ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / shubman gill given ultimatum by team management before india vs england visakhapatnam test gill century in ind vs eng vizag test tspo

ક્રિકેટ / શુભમન ગિલનું પત્તું કટ થવાનું નક્કી જ હતું! ટીમ મેનેજમેન્ટની વોર્નિંગવાળી વાત થઈ 'આઉટ', ખુલાસાથી સૌ કોઈ ચોંકયા

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:45 PM, 4 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cricket News: શુભમન ગિલની છેલ્લી અડધી સદી માર્ચ 2023માં આવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટમાં 128 રનની સીધી ઇનિંગ રમીને સદી ફટકારી હતી

ADVERTISEMENT

  • ગિલે 6 ટેસ્ટ મેચની 11 ઇનિંગ્સમાં એકપણ અર્ધશતક ફટકારી ન હતી
  • આ મેચ બાદ ગિલને ટીમમાંથી હટાવવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી
  • મેચના ત્રીજા દિવસે ગિલે 104 રનની શાનદાર ઇનિંગ રમી 


ભારતીય ટીમ અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 2 ફેબ્રુઆરીથી વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમે ઈંગ્લેન્ડને 399 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં સ્ટાર ખેલાડી શુભમન ગિલે 104 રનની શાનદાર ઇનિંગ રમી હતી.પરંતુ આ દરમિયાન એક ખુલાસો સામે આવ્યો છે કે, આ મેચ બાદ ગિલને ટીમમાંથી હટાવવાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવી હતી. તેનું કારણ ગિલનું ખરાબ ફોર્મ હતું. ગીલે છેલ્લી 6 ટેસ્ટ મેચની 11 ઇનિંગ્સમાં એકપણ અર્ધશતક ફટકારી ન હતી.

સતત નિષ્ફળતા હાથે લાગી હતી
શુભમન ગિલની છેલ્લી અડધી સદી માર્ચ 2023માં આવી હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે અમદાવાદ ટેસ્ટમાં 128 રનની સીધી ઇનિંગ રમીને સદી ફટકારી હતી. આ જ કારણ હતું કે ટીમ મેનેજમેન્ટે ગિલને સતત તક આપવા અને હજુ પણ રન ન બનાવવાને કારણે આકરો નિર્ણય લીધો હતો. એક મીડિયા અહેવાલ મુજબ ભારતીય ટીમ મેનેજમેન્ટે શુભમનને અલ્ટીમેટમ આપ્યું હતું કે જો ગિલ વિઝાગ ટેસ્ટ મેચમાં નંબર-3 પર રમી શકશે નહીં તો આ તેની છેલ્લી તક હશે. જો તે નિષ્ફળ જશે તો શુભમન ગીલને ડોમેસ્ટિક ક્રિકેટ રમવા જવું પડશે.

વાંચવા જેવું: મેચનો મજેદાર ફોટો: હેલમેટ પહેરીને મેચ જોઈ રહેલા કાકાની તસવીરે મચાવી ધૂમ, તમે પણ જોઈ જ લો

ટીમ મેનેજમેન્ટ તરફથી ચેતવણી મળી હતી
શુભમને તેની ભૂલો સુધારવામ બીજી અને ત્રીજી ટેસ્ટ દરમિયાન ઘરેલુ ક્રિકેટ રમવા માટે કહેવામાં આવ્યું હતું. જે સ્થિતિમાં તે 9 ફેબ્રુઆરીથી મોહાલીમાં ગુજરાત સામે પંજાબ તરફથી રમી રહ્યો હોત. ટીમ મેનેજમેન્ટ તરફથી ચેતવણી મળ્યા બાદ શુભમન ગિલે તેના પરિવારને પણ આ વાત જણાવી હતી. અહેવાલો મુજબ ગિલે તેના પરિવારને કહ્યું હતું કે, હું મોહાલી જઈશ અને ગુજરાત સામે રણજી ટ્રોફી મેચ રમીશ. આ રીતે ગિલે બીજી ઇનિંગમાં સદી ફટકારી હતી તમને જણાવી દઈએ કે વિશાખાપટ્ટનમ ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં શુભમન ગિલ સંપૂર્ણ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાઈ રહ્યો હતો. જોકે તે સમયે તે માત્ર 34 રન જ બનાવી શક્યો હતો. 
    

સંકળાયેલા મુદ્દાઓ

Cricket News India vs England Shubman Gill Team Management શુભમન ગિલ cricket news

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ