બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG: Rohit Sharma creates history, breaks Virat Kohli's biggest record

ક્રિકેટ / IND vs ENG: રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલીનો આ સૌથી મોટો રેકોર્ડ તોડ્યો

Megha

Last Updated: 02:11 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ઈનિંગમાં 7 રન બનાવીને ઈતિહાસ રચ્યો, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

  • કેપ્ટન રોહિત શર્માએ વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. 
  • ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ઈનિંગમાં 7 રન બનાવીને ઈતિહાસ રચ્યો છે. 
  • રોહિત શર્મા WTCમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન. 

ભારતીય ટીમના કેપ્ટન 'હિટમેન' રોહિત શર્માએ વિશાખાપટ્ટનમમાં ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચ દરમિયાન એક વિશાળ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ બેટ્સમેન વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. જણાવી દઈએ કે રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ વિઝાગમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં 41 બોલનો સામનો કરીને 14 રન બનાવ્યા હતા. 

રોહિત શર્માએ તોડ્યો વિરાટ કોહલીનો મોટો રેકોર્ડ 
રોહિત શર્માએ ઈંગ્લેન્ડ વિરુદ્ધ બીજી ઈનિંગમાં 7 રન બનાવીને ઈતિહાસ રચ્યો છે. રોહિત શર્માએ પોતાના સાથી ખેલાડી અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો એક મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. વિરાટ કોહલીને પાછળ છોડીને રોહિત શર્મા હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં 36 મેચની 60 ઇનિંગ્સમાં 39.21ની એવરેજથી 2235 રન બનાવ્યા છે. વિરાટ કોહલીએ આ દરમિયાન 4 સદી અને 10 અડધી સદી ફટકારી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં વિરાટ કોહલીનો સર્વશ્રેષ્ઠ સ્કોર 254* રન છે.   

ભારતીય કેપ્ટન રોહિત શર્માની વાત કરીએ તો તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં 29 મેચની 49 ઇનિંગ્સમાં 49.82ની એવરેજથી 2242 રન બનાવ્યા છે. રોહિત શર્મા હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. રોહિત શર્માએ આ દરમિયાન 7 સદી અને 6 અડધી સદી ફટકારી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં રોહિત શર્માનો સર્વશ્રેષ્ઠ સ્કોર 212 રન છે. 

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન ઈંગ્લેન્ડનો સ્ટાર બેટ્સમેન જો રૂટ છે. જો રૂટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં 49 મેચની 89 ઇનિંગ્સમાં 49.06ની એવરેજથી સૌથી વધુ 4023 રન બનાવ્યા છે. જો રૂટે આ સમયગાળા દરમિયાન 12 સદી અને 16 અડધી સદી ફટકારી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)માં જો રૂટનો સર્વશ્રેષ્ઠ સ્કોર 228 રન છે.     

વધુ વાંચો: VIDEO: ચાલુ મેચમાં અમ્પાયર સાથે જ મસ્તી કરવા લાગ્યો રોહિત શર્મા, પૂછ્યો આવો સવાલ, વીડિયો વાયરલ

WTCમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન 
1. રોહિત શર્મા- 2242 રન (49 ઇનિંગ્સ)
2. વિરાટ કોહલી- 2235 રન (60 ઇનિંગ્સ)
3. ચેતેશ્વર પૂજારા- 1769 રન (62 ઇનિંગ્સ)
4. અજિંક્ય રહાણે- 1589 રન (49 ઇનિંગ્સ)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ