બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / where is Bhuvneshwar Kumar the star player of Team India once called 'The Sultan of Swing'

ક્રિકેટ / હવે ક્યાં છે ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી? જે એક સમયે કહેવાતો 'The Sultan of Swing'

Megha

Last Updated: 12:56 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એક એવા બોલર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હાલ ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી, પરંતુ એક સમયે તેને સ્વિંગ નો સુલતાન પણ કહેવામાં આવતો હતો.

  • સ્વિંગ નો સુલતાન કહેવાતા બોલર ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યા છે. 
  • ભુવનેશ્વર કુમારે ભારત માટે છેલ્લે વર્ષ 2018માં ટેસ્ટ મેચ રમી હતી. 
  • ભુવનેશ્વર કુમારે ભારત માટે અત્યાર સુધી 21 ટેસ્ટ મેચ રમી છે.

ભારત અને ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝની પહેલી બે મેચોમાં ફક્ત જસપ્રીત બુમરાહ જે એક એવા બોલર છે જેની સામે ઈંગ્લેન્ડના બેટ્સમેન રણ બનાવી શક્યા નહતા. પહેલા મેચ દરમિયાન મોહમ્મદ સિરાજ હોય કે બીજા મેચ દરમિયાન મુકેશ કુમાર બંને બોલર સ્ટ્રગલ કરતાં નજર આવ્યા હતા. આ પરિસ્થિતિ એ જણાવે છે કે ટીમ ઈન્ડિયાને મોહમ્મદ શમી જેવા ફાસ્ટ બોલરની ખામી વર્તાઇ રહી છે. 

આજે અમે તમને એક એવા બોલર વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે હાલ ટીમ ઈન્ડિયાનો હિસ્સો નથી, પરંતુ એક સમયે તેને સ્વિંગ નો સુલતાન પણ કહેવામાં આવતો હતો. અમે વાત કરી રહ્યા છીએ ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારની જે છેલ્લા થોડા સમયથી ટીમ ઇન્ડિયામાંથી બહાર ચાલી રહ્યા છે.  

34 વર્ષના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનો આજે જન્મદિવસ છે. ભુવનેશ્વર કુમારનો જન્મ 5 ફેબ્રુઆરી 1990ના રોજ મેરઠમાં પોલીસ અધિકારી કિરણ પાલ સિંહને ત્યાં થયો હતો. તેની બહેને તેને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યો અને જ્યારે તે 13 વર્ષનો હતો ત્યારે તેને તેના પ્રથમ કોચિંગ સેન્ટરમાં લઈ ગયા. જો કે હાલમાં તે ભારતીય ટીમની બહાર છે પરંતુ હજુ સનરાઇઝર્સ હૈદરાબાદ IPL 2024માં ટીમનો ભાગ છે.

ભુવનેશ્વર કુમારે ભારત માટે છેલ્લે વર્ષ 2018માં ટેસ્ટ મેચ રમી હતી, જ્યારે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ વર્ષ 2022માં રમી હતી. આ પછી ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થઈ ગયો અને હવે તે થોડા સમય પહેલા જ મેદાનમાં પાછો ફર્યો છે, પરંતુ તેના માટે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવી મુશ્કેલ લાગી રહી છે. ભુવનેશ્વર કુમારની વિશેષતા શરૂઆતની ઓવરોમાં બોલને સ્વિંગ કરાવવાની અને ઓછા રન આપીને વિરોધી ટીમને પ્રારંભિક ફટકો આપવાની હતી. 

વધુ વાંચો: IND vs ENG: 'આ 2 ભારતીય બેટ્સમેન વિશ્વ વર્લ્ડ ક્રિકેટ પર રાજ કરશે', સેહવાગે કરી મોટી ભવિષ્યવાણી

જણાવી દઈએ કે ભુવનેશ્વર કુમારે ભારત માટે અત્યાર સુધી 21 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન 63 વિકેટ લીધી છે અને 121 ODI મેચમાં 141 વિકેટ લીધી છે. ભુવનેશ્વરે ટીમ ઈન્ડિયા માટે 87 T20 મેચમાં 90 વિકેટ લીધી છે. આજે BCCIએ ભુવનેશ્વર કુમારને તેના 34માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ