બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / In Vadodara, near Munj Mahuda Hanumanji temple, the police were caught having a party in a police van

કાર્યવાહી / વડોદરામાં પોલીસ વાનમાં જ દારૂની બોટલ ખૂલી, જાગૃત નાગરિકે ભાંડો ફોડતા ત્રણેય કર્મી પીધેલા હોવાનું ખૂલ્યું, કેસથી ખળભળાટ

Dinesh

Last Updated: 03:57 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

vadodara news: વડોદરાના મુંજ મહુડા હનુમાનજી મંદિર પાસે પોલીસ વાનમાં જ પોલીસ અધિકારીઓ જ દારૂ પાર્ટી કરતા ઝડપાયા, જેપી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો

  • વડોદરામાં મુંજ મહુડા હનુમાનજી મંદિર પાસે પોલીસ વાનમાં જ દારૂ પાર્ટી
  • પોલીસ વાનમાં જ પોલીસ અધિકારી દારૂની મહેફીલ માણતા ઝડપાયા
  • પોલીસ વાનમાં જમાદાર સહિત ત્રણ શખ્સો માણતા હતા દારૂની મહેફીલ 


vadodara news: રાજ્યમાં ફરી એકવાર ખાખી કલંકીત થઈ છે. વડોદરાના મુંજ મહુડા હનુમાનજી મંદિર પાસે પોલીસ વાનમાં પોલીસ અધિકારીઓ જ દારૂ પાર્ટી કરતા હોવાનું સામે આવ્યું છે. પોલીસ વાનમાં જમાદાર સહિત ત્રણ શખ્સો દારૂની મહેફીલ માણતા ઝડપાયા છે. 

પોલીસ અધિકારી દારૂની મહેફીલ માણતા ઝડપાયા
હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા સાથે અન્ય 2 શખ્સો ઝડપાયા છે.  અત્રે જણાવીએ કે, જેપી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ સરવૈયા ઝડપાયા છે. જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે. જાગૃત નાગરિકે પોલીસને જ જાણ કરતા ત્યાં પોલીસ અધિકારી તપાસમાં આવ્યા હતાં. જે લોકોની તપાસમાં કરતા ત્રણેય પીધેલા હોવાનું સામે આવ્યું છે. આ ત્રણેય વિરુદ્ધ જેપી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

વાંચવા જેવું: લિહોડા લઠ્ઠાકાંડ: એક્શનમાં આવ્યા ગૃહરાજ્યમંત્રી સંઘવી, આપ્યો કડક આદેશ; અત્યાર સુધીમાં 7ની ધરપકડ

ખાખી પર ડાઘ
રાજ્યમાં અવાર-નવાર ખાખી પર ડાઘ લગાવના કિસ્સાઓ વધી રહ્યાં હોય તેવું જણાઈ રહ્યું છે. થોડા દિવસ અગાઉ પણ એક પોલીસમેન નશાની હાલતમાં હોવાનો આક્ષેપ થયો હતો. તો બીજી તરફ બૂટલેગરો સાથે અનેક વાર ઓડિયો પણ વાયરલ થતાં હોય છે. જો કે, આ તમામ બાબતો સમગ્ર પોલીસની છાપ પર અસર કરતી હોય છે, જેના કારણ નાગરિકોના મનમાં પોલીસ પ્રત્યની છાપ પર મોટી અસર પડતી હોય છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ