બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / 'Impossible for all players to play all the time...', know why head coach Rahul Dravid said this

સ્પોર્ટ્સ / 'તમામ ખેલાડીઓ માટે હરહંમેશ રમવું અશક્ય...', જાણો શા માટે હેડ કોચ રાહુલ દ્રવિડે આવું કહ્યું

Megha

Last Updated: 10:18 AM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડિયા અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સીરિઝ રમશે તો આ બાદ ટેસ્ટ સીરિઝ અને પછી IPL રમશે. એવામાં કોચ રાહુલ દ્રવિડે T20 વર્લ્ડ કપ પહેલા ટીમને ચેતવણી આપી છે.

  • ટી20 વર્લ્ડકપ પહેલા ટીમ ઈન્ડિયા પાસે 3 ટી-20 મેચ રમવા માટે બચી છે. 
  • આ બાદ ટેસ્ટ સીરિઝ રમાશે અને પછી IPLનું આયોજન કરવામાં આવશે. 
  • કોચ રાહુલ દ્રવિડે T20 વર્લ્ડ કપ પહેલા ટીમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી. 

ICC ટી20 વર્લ્ડકપની શરૂઆત 1 જૂનથી થશે અને આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા પાસે 3 ટી-20 મેચ રમવા માટે બચી છે. ભારતીય ટીમ 11 જાન્યુઆરી એટલે કે આજથી અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી20 સીરિઝ રમશે. જે બાદ એક ટેસ્ટ સીરિઝ રમવાની થશે અને આ બાદ IPLનું આયોજન કરવામાં આવશે. 

એવામાં હવે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે T20 વર્લ્ડ કપ પહેલા સમગ્ર ટીમને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. દ્રવિડનું કહેવું છે કે ટી-20 વર્લ્ડ કપ પહેલા ખેલાડીઓને સાથે રમવાની ઘણી તકો નહીં મળે, તેથી તેમને માનસિક રીતે લચીલા રહેવાની જરૂર છે. આજથી અફઘાનિસ્તાન સામે ત્રણ મેચની ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે જે આ પહેલા ભારતની છેલ્લી ટી20 સિરીઝ હશે. તે સંદર્ભમાં, દ્રવિડે કહ્યું કે ટીમની પસંદગી માટે મેનેજમેન્ટે પણ IPL 2024 પર થોડો આધાર રાખવો પડશે.

કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, "છેલ્લા T20 વર્લ્ડ કપ (2022) પછી, અમે ODI વર્લ્ડ કપને પ્રાથમિકતા આપી હતી. પરંતુ આ ODI વર્લ્ડ કપ પછી હવે અમારી પાસે આટલી T20 મેચ નથી. તેથી આ T20 વર્લ્ડ કપ એ અર્થમાં થોડો અલગ છે કે તૈયારી કરવા માટે વધુ સમય નથી. અમારે અમારી પાસે જે ક્રિકેટ છે તેના પર અને IPL પર પણ થોડો આધાર રાખવો પડશે." 

આ સાથે જ દ્રવિડે ભારપૂર્વક જણાવ્યું હતું કે, 'આખી ટીમને હવે ભાગ્યે જ સાથે રમવાની ઘણી તકો મળે છે, તેથી અમારે તેની આસપાસ કામ કરવું પડશે. તમારે ફક્ત અનુકૂલન અને લવચીક બનવું પડશે. અમે ODI વર્લ્ડ કપ પહેલા સારી તૈયારી કરી હતી. છેલ્લા T20 વર્લ્ડ કપમાં પણ અમે અમે એક ટીમ તરીકે ઘણી બધી મેચો રમી હતી. આ વખતે કદાચ અમારી પાસે એટલી બધી મેચો નહીં હોય, પરંતુ આપણે આગળ વધીએ તેમ અનુકૂલન કરવાનું છે."

વધુ વાંચો: IND vs ENG ટેસ્ટ સિરીઝમાં KL રાહુલ નહીં કરે વિકેટકીપિંગ, હશે આ ખેલાડી, જે રહી ચૂક્યો છે 'વિવાદ'માં

નોંધનીય છે કે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા જેવા કેટલાક મહત્વના ખેલાડીઓ અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની ટી-20 સીરિઝ નહીં રમે. દ્રવિડે વિચાર્યું કે જેટલુ ક્રિકેટ રમાય છે તે જોતા ખેલાડીઓને બ્રેક આપવો જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ