બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / સ્પોર્ટસ / Cricket / BCCI warning to Ishan Kishan! See what message Jai Shah gave to the players in the letter

સ્પોર્ટ્સ / ઈશાન કિશનને BCCIની વોર્નિંગ! જય શાહે ખેલાડીઓને લેટરમાં જુઓ શું સંદેશ આપ્યો

Priyakant

Last Updated: 03:48 PM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jay Shah Letter To Cricketer Latest News : ઈશાનનો પ્લાન શું છે તે કોઈને ખબર નથી. તે હોમ ટીમ તરફથી રણજી ટ્રોફી પણ રમ્યો નહોતો, હવે BCCI અને ટીમ મેનેજમેન્ટ ઈશાનના આ વલણથી દેખાઈ રહ્યું છે નારાજ

  • ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશનને લઈ મોટા સમાચાર 
  • ઇશાન કિશને પોતાની મરજીથી ક્રિકેટમાંથી બ્રેક લીધો 
  • BCCI અને ટીમ મેનેજમેન્ટ ઈશાનના આ વલણથી નારાજ દેખાઈ

Jay Shah Letter To Cricketer : ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશન માટે હાલ કઈ સારું નથી ચાલી રહ્યું. વાત જાણે એમ છે કે, ઇશાન કિશને પોતાની મરજીથી ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. આ પછી તેણે BCCI, ટીમ મેનેજમેન્ટ, કોચ અને પોતાની ઘરની ટીમને પણ કંઈ કહ્યું નહીં. ઈશાનનો પ્લાન શું છે તે કોઈને ખબર નથી. તે હોમ ટીમ તરફથી રણજી ટ્રોફી પણ રમ્યો નહોતો.આ તરફ હવે BCCI અને ટીમ મેનેજમેન્ટ ઈશાનના આ વલણથી નારાજ દેખાઈ રહ્યું છે. BCCI સેક્રેટરી જય શાહે પણ ઘણી વખત ઈશારા દ્વારા આ વાતનો ઈશારો કર્યો છે.

જય શાહે ખેલાડીઓને પત્ર લખ્યો 
ફરી એકવાર જય શાહે તમામ ખેલાડીઓને પત્ર લખીને સ્પષ્ટ કર્યું છે કે, બોર્ડ માટે ડોમેસ્ટિક ક્રિકેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો કોઈ ખેલાડી IPLને પ્રાધાન્ય આપે છે અને સ્થાનિક ક્રિકેટની અવગણના કરે છે તો તે તેના માટે સારું નહીં હોય. આના પરિણામો ખરાબ આવશે.BCCI સેક્રેટરી જય શાહે કોન્ટ્રાક્ટ અને ભારત A ના ખેલાડીઓને પત્ર લખીને ચેતવણી આપી છે કે, જેઓ ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમી રહ્યા. જય શાહે પત્ર લખીને ટોચના ક્રિકેટરોને ચેતવણી આપી હતી કે, રાષ્ટ્રીય ટીમમાં પસંદગી માટે સ્થાનિક ક્રિકેટ મહત્ત્વનો માપદંડ બની ગયો છે અને તેમાં ભાગ ન લેવાના ખરાબ પરિણામો આવશે.

ડોમેસ્ટિક ક્રિકેટ કરતાં IPLને આપવામાં આવેલી પ્રાથમિકતા ખોટી 
એક અહેવાલ મુજબ આજકાલ કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક રેડ-બોલ ક્રિકેટને ઓછી અને IPLને વધુ પ્રાથમિકતા આપવા લાગ્યા છે. તેનો ટ્રેન્ડ શરૂ થયો છે. આ જ કારણ છે કે જય શાહને પત્ર લખવો પડ્યો. તેણે પત્રમાં લખ્યું, તાજેતરમાં એક ટ્રેન્ડ સામે આવ્યો છે, જે ચિંતાનો વિષય છે. કેટલાક ખેલાડીઓ ડોમેસ્ટિક ક્રિકેટ કરતાં IPLને પ્રાથમિકતા આપવા લાગ્યા છે. જય શાહે કહ્યું કે, આ પરિવર્તનની અપેક્ષા નહોતી. ભારતીય ક્રિકેટ ઘરેલું ક્રિકેટના પાયા પર ઊભું છે અને તેને ક્યારેય ઓછું મહત્વ આપવામાં આવ્યું નથી. ભારતીય ક્રિકેટ માટે અમારું વિઝન શરૂઆતથી જ સ્પષ્ટ રહ્યું છે. દરેક ખેલાડી જે ભારત માટે રમવા માંગે છે તેણે ઘરેલુ ક્રિકેટમાં પોતાને સાબિત કરવું પડશે. ટીમ ઈન્ડિયામાં પસંદગી માટે ડોમેસ્ટિક ક્રિકેટમાં પ્રદર્શન મહત્વપૂર્ણ છે. ડોમેસ્ટિક ક્રિકેટ નહીં રમવાના ગંભીર પરિણામો આવશે.

વધુ વાંચો: રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસે કાળી પટ્ટી બાંધીને ઉતરી ટીમ ઈન્ડિયા, જાણો શું છે કારણ

દીપક ચહર પણ રણજી ટ્રોફી રમ્યો ન હતો
જય શાહની ચેતવણીને ઈશાન માટે સીધી રીતે લઈ શકાય છે, કારણ કે આ નિવેદન પણ બરાબર ત્યારે આવ્યું છે જ્યારે ઈશાન રણજીમાં જોવા મળ્યો ન હતો અને તેણે ભારતીય ટીમમાંથી બ્રેક પણ લીધો હતો. તે ઝારખંડ માટે રમે છે. ઈશાન સિવાય ફાસ્ટ બોલર દીપક ચહર પણ રણજી રમ્યો ન હતો.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ