બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Yashaswi Jaiswal scored a century in a storming fashion in Rajkot, also completing 400 runs in the series.

INDvsENG / 6,4,4,6,6...યશસ્વી જયસ્વાલની તોફાની સદી, અંગ્રેજોને બેઝબોલની માફક ધોયા, 322 રનની લીડ

Pravin Joshi

Last Updated: 05:19 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યશસ્વીએ 122 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી પોતાની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી પૂરી કરી હતી. યશસ્વી અત્યારે શાનદાર ફોર્મમાં છે.

  • ઈંગ્લેન્ડ સામે યશસ્વી જયસ્વાલે શાનદાર સદી ફટકારી 
  • ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 319 રન બનાવી શકી હતી
  • યશસ્વીએ 122 બોલમાં ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી ફટકારી

શાનદાર ફોર્મમાં ચાલી રહેલા યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે રાજકોટ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડના બોલરોને આડે હાથ લીધા હતા. બીજી ઈનિંગમાં ડાબા હાથના બેટ્સમેન યશસ્વીની શાનદાર સદીના કારણે ભારતીય ટીમ મોટી લીડ તરફ આગળ વધી રહી છે. પ્રથમ દાવમાં 10 રન બનાવનાર યશસ્વીએ 122 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી પોતાની ટેસ્ટ કારકિર્દીની ત્રીજી સદી પૂરી કરી હતી. યશસ્વી અત્યારે શાનદાર ફોર્મમાં છે. બીજી વિકેટ માટે તેણે શુભમન ગિલ સાથે 100થી વધુ રનની ભાગીદારી કરી હતી. 29 ઇનિંગ્સમાં જયસ્વાલની આ ચોથી આંતરરાષ્ટ્રીય સદી છે. સદી પહેલા તેણે 73 બોલમાં પ્રથમ 35 રન બનાવ્યા હતા, જ્યારે તે પછી તેણે છેલ્લા 49 બોલમાં 75 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ આ સમયે સારી સ્થિતિમાં પહોંચી ગઈ

ઇંગ્લેન્ડને પ્રથમ દાવમાં 319 રનમાં સમેટી લીધા પછી ભારતીય ટીમની બીજી ઇનિંગની શરૂઆત સારી રહી ન હતી. કેપ્ટન રોહિત શર્મા 19 બોલમાં આઉટ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. રોહિત પાર્ટ ટાઇમ સ્પિનર ​​જો રૂટના હાથે LBW આઉટ થયો હતો. 30ના સ્કોર પર પ્રથમ વિકેટ પડ્યા બાદ યશસ્વી જયસ્વાલને શુભમન ગિલનો સાથ મળ્યો હતો. બંનેએ ઇનિંગ્સને સંભાળી હતી. એક તરફ જ્યારે યશસ્વીએ આક્રમક વલણ અપનાવ્યું, તો બીજી તરફ ગિલ એક સમયે એક રન લઈને તેના પાર્ટનરને સ્ટ્રાઈક આપતો રહ્યો. પરિણામે ભારતીય ટીમ આ સમયે સારી સ્થિતિમાં પહોંચી ગઈ છે.

વધુ વાંચો : ઈશાન કિશનને BCCIની વોર્નિંગ! જય શાહે ખેલાડીઓને લેટરમાં જુઓ શું સંદેશ આપ્યો

યશસ્વીએ વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં બેવડી સદી ફટકારી હતી

વિશાખાપટ્ટનમમાં રમાયેલી શ્રેણીની બીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે બેવડી સદી ફટકારી હતી. તેણે પ્રથમ દાવમાં 209 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં તે 17 રન બનાવીને આઉટ થયો હતો. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ભારત ભલે હારી ગયું હોય, પરંતુ ત્યાં પણ યશસ્વીએ પ્રથમ ઇનિંગમાં 80 રન બનાવ્યા હતા, જ્યારે બીજી ઇનિંગમાં તે 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં ઓપનર બેન ડકેટે મુલાકાતી ટીમ માટે 153 રનની ઇનિંગ રમી હતી. 2000 પછી ભારતમાં ટેસ્ટ મેચોમાં બેટ્સમેન દ્વારા આ સૌથી ઝડપી 150 રનની ઇનિંગ્સ છે. ડકેટે આ ઈનિંગ 151 બોલમાં રમી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ