બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક, આરોપી સગીરાએ કોર્ટમાં આ નેતા પર મુક્યા ગંભીર આક્ષેપ

ગોંડલ / અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક, આરોપી સગીરાએ કોર્ટમાં આ નેતા પર મુક્યા ગંભીર આક્ષેપ

Last Updated: 01:53 PM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું કે, જયરાજસિંહના માણસો દ્વારા મને ધમકીઓ આપી ખોટા નિવેદન આપવા બાબતે દબાણ કરવામાં આવ્યું હતું. સગીરાએ કહ્યું કે મને લખીને આપ્યું હતું કે મારે કોર્ટમાં શું કહેવું પરંતુ કોર્ટમાં મેં બધુ જ સાચે -સાચુ કહી દીધું છે

અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે.. આરોપી સગીરાએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જે નિવેદન આપ્યું તે નિવેદને આ કેસને એક નવો વળાંક આપ્યો છે.

સગીરાએ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા વિરુદ્ધ આક્ષેપ કરતા જણાવ્યું કે, જયરાજસિંહના માણસો દ્વારા મને ધમકીઓ આપી ખોટા નિવેદન આપવા બાબતે દબાણ કરવામાં આવ્યું હતું. સગીરાએ કહ્યું કે મને લખીને આપ્યું હતું કે મારે કોર્ટમાં શું કહેવું પરંતુ કોર્ટમાં મેં બધુ જ સાચે -સાચુ કહી દીધું છે અને એ પણ કહી દીધું છે કે મારા પર કેવી રીતે દબાણ કરવામાં આવ્યું..

સગીરાએ વધુમાં કહ્યું મારી પર દુષ્કર્મ થયું જ છે અને અમિત ખૂંટે જ દુષ્કર્મ કર્યુ હતું સગીરાએ એમ પણ કહ્યું કે અમિત ખૂંટે સ્યૂસાઇડ નોટમાં ખોટા નામ આપ્યા છે. સગીરાએ જયરાજસિંહ પર આરોપ મુકતા કહ્યું કે તેઓ અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહને ફસાવવા માંગે છે તેથી તેઓ આ બધુ કરાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ બોગસ આંગડિયા પેઢી થકી 87 લાખનો લગાવ્યો હતો ચૂનો,16 લાખનો હિસ્સેદાર 10મો આરોપી સકંજામાં

ઉલ્લેખનીય છે કે, 3 મેના રોજ રાજકોટ શહેરમાં મોડેલિંગ ક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ 5 મે, 2025એ દુષ્કર્મના આરોપી અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી, જેમાં લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ અને રાજદિપસિંહનો હાથ છે. ઉલ્લેખનીય છે કે મૃતક અમિત ખૂંટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Allegation of Being Pressured Co Accused Girl Statment Amit Khunt S-uicide Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ