ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / In the ongoing online meeting, the MP removed his genitals and made such a move that everyone was embarrassed.

શરમજનક કૃત્ય / ચાલું ઓનલાઇન મીટિંગમાં સાંસદે પોતાનું ગુપ્તાંગ કાઢીને એવી હરકત કરી કે સૌ શર્મસાર થઈ ગયા

Published By: ParthB

Last Updated: 05:02 PM, 30 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક રાજકીય વર્ચ્યુઅલ મિટિંગમાં જે થયું તે ખરેખર આશ્ચર્યમાં મૂકી દે તેવું છે, હવે આ ઘટના સાંસદે જાણી જોઈ કરી કે પછી અજાણતા થઈ એ સામે આવ્યું નથી

ADVERTISEMENT

  • એક જ મહિનામાં બે વાર યોજાયેલ મિટિંગમાં તેમણે આવી હરકત કરી
  • હાઉસ ઓફ કૉમન્સની ડિજિટલ મિટિંગ દરમિયાન આવી હરકત કરી 
  • આ ઘટના બાદ ટ્વિટર પર માફી પણ માંગી 

એક જ મહિનામાં બે વાર યોજાયેલ મિટિંગમાં તેમણે આવી હરકત કરી
કેનેડામાં ઘટી હતી આ ઘટના. ત્યાંનાં સાંસદ એક વર્ચ્યુઅલી મિટિંગ કરી રહ્યા હતા, આ મિટિંગ દરમિયાન તેમને પેશાબ લાગતાં તેઓ ઊભા થઈને કોફીના કપમાં પેશાબ કરવા લાગ્યા. હવે આ હરકત તેમણે જાણી જોઈ કરી કે પછી અજાણતા કરી, તે વાતની હજી સુધી કોઈ ખરાઈ થઈ નથી. પણ એક જ મહિનામાં બે વાર યોજાયેલ મિટિંગમાં તેમણે આવી હરકત કરી, તેવું સામે આવ્યું છે. તેના કારણે મિટિંગમાં બેઠેલા બધા જ લોકો શરમમાં મુકાઇ ગયા હતા. 

હાઉસ ઓફ કૉમન્સની ડિજિટલ મિટિંગ દરમિયાન આવી હરકત કરી  
કોરોના સંક્રમણને કારણે હાઉસ ઓફ કૉમન્સની ડિજિટલ મિટિંગ દરમિયાન આવી હરકત કરનાર સાંસદનું નામ વિલિયમ અમોસ નામ છે. આવુ તેમણે પહેલી વાર નથી કર્યું. આ પહેલા પણ તેઓ આ મિટિંગમાં સંપૂર્ણ નિવસ્ત્ર થઈ ચૂક્યા હતા અને આ વખતે તેમણે ફરીવાર આવું કૃત્ય કર્યું. તેમની આવી હરકતના કારણે તેઓ સમગ્ર દુનિયાના સમાચારમાં આવી રહ્યા છે. આ ઘટના બાદ તેમણે મિટિંગમાં બેઠેલ બીજા સભ્યોની માફી પણ માંગી હતી. 

આ ઘટના બાદ ટ્વિટર પર માફી પણ માંગી 
આ સાથે જ તેમણે એક ટ્વિટ દ્વારા પણ લોકોની અને સભ્યોની માફી હતી. તેમણે ટ્વિટમાં લખ્યું કે, "ગઈ રાત્રિએ મે હાઉસ ઓફ કૉમન્સની મિટિંગમાં એક ગેર સાર્વજનિક કામ કર્યું હતું. મે મિટિંગ દરમ્યાન પેશાબ કર્યો હતો, પણ પાછળથી મને ખબર પડી કે મારો કેમેરો શરૂ હતો. તેમણે આગળ લખ્યું કે મે આ કામ જાણી જોઈને નથી કર્યું અને તે બીજા લોકોને સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું નોહતું, તેમ છતાં આ વાત અસ્વીકાર્ય છે અટેલે હું કોઈ પણ શરત વિના માફી માંગી રહ્યો છું. સાથે જ તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ બીજા સભ્યોએ તેમની સામે રાજીનામું આપવાની માંગણી કરી હતી. લોકોએ કહ્યું કે તમારે હવે રાજીનામું આપી દેવું જોઈએ, તમારે પ્રતિનિધિત્વ કરવાની કોઈ જરૂર નથી. 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Members Of Parliament online ઓનલાઈન સાંસદ ONLINE MEETING

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ