બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG Yashasvi Jaiswal double century against England, became the third Indian to do so

IND vs ENG / યશસ્વી જયસ્વાલની ડબલ સેન્ચુરી: અંગ્રેજ ખેલાડીઓને હંફાવી દીધા, બનાવ્યો ખાસ રેકૉર્ડ

Megha

Last Updated: 10:56 AM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી મેચ રમાઈ રહી છે. પ્રથમ દિવસના હીરો યશસ્વી જયસ્વાલે બીજા દિવસે 277 બોલમાં 200 રન ફટકારીને ઘણા રેકોર્ડ બનાવ્યા છે.

  • ભારત- ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી મેચ હાલ રમાઈ રહી છે. 
  • યશસ્વી જયસ્વાલે 277 બોલમાં 200 રન ફટકાર્યા હતા. 
  • આ દરમિયાન યશસ્વીએ 18 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

ટીમ ઈન્ડિયા હાલમાં ઈંગ્લેન્ડ સામે ઘરઆંગણે પાંચ ટેસ્ટ મેચોની ટેસ્ટ સીરિઝ રમી રહી છે. આ સીરિઝની બીજી મેચના પહેલા દિવસે ટીમ ઈન્ડિયાના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે 179 રનની રેકોર્ડ ઈનિંગ રમી હતી, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 6 વિકેટના નુકસાન સાથે 336 રન બનાવ્યા હતા.  

277 બોલમાં 200 રન બનાવ્યા
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝની બીજી મેચ ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પ્રથમ દિવસના હીરો, યશસ્વી જયસ્વાલે રમતના બીજા દિવસે તેની ઇનિંગ્સને 176 રન સુધી લંબાવી અને બેવડી સદી ફટકારીને ઇતિહાસ રચ્યો. યશસ્વી જયસ્વાલે 277 બોલમાં 200 રન બનાવ્યા હતા. આ દરમિયાન યશસ્વીએ 18 ફોર અને 7 સિક્સર ફટકારી હતી.

બેવડી સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન
યશસ્વી 22 વર્ષ અને 37 દિવસની ઉંમરમાં બેવડી સદી ફટકારી છે. આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો સૌથી યુવા ભારતીય બેટ્સમેન બની ગયો છે. સુનીલ ગાવસ્કર બીજા સ્થાને છે. વિનોદ કાંબલીએ 21 વર્ષ અને 32 દિવસની ઉંમરમાં 224 રનની ઇનિંગ રમી હતી. સૌથી નાની વયે બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ જાવેદ મિયાંદાદ (19 વર્ષ 140 દિવસ)ના નામે છે.

ટેસ્ટમાં ભારત માટે 200 રન બનાવનાર સૌથી યુવા ખેલાડીઓ 
21 વર્ષ 35 દિવસ - વિનોદ કાંબલી 224 vs ઈંગ્લેન્ડ મુંબઈ 1993 
21 વર્ષ 55 દિવસ - વિનોદ કાંબલી 227 vs ઝિમ્બાબ્વે દિલ્હી 1993 
21 વર્ષ 283 દિવસ - સુનિલ ગાવસ્કર 220 vs વેસ્ટ ઈન્ડિઝ પોર્ટ ઓફ સ્પેન 1971
21 વર્ષ 37 દિવસ - યશસ્વી જયસ્વાલ 201* vs ઈંગ્લેન્ડ 2024

વધુ વાંચો: 'મને ખૂબ જ ખોટું લાગતું, હું રૂમમાં જઈ રડતો હતો..', ધોની સાથેની સરખામણી પર પંતનો ચોંકાવનારો ખુલાસો

ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી
યશસ્વીએ વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમ સામે ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેણે અત્યાર સુધી 6 ટેસ્ટ મેચ રમી છે. તેની 10 ઇનિંગ્સમાં તેણે 60.00થી વધુની એવરેજથી 500થી વધુ રન બનાવ્યા છે. યશસ્વીએ પોતાના બેટથી 2 સદી અને 2 અડધી સદી ફટકારી છે જેમાં હવે એક બેવડી સદી પણ ઉમેરાઈ ગઈ છે. ઇંગ્લેન્ડ સામે યશસ્વીનો આ સર્વશ્રેષ્ઠ સ્કોર છે. આ પહેલા યશસ્વીએ હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં 80 રનની ઇનિંગ રમી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ