટમ્પ પર ગયો. બુમરાહના આ ખતરનાક યોર્કરનો બેટ્સમેન પોપ પાસે કોઈ જવાબ નહોતો. બીસીસીઆઈએ તેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જાદુઈ યોર્કર પર બોલ્ડ થયા બાદ બેટ્સમેન પોપ ખૂબ જ નિરાશ દેખાઈ રહ્યો હતો. 

વધુ વાંચો: યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચુરી: અંગ્રેજ ખેલાડીઓને હંફાવી દીધા, બનાવ્યો ખાસ રેકૉર્ડ

ઈંગ્લેન્ડની ટીમના જેક ક્રોલી 76 રન, બેન ડકેટ 21 રન, ઓલી પોપ 23 રન અને જો રૂટ 5 રન બનાવીને આઉટ થયા હતા. ટીબ્રેક સુધી ઈંગ્લેન્ડની ટીમ સ્કોરબોર્ડ પર માત્ર 155 રન જ બનાવી શકી હતી. ચાહકો ભારતની બોલિંગથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને ટીમના ખૂબ વખાણ કરી રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ