બ્રેકિંગ ન્યુઝ

logo
logo

દિલ્હીમાં સ્કૂલ બાદ હવે હોસ્પિટલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, પોલીસે શરૂ કરી તપાસ

logo

સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ

logo

સુરતમાં હિન્દુ નેતા ઉપદેશ રાણાને ધમકીનો કેસ, સુરત ક્રાઈમ બ્રાન્ચે શકીલ સતાર શેખ નામના શખ્સની કરી ધરપકડ

logo

નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ, કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો

logo

ડાંગ જીલ્લાના વાતાવરણમાં પલટો, સાપુતારામાં બરફના કરા સાથે વરસાદ

logo

દાહોદ જિલ્લાના વાતાવરણમાં આવ્યો અચાનક પલટો, લીમડી, કારઠ, દેપાડા, કચુંબર સહીતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ

logo

દાંડીના દરિયામાં એક જ પરિવારના 6 લોકો ડૂબ્યા, બે લોકોને બચાવી લેવાયા, 4 લોકોની શોધખોળ શરૂ

logo

પંચમહાલ પોલીસને NEET પરીક્ષા કૌભાંડ મામલે મોટી સફળતા, માસ્ટર માઈન્ડ તુષાર ભટ્ટ અને વચેટીયા આરીફ વ્હોરાની ધરપકડ

logo

સુરત: બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો, 3 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટની આપી હતી ધમકી

logo

ક્ષત્રિય સંકલન સમિતિ પરના આરોપને લઇ રમજુભાનો જવાબ, પી.ટી. જાડેજા મામલે સમાધાન થઈ ગયું છે

VTV / ગુજરાત / 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

લોકસભા ચૂંટણી 2024 / 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

Last Updated: 03:35 PM, 28 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીએ આપેલા રાજા-મહારાજાઓ વિશેના નિવેદન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. સાથે જ તેમણે પ્રિયંકા ગાંધીએ ભાજપ પર લગાવેલા આરોપનો પણ જવાબ આપ્યો છે.

લોકસભાની ચૂંટણી વચ્ચે દરેક રાજકીય પાર્ટીના નેતાઓ પોતપોતાના પક્ષનો પ્રચાર કરી રહ્યા છે. એ દરમિયાન એકબીજા પર આક્ષેપો પણ લગાવી રહ્યા છે. ત્યારે હવે રાહુલ ગાંધીએ આપેલા નિવેદન મુદ્દે રાજકારણ ગરમાયું છે અને હવે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ આપેલા રાજા-મહારાજાઓ વિશેના નિવેદન પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસ પર રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા છે. સાથે જ તેમણે પ્રિયંકા ગાંધીએ ભાજપ પર લગાવેલા આરોપનો પણ જવાબ આપ્યો છે.

રાહુલ ગાંધીના રાજાઓ અંગેના નિવેદનને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રહારો કરતા કહ્યું કે કોંગ્રેસ પાર્ટીનો વર્ષોથી આ વ્યવહાર રહ્યો છે. કોંગ્રેસના ભાષણોમાં નવાબ અને નિઝામોએ કરેલા જુલ્મોનો ઉલ્લેખ ક્યારેય નથી હોતો, પણ જે રાજાઓએ દેશને એક કરવા માટે પોતાના રજવાડાઓ આપી દીધા એવા રાજાઓ માટે કોંગ્રેસના શહઝાદા દ્વારા બોલવામાં બાકી રાખવામાં નથી આવ્યું. ગરીબોની યોજનાઓ થકી દેશના લોકોને લૂંટવાનું કામ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસે રજવાડાઓ માટે જે પ્રકારનું નિવેદન આપ્યું છે એનાથી સમાજમાં રોશની લાગણી ફેલાઈ છે. રાહુલ ગાંધીના બેફામ નિવેદનોને લઈને રાહુલ ગાંધી સામે સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે.

આ પછી પ્રિયંકા ગાંધીએ શનિવારે રેલીમાં ભાજપ પર લગાવેલા આરોપોનો જવાબ આપતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા. પરંતુ તેનો વિરોધ પણ કોંગ્રેસ દ્વારા જ કરવામાં આવ્યો હતો. તેઓ ભૂલી ગયા કે આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવવાની વાત આવી હતી ત્યારે તેમણે વિરોધ કર્યો હતો.

વધુ વાંચો: રાહુલ ગાંધીના રાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલની પ્રતિક્રિયા

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ પરના નિવેદન બાદ ઘણા નેતાઓએ તેમના પર પ્રહારો કર્યા છે. અગાઉ શક્તિસિંહ ગોહિલ અને સી આર પાટીલે પણ રાહુલ ગાંધીને આડેહાથ લીધા. જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે પહેલા રાજા-મહારાજાઓ પોતાના રાજમાં જે મનફાવે એ કરતા હતા. તેઓ લોકોની જામીન બળજબરીથી લઈ લેતા હતા. ત્યારે રહિલ ગાંધીના આ નિવેદન બાદ રાજપૂત સમાજમાં ભારે આક્રોશની લાગણી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ