બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG 2nd Test India defeated England by 106 runs to level the Test series

ક્રિકેટ / IND Vs ENG 2nd Test: 106 રનથી ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડનું કોકડું વાળી દીધું, સીરીઝ 1-1ના લેવલે પહોંચી

Megha

Last Updated: 02:29 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ ખૂબ જ રોમાંચક રહી, બીજી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 106 રનથી હરાવી ને ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર કરી લીધી છે.

  • ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ ખૂબ રોમાંચક રહી. 
  • ભારતે ઇંગ્લેન્ડને 106 રનથી હરાવી ને ટેસ્ટ સીરિઝમાં 1-1થી બરાબર કરી લીધી છે. 

IND vs ENG 2જી ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 106 રનથી હરાવી ને ટેસ્ટ સીરિઝમાં 1-1થી બરાબર કરી લીધી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. આજે આ ટેસ્ટના ચોથા દિવસે ભારતીય સ્પિનરો ઈંગ્લેન્ડના પ્રખ્યાત 'બેઝબોલ' પર હાવી રહ્યા હતા.

આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો જેનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ 292 રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ સીરિઝ 1-1થી બરાબર કરી લીધી છે. બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી ટેસ્ટ ખૂબ જ રોમાંચક રહી હતી. વિશાખાપટ્ટનમના ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ આ મેચમાં ચોથા દિવસે એટલે કે આજે ઈંગ્લેન્ડને જીતવા માટે 332 રન બનાવવાના હતા અને તેની સામે ભારતને નવ વિકેટની જરૂર હતી. શુભમન ગિલની સદીની મદદથી ભારતે ઈંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપ્યો હતો. 

વધુ વાંચો: હવે ક્યાં છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી? જે એક સમયે કહેવાતો 'The Sultan of Swing'

આ પહેલા ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 396 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને તેની પ્રથમ ઇનિંગમાં 253 રનમાં આઉટ કરી 143 રનની લીડ મેળવી હતી. જસપ્રીત બુમરાહે પ્રથમ દાવમાં ઇંગ્લેન્ડને 253 રનમાં આઉટ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, જેણે 45 રનમાં 6 વિકેટ ઝડપી હતી. તેના સિવાય કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ