બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / ind vs eng test series first time in 92 years team india win and loss ration is equal

સ્પોર્ટ્સ / ટેસ્ટ ક્રિકેટમાં ચાલી રહ્યો છે ભારતીય ટીમનો સુવર્ણ કાળ, આવ્યો 92 વર્ષની આતુરતાનો અંત, જાણો હાર-જીતનો રેકોર્ડ

Arohi

Last Updated: 12:32 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND Vs ENG: ઈંગ્લેન્ડ સામે ધર્મશાળા ટેસ્ટમાં શાનદાર જીત નોંધાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ખાસ ઉપલબ્ધિ હાસિલ કરી લીધી છે. ટેસ્ટ ક્રિકેટમાં પહેલી વખત ભારતની જીત અને હારનો રેશિયો એક સમાન થઈ ગયો છે. ભારતે જેટલી ટેસ્ટ મેચ હારી છે તેટલી જ જીતી પણ છે.

ભારતે ઈંગ્લેન્ડના સામે ધર્મશાળા ટેસ્ટ મેચમાં ઈનિંગ અને 64 રનોથી જીત હાસિલ કરી છે. આ જીતની સાથે જ ભારતીય ટીમે પાંચ મેચોની ટેસ્ટ સીલિઝને 4-1થી પોતાના નામે કરી લીધી છે. ભારતીય ટીમોને હૈદરાબાદ ટેસ્ટ મેચમાં હારનો સામનો કરવો પડ્યો. પરંતુ તેના બાદ રોહિત બ્રિગેડે જબરદસ્ત કમબેક કરતા સતત ચોથી મેચ જીતી લીધી છે. 

ધર્મશાળા ટેસ્ટમાં ધમાકેદાર જીત નોંધાવી ભારતીય ટીમે ખૂબ જ ખાસ ઉપલબ્ધિ હાસિલ કરી છે. ટેસ્ટ ઈતિહાસમાં પહેલી વખત ભારતીય ટીમની જીત-હારનો રેશિયો 1 થઈ ગયો છે. એટલે કે ભારતીય ટીમે જીટલી ટેસ્ટ મેચ હારી છે તેટલામાં જ તેને જીત પણ મળી છે. ભારતીય ટીમના 92 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં પહેલી વખત આવું જોવા મળ્યું છે. 

ભારતીય ટીમે અત્યાર સુધી 579 ટેસ્ટ મેચ રમી છે. એવામાં તેણે 178 ટેસ્ટ મેચોમાં જીત હાસિલ કરી છે. જ્યારે આટલી જ મેચમાં તેણે હારનો સામનો કરવો પડ્યો છે. માટે હાલ હાર-જીતનો રેશિઓ એક છે. તેના ઉપરાંત ભારતીય ટીમની 222 ટેસ્ટ મેચ ડ્રો પર સમાપ્ત થઈ, ત્યાં જ એક મેચ ટાઈ રહી. 

ભારતીય ટીમે પોતાની પહેલી ટેસ્ટ મેચ જૂન 1932માં ઈંગ્લેન્ડના સામે લોર્ડ્સમાં રમી હતી. તે મેચમાં ભારતીય ટીમને 158 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ભારતીય ટીમ લાંબી રાહ જોયા બાદ હાર-જીતના અંતરને બરાબર કરવામાં સફળ રહી છે. જોવામાં આવે તો વર્ષ 2015થી ટેસ્ટ મેચોમાં ભારતીય જીત-હારનો રેશિયો 2.545 રહ્યો જે બધી ટેસ્ટ ટીમોમાં બેસ્ટ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ આ મામલામાં બીજા નંબર પર છે. 

ભારતની જીત-હારનો રેકોર્ડ 
1930s: 0-5 (7 મેચ)
1940s: 0-11 (20 મેચ)
1950s: 6-28 (64 મેચ)
1960s: 15–49 (116 મેચ)
1970s: 32-68 (180 મેચ)
1980s: 43-89 (261 મેચ)
1990s: 61–109 (330 મેચ)
2000s: 101–136 (433 મેચ)
2010s: 157–165 (540 મેચ)
2024s: 178-178 (579 મેચ)

વધુ વાંચો: 'લાગે છે કંઇક કન્ફ્યુઝન છે', શું IPL 2024માં નહીં રમે સૂર્યકુમાર? ફિટનેસની તમામ અફવાહો પર ભારતીય બેટ્સમેને લગાવી બ્રેક

ટેસ્ટમાં ભારતની જીત-હારનો રેશિયો 
1932-1951: 0 (23 ટેસ્ટ)
1952-2000: 0.623 (313 ટેસ્ટ)
2001-2014: 1.340 (150 ટેસ્ટ)
2015-હાલ: 2.545 (93 ટેસ્ટ)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ