બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IND vs AFG: Is Ravi Bishnoi the real hero of Team India's victory Reason for Afghanistan's defeat in Super Over

સ્પોર્ટ્સ / IND vs AFG: 'મને વિશ્વાસ હતો કે...', જાણો કોણ છે ટીમ ઇન્ડિયાની શાનદાર જીતનો અસલી હીરો?

Megha

Last Updated: 09:29 AM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતે અફઘાનિસ્તાનને હરાવીને ક્લીન સ્વીપ કર્યું હતું. મેચમાં આ ખેલાડી ભારતની જીતનો સૌથી મોટો હીરો બન્યો જેને ત્રણ બોલમાં બે વિકેટ લઈને ખૂબ જ રોમાંચક મેચનો અંત કર્યો હતો.

  • ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની છેલ્લી મેચ ખુબ જ રોમાંચક રહી હતી. 
  • બીજી સુપર ઓવરમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.  
  • રોહિત-રિંકુ સિવાય આ ખેલાડી બન્યો ભારતની જીતનો સૌથી મોટો હીરો. 

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની ત્રીજી અને છેલ્લી મેચ ખુબ જ રોમાંચક રહી હતી. કારણ કે આ મેચ ટાઈ થઈ હતી. જેના પગલે સુપર ઓવર રમાડવામાં આવી હતી. સુપરઓવર પણ ટાઈ થઈ હતી. જેના પગલે બીજી સુપર ઓવર રમાડવામાં આવી હતી. આ બીજી સુપર ઓવરમાં ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું હતું.  

આ મેચ જીતીને ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે ક્લીન સ્વીપ કર્યું હતું. ટીમ ઈન્ડિયા માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રિંકુ સિંહ અને રોહિત શર્માએ પોતાની વિસ્ફોટક બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. આ બંને ખેલાડીઓએ મેદાનની દરેક બાજુએ સ્ટ્રોક ફટકાર્યા અને મોટી ઇનિંગ્સ રમી. ટીમ ઈન્ડિયાની જીતમાં રોહિત-રિંકુએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પરંતુ એક ખેલાડી એવો પણ છે જેણે સુપર ઓવરમાં ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તેણે કારણે જ ટીમ ઈન્ડિયા આ મેચ જીતી શકી હતી. 

T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે મેચનું પરિણામ મેળવવા માટે બે સુપર ઓવર રમાઈ હોય. મેચમાં ભારતે પ્રથમ ટોસ જીતીને અફઘાનિસ્તાન સામે 212 રન બનાવ્યા તો જવાબમાં અફઘાનિસ્તાને પણ એટલા જ રન બનાવ્યા હતા. ટાઈ થયા પછી પહેલી સુપર ઓવર રમાઈ જેમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 16 રન બનાવ્યા તો ટીમ ઈન્ડિયા પણ એટલા જ રન બનાવી શકી હતી. એ બાદ ફરી એક સુપર ઓવર થઈ હતી જેમાં ભારતે પ્રથમ બેટિંગ કરી 11 રન બનાવ્યા તો અફઘાનિસ્તાનની ઇનિંગ દરમિયાન ટીમ ઈન્ડિયાના રવિ બિશ્નોઈએ ત્રણ બોલમાં બે વિકેટ લઈને ખૂબ જ રોમાંચક મેચનો અંત કર્યો હતો. 

સુપરઓવરમાં આપ્યો ફક્ત એક જ રન 
રવિ બિશ્નોઈના પહેલા જ બોલ પર મોહમ્મદ નબીને યુવા રિંકુ સિંહે કેચ આઉટ કરાવ્યો હતો. આ રીતે બિશ્નોઈને પહેલા બોલ પર જ વિકેટ મળી હતી. તેના બીજા બોલ પર કરીમ જનાતે એક રન બનાવ્યો હતો. આ પછી રહેમાનુલ્લા ગુરબાઝ ત્રીજા બોલ પર આઉટ થયો હતો. આ રીતે તેણે સુપર ઓવરમાં માત્ર એક રન આપીને 2 વિકેટ ઝડપી અને ટીમની જીતમાં સૌથી મોટો હીરો સાબિત થયો. જણાવી દઈએ કે સુપર ઓવરમાં, કોઈપણ ટીમ 2 વિકેટ ગુમાવતાની સાથે જ તેનો દાવ સમાપ્ત થાય છે.

બિશ્નોઈએ મેચ બાદ કહ્યું હતું કે, “મેચ દરમિયાન થોડું દબાણ હતું. હૃદયના ધબકારા વધી ગયા હતા. પરંતુ મને વિશ્વાસ હતો કે અમે જીતીશું. મેં કેપ્ટનને કહ્યું હતું કે હું બોલિંગ કરીશ. હું મારા પ્રદર્શનથી ખુશ છું. મેં નેટ્સમાં પ્રેક્ટિસ દરમિયાન લેગ સ્પિન પર કામ કર્યું. તેની સાથે ઘરેલુ ક્રિકેટમાં પણ આના પર કામ કર્યું છે.' 

વધુ વાંચો: બે સુપરઓવર બાદ મેચનો ફેંસલો, રોમાંચક રીતે જીત્યું ભારત, 3 બોલમાં રવિ બિશનોઈનો કમાલ

રવિ બિશ્નોઈની કારકિર્દી વિશે વાત કરીએ તો તેને વર્ષ 2022માં ભારતીય ટીમ માટે ડેબ્યૂ કર્યું હતું. ત્યારથી બિશ્નોઈએ ટીમ ઇન્ડિયા માટે 24 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 36 વિકેટ લીધી છે, જેમાં 16 રનમાં 4 વિકેટ લેવી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. તેણે ભારત માટે એક વનડે મેચ પણ રમી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ