બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / IND vs ENG These 2 Indian batsmen will rule world cricket Sehwag makes big prediction
ADVERTISEMENT
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં પાંચ ટેસ્ટ મેચની બીજી મેચ રમાઈ રહી છે. આ મેચની બંને ઇનિંગ્સમાં ભારતીય બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને યશસ્વી જયસ્વાલે જે રીતે પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારી અને શુભમન ગિલે બીજી ઈનિંગમાં સદી ફટકારી તે ખૂબ જ વખાણવાલાયક છે.
Glad to se two youngsters, both under 25 rising to the ocassion and standing out.
— Virender Sehwag (@virendersehwag) February 4, 2024
Very likely that these two will dominate world cricket for the next decade and more. pic.twitter.com/fYzh8oOnaL
ADVERTISEMENT
આ બંને ખેલાડીઓની બેટિંગની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. ભારતીય ટીમનો પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ પણ હવે શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલની બેટિંગનો ચાહક બની ગયા છે.
ADVERTISEMENT
સેહવાગે હૃદય સ્પર્શી વાત લખી
યશસ્વી જયસ્વાલે વિશાખાપટ્ટનમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં શાનદાર બેવડી સદી ફટકારી હતી. જયસ્વાલે આ ઇનિંગમાં 209 રન બનાવ્યા હતા. જયસ્વાલની ટેસ્ટ કારકિર્દીની આ પ્રથમ બેવડી સદી હતી. બીજી ઇનિંગમાં શુભમન ગિલે શાનદાર ઇનિંગ રમી હતી. ગિલે બીજી ઇનિંગમાં 104 રન બનાવ્યા હતા.
Virender Sehwag said - "These two Shubman Gill and Yashasvi Jaiswal will dominate world cricket". (TOI) pic.twitter.com/jQNDd3KLjT
— CricketMAN2 (@ImTanujSingh) February 4, 2024
ADVERTISEMENT
હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે આ બંને ખેલાડીઓ માટે સોશિયલ મીડિયા પર એક હૃદયસ્પર્શી પોસ્ટ લખી છે. વીરેન્દ્ર સેહવાગે લખ્યું, '25 વર્ષથી ઓછી ઉંમરના બે યુવાનોને જોઈને આનંદ થયો અને ટેસ્ટ ક્રીકટમાં આવા સમયે તેઓ ટીમ માટે આગળ આવ્યા. તે ખૂબ જ સંભવ છે કે આ બંને આગામી દાયકા કે તેથી વધુ સમય સુધી વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ જમાવશે.'
ADVERTISEMENT
જયસ્વાલ અને ગિલની મદદથી ભારત પાસે 399 રનની લીડ છે.
વિશાખાપટ્ટનમ ટેસ્ટના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ બીજી ઈનિંગમાં 255 રન બનાવ્યા હતા. જે બાદ ટીમ ઈન્ડિયા પાસે 398 રનની લીડ છે. આ મેચમાં ભારતીય ટીમ હવે ઈંગ્લેન્ડ પર બાજી સંભાળી રહી હોય તેવું લાગી રહ્યું છે. જસપ્રીત બુમરાહે ભારતીય ટીમ માટે પ્રથમ દાવમાં શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે પ્રથમ દાવમાં 6 વિકેટ ઝડપી હતી. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 253 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.