બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Increase in applications to remove 'Bhai-Ben' after name Increase in applications to remove 'Bhai-Ben' after name

જાણવા જેવું / નામની પાછળ 'ભાઈ-બેન' લખવાના કારણે લોચો: ગુજરાતની પાસપોર્ટ ઑફિસોમાં આવી રહી છે સેંકડો અરજીઓ, જાણો ડિટેલ્સ

Dinesh

Last Updated: 04:52 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની પાસે દરરોજ લગભગ 4,000 અરજીઓ આવે છે, જેમાંથી એક ચતુર્થાંશ એટલે કે 1,000થી વધુ અરજીઓ નામમાં ફેરફારની હોય છે

  • નામની પાછળ 'ભાઈ-બેન' દૂર કરવાની અરજીઓમાં વધારો
  • ગુજરાતમાં પાસપોર્ટ ઓફિસોમાં નામ સુધારા માટે ચક્કર વધ્યા
  • 4,000 અરજીઓમાં 1,000થી વધુ અરજીઓ નામમાં ફેરફારની

દેશના પ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલ હોય કે, પછી ગુજરાતમાં જન્મેલા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અથવા તો રિલાયન્સ ગ્રૂપના સંસ્થાપક ધીરૂભાઈ અંબાણી આ તમામના નામની પાછળ ભાઈ અથવા બહેન લાગે છે.  ગુજરાતમાં મહિલા હોય કે, પુરૂષ તેમના સન્માનમાં તેમના નામની પાછળ બહેન કે ભાઈ લગાવવામાં આવે છે તે પરંપરા રહી છે. પરંતુ ગુજરાતમાં પાસપોર્ટ ઓફિસોમાં વર્તમાનમાં ભાઈ અને બહેન શબ્દ દૂર કરવા માટે લોકોના ચક્કર વધી ગયા છે.  જેનો કારણ છે તેમના અમુક ડોક્યુમેન્ટમાં ભાઈ કે બહેન લખેલુ છે તો અમુક ફક્ત નામ જ લખેલુ છે.  

 

બેન હટાવવા માટે અરજીઓ
અમદાવાદની 49 વર્ષીય દીપાબેન શાહએ આરોગ્યના વ્યવસાય સાથે જોડાયેલી છે. હમણાં જ તેમણે વિદેશ જવા માટે અરજી કરી ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. તેમનું નામ દીપાબેન શાહએ તેમના નામમાંથી બેન હટાવવા માટે રિઝનલ ઓફિસમાં અરજી કરી હતી અને સ્થાનિક ન્યૂઝ પેપરનો પણ સંપર્ક કર્યો હતો. દીપાલીબેને જણાવ્યું કે, મારા માતા પિતાએ મારા નામ પાછળ બેન લગાવ્યું હતું અને મારા માતાના નામની પાછળ પણ બેન હતું અને પિતાના નામની પાછળ ભાઈ હતું. આ રીતે બધા જ ડોક્યુમેન્ટમાં આ રીતે હતું જ્યારે આધાર કાર્ડમાં દીપા હતું. જ્યારે વીજા માટે ડોક્યુમેન્ટ આપવાના હતા ત્યારે ખબર પડી કે, આ માટે મુશ્કેલી વેઠવી પડશે. જેના માટે તમામ ડોક્યુમેન્ટમાંથી બેન હટાવવો જરૂરી બન્યું છે.

પાસપોર્ટ અધિકારીએ શુ કહ્યું ?
આ સમસ્યાનો સામનો ફક્ત એક દીપા જ નથી કરી રહી પરંતુ મોટી સંખ્યામાં ગુજરાતી મૂળના લોકો આ સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. કારણ કે સન્માન માટે સ્ત્રીઓના નામની પાછળ બેન અને પુરુષોના નામની પાછળ ભાઈ લગાવવાની જૂની પરંપરા છે. ગુજરાતના પ્રાદેશિક પાસપોર્ટ અધિકારીએ જણાવ્યું હતું કે, તેમની પાસે દરરોજ લગભગ 4,000 અરજીઓ આવે છે, જેમાંથી એક ચતુર્થાંશ એટલે કે 1,000થી વધુ અરજીઓ નામમાં ફેરફાર, જન્મ સ્થળમાં ફેરફાર અથવા જન્મ તારીખના ફેરબદલને લગતી હોય છે.

મોટી સંખ્યામાં નામ બદલવાની અરજીઓ 
પાસપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે લગભગ 800 બેન - ભાઈ અને કુમાર સહિતના પ્રત્યય ઉમેરવા અથવા કાઢી નાખવાથી સંબંધિત બાબત ધ્યાને આવે છે. મોટી સંખ્યામાં નામ બદલવાની અરજીઓ મળવા પર ગુજરાતની પ્રાદેશિક પાસપોર્ટ કચેરીએ દસ્તાવેજોની ચકાસણી બાદ અમદાવાદ, વડોદરા અને રાજકોટની પાસપોર્ટ કચેરીઓમાં ફેરફાર કરવાની સત્તા આપી છે. અત્યાર સુધી આ કામ મુખ્ય ઓફિસમાં જ થતું હતું પણ ભાઈ અને બેનને લગતા કેસ શહેરો કરતાં અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાંથી વધુ હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ