બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / KL Rahul will not do wicketkeeping in IND vs ENG Test series, this player who has been in 'controversy' will be

સ્પોર્ટ્સ / IND vs ENG ટેસ્ટ સિરીઝમાં KL રાહુલ નહીં કરે વિકેટકીપિંગ, હશે આ ખેલાડી, જે રહી ચૂક્યો છે 'વિવાદ'માં

Megha

Last Updated: 08:50 AM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લી બે ટેસ્ટ મેચમાં કેએલ રાહુલે વિકેટકીપર તરીકે ખૂબ સારું પ્રદર્શન કર્યું હતું. એમ છતાં હવે તે ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં વિકેટકીપર તરીકે જોવા નહીં મળે એવા અહેવાલ સામે આવ્યા છે.

  • ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે
  • તેના માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી
  • ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં કેએલ રાહુલ વિકેટકીપર તરીકે નહીં જોવા મળે 

ટીમ ઈન્ડિયા 25 જાન્યુઆરીથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે, જેના માટે હજુ સુધી ટીમની જાહેરાત કરવામાં આવી નથી. ટીમ ઈન્ડિયા સાઉથ આફ્રિકા પ્રવાસ સામે રમાયેલ ટેસ્ટ સીરિઝ 1-1થી ડ્રો સાથે સમાપ્ત કરવામાં સફળ રહી હતી. આ સીરિઝમાં કેએલ રાહુલે બંને મેચમાં ભારતીય ટીમ માટે વિકેટકીપરની ભૂમિકા ભજવી હતી અને તેનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું હતું. જો કે હવે ઈંગ્લેન્ડ સામેની સીરિઝમાં વિકેટકીપર તરીકે જોવા નહીં મળે એવા અહેવાલ સામે આવ્યા છે.  

આ સીરિઝમાં રાહુલ એક બેટ્સમેનની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે. જેની પાછળ ઈશાન કિશનની ટેસ્ટ ટીમમાં વાપસી એક મહત્ત્વનું કારણ હોવાનું કહેવાય છે. એક રિપોર્ટ અનુસાર વિકેટકીપર તરીકે ઇશાન કિશનને મોકો મળી શકે છે. નોંધનીય છે કે હાલમાં જ ટી20 સિરીઝમાંથી બહાર થવાના કારણે વિવાદોમાં ઘેરાયેલો ઈશાન 25 જાન્યુઆરીથી હૈદરાબાદમાં શરૂ થનારી ટેસ્ટ સીરિઝ માટે તેની ઉપલબ્ધતાનો સંકેત આપી શકે છે. 

રાહુલ દ્રવિડની આગેવાની હેઠળની ટીમ મેનેજમેન્ટ લાંબા વિરામ બાદ આંતરરાષ્ટ્રીય મેચોમાં પરત ફરતા પહેલા ખેલાડીઓને સ્થાનિક મેચો રમવાની તક આપી રહી છે. ઈશાન 19 જાન્યુઆરીથી દિલ્હીમાં ઝારખંડ અને સર્વિસીઝ વચ્ચે રમાનારી મેચમાં પોતાનું ફોર્મ સાબિત કરી શકે છે. નોંધનીય છે કે ઈશાન ભારત માટે છેલ્લે 28 નવેમ્બરે રમ્યો હતો.

જો કે અફવાઓ વચ્ચે રાહુલ દ્રવિડે અનુશાસનહીનતાને કારણે ઇશાનને બહાર રાખવાને ખોટું ગણાવ્યું છે. તેણે કહ્યું કે ઈશાને પોતે રજા લઈ લીધી છે અને તેણે હજુ પસંદગી માટે તેની ઉપલબ્ધતા દર્શાવી નથી. ટેસ્ટ ટીમમાં અલગ વિકેટકીપર રાખવાની વ્યૂહરચના અનુસાર, KS ભરતને વિકેટકીપિંગની ભૂમિકા માટે તૈયાર કરવા માટે અમદાવાદમાં ઈંગ્લેન્ડ લાયન્સ સામેની A-સિરીઝમાં તાલીમ આપવામાં આવી રહી છે. જોકે, આ રોલ માટે ઈશાન કિશન પણ સંભવિત વિકલ્પ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ