બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / ILT20 2024 Prize Money Mumbai Indians won the International League T20

ILT20 Final / IPL 2024 પહેલા મુંબઈ ઈન્ડિયન્સે ઈન્ટનેશનલ લીગ ટી20નું ચેમ્પિયન, થયો પૈસાનો વરસાદ

Megha

Last Updated: 09:54 AM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2024 પહેલા MI અમીરાતે ઇન્ટરનેશનલ લીગ T20 (ILT20) ટાઇટલ જીતી લીધું છે, નિકોલસ પૂરનની કપ્તાનીવાળી ટીમે દુબઈ કેપિટલ્સને 45 રનથી હરાવી હતી.

  • IPL 2024 પહેલા MI ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા. 
  • MI અમીરાતે ઇન્ટરનેશનલ લીગ T20 (ILT20) ટાઇટલ જીતી લીધું છે
  • નિકોલસ પૂરનની કપ્તાનીવાળી ટીમે દુબઈ કેપિટલ્સને 45 રનથી હરાવી. 

IPL 2024 પહેલા MI ફેન્સ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. MI અમીરાતે ઇન્ટરનેશનલ લીગ T20 (ILT20) ટાઇટલ જીતી લીધું છે. નિકોલસ પૂરનની કપ્તાનીવાળી ટીમે શનિવારે રમાયેલી ફાઈનલ મેચમાં દુબઈ કેપિટલ્સને 45 રનથી હરાવીને ટ્રોફી જીતી હતી. પુરન અને આન્દ્રે ફ્લેચરની તોફાની ઇનિંગ્સને કારણે MIએ 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં દુબઈની ટીમ 163 રન જ બનાવી શકી હતી.

ફાઈનલમાં પુરનનું તોફાન
દુબઈના કેપ્ટન સેમ બિલિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું નક્કી કર્યું અને MIને પ્રથમ બેટિંગ આપવામાં આવી હતી. મોહમ્મદ વસીમ અને કુશલ પરેરાની ઓપનિંગ જોડીએ MIને સારી શરૂઆત અપાવી હતી. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 6.2 ઓવરમાં 77 રનની ભાગીદારી કરી હતી. વસીમ (24 બોલમાં 43 રન)ના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા ફ્લેચરે પરેરા સાથે મળીને રનની ગતિ જાળવી રાખી હતી. જોકે, પરેરા 26 બોલમાં 38 રન બનાવીને સિકંદર રઝાનો શિકાર બન્યો હતો.  

એ બાદ ફ્લેચરે 37 બોલમાં 53 રન બનાવ્યા જેમાં 3 ફોર અને 4 સિક્સ સામેલ હતી. તેના આઉટ થયા પછી, પુરને જોરદાર પ્રદર્શનની શરુઆત કરી હતી, પણ એક સમયે એમ લાગતું હતું કે MI બેસોનો આંકડો પાર કરી શકશે નહીં. જો કે પુરને ટીમને 208ના સ્કોર સુધી પહોંચાડી હતી. તેણે માત્ર 27 બોલમાં 211.11ની સ્ટ્રાઈક રેટથી 57 રન બનાવ્યા હતા. તેની સામે ફાઈનલ મેચમાં સ્કોરનો પીછો કરતા દુબઈ કેપિટલ્સ માત્ર 163 રન જ બનાવી શકી હતી.

ઇન્ટરનેશનલ લીગ T20 2024નું ટાઇટલ જીતનાર MI અમીરાતને 700,000 યુએસ ડોલર (લગભગ રૂ. 5.80 કરોડ) મળ્યા છે. આ સિવાય રનર્સઅપ રહેલી દુબઈ કેપિટલ્સને પણ કરોડો રૂપિયા મળ્યા હતા. દુબઈ કેપિટલ્સને ઉપવિજેતા બનવા બદલ 300,000 યુએસ ડોલર (આશરે રૂ. 2.50 કરોડ) મળ્યા છે. 

વધુ વાંચો: 6,4,4,6,6...યશસ્વી જયસ્વાલની તોફાની સદી, અંગ્રેજોને બેઝબોલની માફક ધોયા, 322 રનની લીડ

MI અમીરાત ગત સિઝનમાં ટ્રોફીથી થોડાક પગલાં દૂર હતી
ILT20ની શરૂઆત ગયા વર્ષે કરવામાં આવી હતી. આ છ ટીમોની લીગની પ્રથમ સિઝનમાં, MI અમીરાત ટ્રોફીની ખૂબ જ નજીક આવી હતી, પરંતુ ક્વોલિફાયર 2માં ગલ્ફ જાયન્ટ્સના હાથે હારનો સામનો કર્યા બાદ ખિતાબની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. ફાઇનલમાં ડેઝર્ટ વાઇપર્સને હરાવીને ગલ્ફ જાયન્ટ્સ ILT20ની પ્રથમ ચેમ્પિયન ટીમ બની હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ