બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / In this place, the mob beat one person to death, on suspicion of mob lynching

ક્રાઇમ / આ જગ્યાએ ટોળાંએ એક વ્યક્તિને માર મારીને નિપજાવી હત્યા, મોબ લિંચિંગની આશંકા

Nirav

Last Updated: 06:49 PM, 27 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે શહજાદ ખાન મોબાઇલ ચોરી કરવાના હેતુથી આવ્યો હતો. કેટલાક લોકોએ તેને પકડ્યો અને પછી માર મારવાનું શરૂ કર્યું. શહજાદના ભાઈએ જો કે આ તમામ આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું હતું કે તેનો ભાઈ કોઈ ચોરી કરવાના હેતુથી નહોતો ગયો.

  • મુંબઈના સાંતા ક્રુઝ વેસ્ટ વિસ્તારની ઘટના 
  • એક યુવકની ટોળાંએ મારી મારીને હત્યા કરી હોવાની ફરિયાદ 
  • મૃતકના ભાઈની ફરિયાદ બાદ 6 વ્યક્તિ સામે ગુનો દાખલ 

મુંબઈ માં એક 30 વર્ષીય યુવકની ટોળાએ માર મારી મારીને હત્યા કરી નાખી હતી. આ મામલો મુંબઇ ના સાંતા  ક્રુઝ વિસ્તારમાં છે, જ્યાં ટોળાએ 30 વર્ષીય શહજાદ ખાનને લાકડીઓ વડે માર્યો હતો કે તેનું મોત નિપજ્યું હતું. આ ઘટના શુક્રવારે મુક્તાનંદ પાર્ક સાંતા ક્રુઝ વેસ્ટ વિસ્તારમાં બની હતી. હાલ પોલીસે મૃતકના ભાઇની અરજી બાદ FIR બાદ 6 આરોપીઓ પર હત્યાનો ગુનો નોંધ્યો છે.

આસપાસના લોકોનું કહેવું છે કે યુવક ચોરીના ઇરાદે આવ્યો હતો

ઘટના સ્થળ નજીક રહેતા લોકોનું કહેવું છે કે શહજાદ ખાન મોબાઇલ ચોરીના હેતુથી આવ્યો હતો. કેટલાક લોકોએ તેને પકડ્યો અને પછીથી માર મારવાનું શરૂ કર્યું હતું. જો કે શહજાદ ખાનના ભાઈએ આ તમામ આક્ષેપોને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેનો ભાઈ ચોરીના હેતુથી ત્યાં ગયો નહોતો. 

મૃતકના ભાઈએ એક ખાનગી ચેનલને જણાવ્યું હતું કે 'મારો ભાઈ ડ્રગ્સ લેતો હતો, તે હંમેશા તેના મિત્રો સાથે ડ્રગ્સ લેવા મુક્તાનંદ પાર્કમાં જતો હતો, તે સવારે 4 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. કોઈએ મારી માતાને કહ્યું કે મારો ભાઈ રસ્તા પર પડેલો છે. તેમણે અમને કહ્યું, તે પછી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને તેના ભાઈને હોસ્પિટલમાં લઈ ગયા, પરંતુ તે બચી શક્યો નહોતો.''

મૃતકના ભાઈની ફરિયાદ પર નોંધાયો ગુનો 

મૃતકના ભાઈના કહેવા પર પોલીસે IPC ની કલમ 302, 342 અને 34 હેઠળ ગુનો નોંધ્યો છે. આ કેસ સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે આ સમગ્ર મામલાની હાલમાં તપાસ શરૂ કરી દીધી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Crime News IPC Mumbai mob lynching મુંબઈ Crime
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ