ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / In diwali 2020 sarvartha siddhi yog after 17 years know shubh muhurt and puja vidhi

Diwali 2020 / આ દિવાળી પર 17 વર્ષ બાદ બની રહ્યો છે શુભ સંયોગ, જાણો શુભ મુહૂર્ત અને પૂજાની સાચી વિધિ

Published By: Noor

Last Updated: 11:12 AM, 14 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે મહાલક્ષ્મી પૂજા અને દિવાળીનું પર્વ મનાવવામાં આવશે. ધાર્મિક ગ્રંથોમાં જણાવ્યા અનુસાર, કારતક મહિનાની અમાસના દિવસે સમુદ્રમંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થયાં હતાં. એટલા માટે જ આ દિવસે લક્ષ્મીપૂજા કરવામાં આવે છે. ગ્રહો પ્રમાણે આજે વિશેષ સંયોગ હોવાથી આ વર્ષે દિવાળી ખૂબ જ ખાસ છે. આ દિવાળી પર શનિ સ્વાતિ યોગ સર્વાર્થસિદ્ધિયોગ બની રહ્યો છે. જેથી 17 વર્ષ બાદ દિવાળી પણ બની રહેલો આ સંયોગ ખૂબ જ લાભકારી સિદ્ધ થશે.

ADVERTISEMENT

  • આ દિવાળી પર બની રહ્યો છે  શનિ સ્વાતિ યોગ સર્વાર્થ સિધ્ધિ યોગ
  • 17 વર્ષ બાદ દિવાળી પણ બની રહ્યો છે આ સંયોગ
  • આ સંયોગ ખૂબ જ લાભકારી સિદ્ધ થશે

ગ્રહોનો યોગ

દિવાળી પર ધન અને જ્ઞાનનો ગ્રહ ગુરુ તેની પોતાની સ્વરાશિ ધન અને શનિ પોતાની સ્વરાશિ મકરમાં રહેશે. જ્યારે શુક્ર ગ્રહ કન્યા રાશિમાં રહેશે. જ્યોતિષશાસ્ત્રીઓ કહે છે કે દિવાળી પર આવો સંયોગ 499 વર્ષ પછી બની રહ્યો છે. અગાઉ ગ્રહોની આવી સ્થિતિ 1521માં જોવા મળી હતી. દિવાળી પર લક્ષ્મીજીની સાથોસાથ ગણેશ, કુબેર, સરસ્વતી અને કાલિકાની પણ પૂજા કરવામાં આવે છે.

દિવાળી પર્વના શુભ મુહૂર્ત

તા. 14/11/2020 શનિવાર
(ચૌદશ તિથિ બપોરે 2.17 સુધી છે)
બપોરે 2.18થી 4.32
સાંજે 05.45થી 07.32
રાત્રે 09.09થી 12.24

પૂજાની સામગ્રી

કમળ પર વિરાજમાન મા લક્ષ્મી, ગણેશજીની મૂર્તિ, કમળ અને ગુલાબની પાન, સાબૂત પાનના પાન, રોલી, સિંદૂર અને કેસર, સાબૂત ચોખા, સોપારી, ફળ, મીઠાઈ, દૂધ, દહીં, મધ, અત્તર અને ગંગાજળ, કલાવા, પિત્તળનો દીવો અને માટીના દીવા, તેલ, ઘી અને રૂની વાટ, કળશ, એક નારિયેળ, ચાંદીનો સિક્કો, લાલ અથવા પીળા રંગનું આસન અને ચોકી

આ રીતે કરો પૂજા

દિવાળી પર્વ પર બધાં જ અલગ અલગ રીતે પૂજા કરતાં હોય છે. જેમાં દિવાળી પૂજાનું મહત્વ અને પૂજાની સાચી વિધિ જાણવી ખૂબ જ જરૂરી છે. સાચી વિધિથી દિવાળી પૂજા કરવાથી મા લક્ષ્મીની અસીમ કૃપા તમારી પર વરસશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Diwali 2020 sarvartha siddhi yog shubh muhurt and puja vidhi Diwali 2020

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ