બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / સુરતને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવી ભારે પડી, ઉધના પોલીસે ઉત્તર પ્રદેશના શખ્સની કરી ધરપકડ
Last Updated: 07:52 PM, 12 May 2024
સુરતમાં ત્રણ જગ્યાએ બોમ્બ મુકવાની ધમકીથી પોલીસ તંત્રમાં હલચલ મચી ગઈ હતી. 7:30 સે 11:55 કે બીચ તીન જગહ પર બોમ્બ ધમાકા હોગા રોક સકો તો રોક લો એવું કહીને નરાધમ શખ્સે ફોન મૂકી દીધો હતો.
ADVERTISEMENT
પોલીસને હેરાન કરવા કાવતરૂં કર્યું
ADVERTISEMENT
કંટ્રોલ રૂમને આ ફોન આવતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક ઉચ્ચ પોલીસ અધિકારીને આ બાબતની જાણકારી આપવામાં આવી. ગણતરીની મિનિટોમાં ફોનની ધમકીને ગંભીરતાથી લઈ સુરત શહેરની SOG,PCB, DCB, સાયબર ક્રાઇમ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ અને માણસો બોમ્બની ધમકી સામે કામગીરી કરવા કામે લાગી ગયા હતા.
બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારો ઝડપાયો
પોલીસને ફોન કયા વિસ્તારમાંથી આવ્યો એ ખબર હતી પણ એનું એકઝેક્ટ લોકેશન પકડમાં નહોતુ આવતું પણ ઉધના વિસ્તાર જ્યાથી ફોન આવ્યો હતો ત્યાં આરોપીની શોધખોળ કરવામાં આવી હતી. ધમકી પ્રમાણે ચાર કલાક વીતતા બોમ્બ વિસ્ફોટ ન થતા કોઈએ મસ્તી કરી હોય તેવું સામે આવતા ઉધના વિસ્તારમાં પોલીસે શોધખોળ શરૂ કરી હતી જેમાં પોલીસે આશિષ સિંગ નામના શખ્સની ધરપકડ કરીને પુછપરછ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT