બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભગવાન જગન્નાથની રથયાત્રામાં સુરક્ષાને લઇને પોલીસ સતર્ક, યાત્રાના રૂટ પર યોજાઇ બુલેટ માર્ચ
Last Updated: 08:38 AM, 10 June 2025
ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી છે.. ત્યારે રથયાત્રાની સુરક્ષાને લઈને અમદાવાદ પોલીસે મોડી રાત્રે પેટ્રોલિંગ અને બુલેટ માર્ચ યોજી હતી. રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે અમદાવાદ પોલીસ કટિબદ્ધ છે.
ADVERTISEMENT
રથયાત્રા રૂટ પર 100 જેટલા પોલીસ કર્મચારીઓએ બુલેટ બાઈક પર સવાર થઈને નિરીક્ષણ કર્યું હતું. સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સજ્જ થઈ છે. આ બુલેટ માર્ચમાં સેક્ટર જેસીપી સહિત અન્ય ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ બોરસદમાં હાથ ધરાયું 60 વર્ષના ઇતિહાસનું સૌથી મોટુ ડિમોલિશન, ગેરકાયદે 200 આવાસો પર ફેરવી દેવાયું બુલડોઝર
ADVERTISEMENT
ભગવાન જગન્નાથ મંદિરના મહંત દિલીપ દાસજી મહારાજે બુલેટ માર્ચને લીલી ઝંડી આપીને શરૂઆત કરાવી હતી. 11 જૂન એટલે કે આવતીકાલે સાબરમતી નદીના કિનારે જળયાત્રા યોજવામાં આવશે. મહત્વનું છે કે, 27 જૂને ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે.. જેને લઈને જમાલપુર મંદિર તંત્ર, પ્રશાસન અને પોલીસ વિભાગ તડામાર તૈયારીમાં લાગી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.