બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Ind vs Eng 3rd Test Good news for Team India R Ashwin return in Rajkot Test BCCI informed

Ind vs Eng / ટીમ ઈન્ડિયા માટે ખુશખબર: રાજકોટ ટેસ્ટમાં આર. અશ્વિનની વાપસી, BCCIએ આપી માહિતી

Megha

Last Updated: 12:03 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચનો ચોથો દિવસ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે.

  • ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે રવિચંદ્રન અશ્વિન ફરી ટીમ સાથે જોડાયા. 
  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ પોતે આ જાણકારી આપી. 
  • ભારતીય ટીમ અત્યારે બીજા દાવમાં બેટિંગ કરી રહી છે. 

રાજકોટમાં ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ સામે ચાલી રહેલી સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે અંગત કારણોસર ભારતીય ટીમની બહાર રહેલો સ્ટાર સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન ચોથા દિવસે ફરી ટીમ સાથે જોડાઈ ગયા છે. 

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ પોતે આ જાણકારી આપી છે. ભારતીય ટીમ અત્યારે બીજા દાવમાં બેટિંગ કરી રહી છે અને અશ્વિન બેટિંગમાં આવે તેવી પૂરી સંભાવના છે. 

જણાવી દઈએ કે પરિવારમાં મેડિકલ ઈમરજન્સીના કારણે અશ્વિને ત્રીજા ટેસ્ટના ત્રીજા દિવસે મેચમાંથી બહાર જવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે તેને ફરીથી ટીમમાં સામેલ થવાની માહિતી આપી છે. આ અંગે બીસીસીઆઈએ ટ્વિટર પર લખ્યું કે, 'ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે આર અશ્વિન ફરીથી ભારતીય ટીમ સાથે જોડાવા માટે તૈયાર છે.'

વધુ વાંચો: IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ઈન્ટનેશનલ લીગ ટી20નું ચેમ્પિયન, થયો પૈસાનો વરસાદ

નોંધનીય છે કે BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ શનિવારે માહિતી આપી હતી કે અશ્વિનની માતાની તબિયત ખરાબ હતી, જેના કારણે તેણે ટેસ્ટ મેચના અધવચ્ચે ઘરે પરત ફરવું પડ્યું હતું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ