બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AFG Rohit Sharma retired in the first superover, how to bat again in the second? Know what the rule is

IND vs AFG / પહેલી સુપરઓવરમાં રોહિત શર્મા રિટાયર્ડ, તો બીજીમાં ફરી કઈ રીતે કરી બેટિંગ? જાણો શું છે નિયમ

Megha

Last Updated: 12:20 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ ઐતિહાસિક મેચમાં ઘણો ડ્રામા જોવા મળ્યો હતો. આ દરમિયાન વધુ એક ડ્રામા થયો કે બીજી સુપર ઓવરમાં રોહિત શર્મા ફરી બેટિંગ કરવા આવ્યો હતો.

  • ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી મેચમાં ઘણો ડ્રામા જોવા મળ્યો હતો. 
  • ભારતે અફઘાનિસ્તાનને 10 રને હરાવીને ત્રણ મેચની સીરિઝ 3-0 થી જીતી લીધી. 
  • બીજી સુપર ઓવરમાં રોહિત શર્માને ફરી બેટિંગ કરવા આવતા જોઈને બધા ચોંકી ગયા હતા.

T20I ક્રિકેટના ઈતિહાસમાં ડબલ સુપર ઓવર બુધવારે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ ઐતિહાસિક મેચમાં ઘણો ડ્રામા જોવા મળ્યો હતો. ભારતીય ટીમે ત્રીજી અને અંતિમ ટી20 મેચની બીજી સુપર ઓવરમાં અફઘાનિસ્તાનને 10 રને હરાવીને ત્રણ મેચની ટી20 સીરિઝ 3-0 થી જીતી લીધી હતી. કેપ્ટન રોહિત શર્મા (અણનમ 121) અને રિંકુ સિંહ (અણનમ 69) વચ્ચેની 190 રનની ભાગીદારીને કારણે ભારતે 212/4નો સ્કોર બનાવ્યો, જેના જવાબમાં અફઘાનિસ્તાને પણ 20 ઓવરમમાં 212/6નો સ્કોર બનાવ્યો હતો. 

પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્તાનની ટીમ 16 રન બનાવી શકી અને ભારતને જીતવા માટે 17 રનનો ટાર્ગેટ મળ્યો. જો કે ટીમ ઈન્ડિયા પણ 16 રન બનાવી શકી, જેના કારણે મેચ ટાઈ થઈ અને ફરી એક સુપરઓવર રમાઈ બીજી સુપર ઓવરમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 11 રન બનાવ્યા અને ત્યારબાદ લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈની શાનદાર બોલિંગના આધારે અફઘાનિસ્તાનને 10 રને હરાવ્યું.

બીજી સુપર ઓવરમાં રોહિતે બેટિંગ કરી ત્યારે હોબાળો થયો  
હવે આ દરમિયાન વધુ એક ડ્રામા થયો કે બીજી સુપર ઓવરમાં રોહિત શર્મા ફરી બેટિંગ કરવા આવ્યો હતો. રોહિતે પ્રથમ સુપર ઓવરમાં બેટિંગ કરી હતી પરંતુ છેલ્લા બોલ પર પોતાને રિટાયર્ડ થઈને પેવેલિયન પરત ફર્યો હતો. પ્રથમ સુપર ઓવર દરમિયાન, જ્યારે ટીમ ઈન્ડિયાને છેલ્લા બોલ પર જીતવા માટે બે રનની જરૂર હતી, ત્યારે કેપ્ટન રોહિત શર્માની જગ્યાએ રિંકુ સિંહ મેદાનમાં આવ્યો હતો. રોહિત શર્માએ આ નિર્ણય એટલા માટે લીધો હતો કે રિંકુ સિંહ ઝડપથી દોડી શકે. જોકે, એવું ન થયું અને ભારતીય ટીમને છેલ્લા બોલ પર માત્ર એક રન મળ્યો અને મેચ ફરી એકવાર ટાઈ થઈ ગઈ.

પરંતુ જ્યારે બીજી સુપર ઓવરમાં જ્યારે ભારતીય ટીમ ફરીથી બેટિંગ કરવા ઉતરી ત્યારે રોહિત શર્માને ફરી એકવાર બેટિંગ કરવા આવતા જોઈને બધા ચોંકી ગયા હતા. વાત એમ છે કે ICCના નિયમો અનુસાર, સુપર ઓવરમાં એક વખત આઉટ થનાર ખેલાડી આગામી સુપર ઓવરમાં બેટિંગ કરી શકશે નહીં. આવી સ્થિતિમાં, જ્યારે ચાહકોએ રોહિત શર્માને બેટિંગ કરવા આવતા જોયો, ત્યારે તેમના મનમાં એક જ પ્રશ્ન હતો કે રોહિત શર્મા પ્રથમ સુપર ઓવર દરમિયાન રોહિત શર્મા રિટાયર્ડ આઉટ થયો હતો પણ ફ્રી કેવી રીતે બેટિંગ કરવા આવ્યો? એ બાદ એવી ચર્ચા ચાલુ થઈ કે રોહિત શર્મા ફરીથી બેટિંગ કરવા આવવાનો મતલબ એ છે કે તે રિટાયર્ડ હર્ટ થયો હોવો જોઈએ અને કારણ કે રિટાયર્ડ આઉટ થયેલો ખેલાડી સુપર ઓવરમાં ફરીથી બેટિંગ કરી શકતો નથી.

શું કહે છે નિયમ 
રમતના નિયમો અનુસાર, કોઈપણ બેટ્સમેન જે અગાઉની સુપર ઓવરમાં આઉટ થયો હોય તે આગામી સુપર ઓવરમાં બેટિંગ કરી શકતો નથી. અહીં, રોહિતને સુપર ઓવરમાં બીજી વખત બેટિંગ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં કારણ કે તે 'રિટાયર્ડ હર્ટ' નહોતો. તેઓ પોતે રિટાયર્ડ આઉટ થયા હતા.

રિટાયર્ડ આઉટ અને રિટાયર્ડ હર્ટ વચ્ચે શું તફાવત છે?
ICC પ્લેઇંગ કન્ડિશન 25.4.2- જો કોઈ બેટ્સમેન ઈજા અથવા કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યાને કારણે નિવૃત્ત થાય છે, તો તેને રિટાયર્ડ હર્ટ ગણવામાં આવશે અને પછી તે પછીની ઈનિંગમાં ફરીથી બેટિંગ કરી શકશે. પરંતુ જો બેટ્સમેન ફરીથી બેટિંગ કરવા ન આવી શકે તો તેને ‘રિટાયર્ડ નોટઆઉટ’ ગણવામાં આવશે.જ્યારે રિટાયર્ડ હર્ટનો અર્થ એ છે કે જ્યારે કોઈ બેટ્સમેન ઈજાગ્રસ્ત થાય છે, ત્યારે તે પોતાનો દાવ રોકે છે અને ડ્રેસિંગ રૂમમાં જાય છે. જ્યારે આ બેટ્સમેન સંપૂર્ણપણે ફિટ થઈ જાય ત્યારે ફરીથી બેટિંગમાં આવી શકે છે.

વધુ વાંચો: IND vs AFG: 'મને વિશ્વાસ હતો કે...', જાણો કોણ છે ટીમ ઇન્ડિયાની શાનદાર જીતનો અસલી હીરો?

જો કોઈ બેટ્સમેન અન્ય કોઈ કારણોસર નિવૃત્ત થાય છે, તો તે ICC પ્લેઈંગ કન્ડીશન્સની કલમ 25.4.2 હેઠળ બેટિંગ કરી શકે છે, પરંતુ આ માટે તેણે વિરોધી કેપ્ટનની સંમતિ લેવી પડશે. આવી સ્થિતિમાં બીજી સુપર ઓવરમાં રોહિતની પુનઃ એન્ટ્રી ઈબ્રાહિમ ઝદરાનની સંમતિથી થવી જોઈતી હતી પરંતુ આવું થયું નહીં. 

મેચ બાદ આ વિશે વાત કરતાં અફઘાનિસ્તાન ટીમના મુખ્ય કોચ જોનાથન ટ્રોટે કહ્યું કે  'આ વિશે મને ખબર નહતી, શું ક્યારેય બે સુપર ઓવર થઈ છે? આ એક પ્રકારે અમારી માટે નવું હતું. આપણે નવા પ્રકારના નિયમો બનાવતા રહીએ છીએ.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ