બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / બોગસ આંગડિયા પેઢી થકી 87 લાખનો લગાવ્યો હતો ચૂનો,16 લાખનો હિસ્સેદાર 10મો આરોપી સકંજામાં

સુરત / બોગસ આંગડિયા પેઢી થકી 87 લાખનો લગાવ્યો હતો ચૂનો,16 લાખનો હિસ્સેદાર 10મો આરોપી સકંજામાં

Last Updated: 09:28 AM, 10 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આરોપીએ કસ્ટમમાંથી છોડાવેલું સોનું સસ્તામાં વેચવાની લાલચ આપી લોકોને ફસાવવા આર.કે.એન્ટરપ્રાઇઝ નામે બોગસ આંગડિયા પેઢી શરૂ કરી હતી.

સૂરતમાં 87 લાખની છેતરપિંડી કરનાર ફરાર આરોપી પોલીસની પકડમાં આવ્યો છે. આરોપીએ નકલી આગડીયા પેઢી શરૂ કરી છેતરપીંડી આચરી હતી. તેણે સસ્તામાં સોનુ વેચવાનું કહી 87 લાખની છેતરપિંડીને અંજામ આપ્યો હતો. આરોપીએ વરાછામાં નકલી આંગડિયા પેઢી શરૂ કરી રૂપિયા પડાવ્યા હતા.

આંગડિયામાં રૂપિયા જમા થયા બાદ આ આરોપી સહિત કુલ 10 લોકો પૈસા લઈને ભાગી છૂટ્યા હતા. વરાછા પોલીસે અગાઉ 9 આરોપીને પકડી જેલ હવાલે કર્યા હતા. જે બાદ આજે રાહુલ મકવાણા નામના 10મા અને છેલ્લા આરોપીની પણ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી 16 લાખ રોકડા રૂપિયા કબ્જે કર્યા

આરોપીએ કસ્ટમમાંથી છોડાવેલું સોનું સસ્તામાં વેચવાની લાલચ આપી લોકોને ફસાવવા આર.કે.એન્ટરપ્રાઇઝ નામે બોગસ આંગડિયા પેઢી શરૂ કરી હતી. આરોપી દ્વારા ફરિયાદીને 1 કિલો સોનું 87 લાખ રૂપિયામાં આપવાની લાલચ અપાઇ હતી.. ફરીયાદીએ જેવા 87 લાખ રૂપિયા આરોપીની બોગસ આંગડિયા પેઢીમાં જમા કરાવ્યા કે તુરંત આરોપી પેઢીને તાળા મારી રફુચક્કર થઇ ગયો.

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથની રથયાત્રામાં સુરક્ષાને લઇને પોલીસ સતર્ક, યાત્રાના રૂટ પર યોજાઇ બુલેટ માર્ચ

આ સમગ્ર ઘટનામાં બે ટીમ બનાવી છેતરપીંડી આચરવામાં આવી હતી. એક ટીમ શિકાર શોધતી હતી અને બીજી ટીમ આંગડિયા પેઢી પર બેસતી હતી. આખી ટોળકી પૈકી પકડાયેલા આરોપીને ભાગે 16 લાખ રૂપિયા આવ્યા હતા. જે પોલીસે કબ્જે કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fraud Gold for cheap Angadiya Firm
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ