બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Important news came out about government recruitment in Gujarat

મોટા સમાચાર / ગુજરાતની સરકારી ભરતીમાં લેવાશે બે પરીક્ષા? ઉમેદવારોની સંખ્યા વધતાં જાણો શું વિચારણા કરી રહી છે સરકાર

Malay

Last Updated: 03:28 PM, 17 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં પેપર લીકની ઘટના રોકવા માટે નવો કાયદો લાવવાની સાથે ભરતી પ્રક્રિયામાં પણ ફેરફાર કરવા સરકાર વિચારણા કરી રહી છે.

 

  • ભરતી પરીક્ષા માટે નવી પદ્ધતિ અપનાવવા વિચારણા
  • 2 તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવા વિચારણા
  • પ્રથમ તબક્કામાં પાસ થનાર ઉમેદવાર બીજી પરીક્ષા આપી શકશે
  • તલાટીની પરીક્ષા બે તબક્કામાં યોજવાને લઈ ચર્ચા

છેલ્લા ઘણા સમયથી પરીક્ષાઓમાં પેપર લીકની ઘટનાઓ બની રહી છે. આ કારણે યુવાનોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે અને સરકારની છબી પણ ખરાબ થઈ રહી છે. ભૂપેન્દ્ર પટેલ સરકાર વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના સ્પર્ધકોના ભાવિ સાથે ચેડા કરનારા વિરુદ્ધ કડક કાયદો બનાવવા જઈ રહી છે. જેનું બિલ ગઈકાલે વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું હતું. આ વચ્ચે સરકારી ભરતીને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે

2 તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવા વિચારણા
રાજ્ય સરકાર નવી પદ્ધતીથી પરીક્ષા યોજવા તૈયારીઓ કરી રહી છે. ઉમેદવારોની સંખ્યામાં વધારો નોંધાતા નવી પદ્ધતિને લઈ સરકાર દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે. તલાટીની પરીક્ષાને નવી પદ્ધતીથી યોજવાને લઈને પણ વિચારણા ચાલી રહી છે. સરકાર બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવાની પદ્ધતી પર વિચારણા કરી રહી છે. જેમાં પ્રથમ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવાર બીજી પરીક્ષા આપી શકશે. તમામ ભરતી પ્રક્રિયાને લઈ ચોક્કસ પોલિસી બનાવવા માટે સરકાર દ્વારા વિચારણા શરૂ કરવામાં આવી છે. એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ભરતી પરીક્ષાઓમાં થતી ગેરરીતિને અટકાવવા માટે આગામી બજેટ સત્રમાં સરકાર મોટી જાહેરાત કરી શકે છે.

વિધાનસભામાં પેપરલીક મામલે મુકાયું હતું બિલ 
ગુજરાતમાં પેપરલીકની ઘટનાઓને રોકવા માટે સરકાર હવે કડક કાયદો લાવવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભામાં પેપરલીક મામલે બિલ મુકાયું હતું. આ વિધેયક ગૃહમાંથી પસાર થયા બાદ તેને મંજૂરી મળી જશે તો તે કાયદા તરીકે પ્રસ્થાપિત થઇ જશે. વિધેયકની કોપી ધારાસભ્યોને આપવામાં આવી હતી. નવા કાયદામાં ભરતી પ્રક્રિયામાં સામેલ તમામ સરકારી અને બિનસરકારી સભ્યોની બેદરકારી બદલ કડક સજાની જોગવાઈ કરાઇ છે. જેમાં કૌભાંડીઓની મિલ્કત જપ્તી અને ટાંચમાં લેવાની પણ જોગવાઈ છે. સાથે ગુનાના દોષિત ઠર્યા હોય તેવા પરીક્ષાર્થીને જાહેર પરીક્ષામાંથી બે વર્ષ માટે બાકાત રાખવા જોગવાઈ છે. 

ગુનો બિનજામીનપાત્ર રહેશે
વિધેયકમાં આમાં ઓછામાં ઓછી 7 વર્ષ અને વધુમાં વધુ 10 વર્ષની સજાની જોગવાઈ કરાઈ છે. તો પેપરલીક કરનારને 1 કરોડ સુધીનો દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ ચુકવવામાં ચૂક થાય તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ પેપરલીક કરનારની સ્થાવર, જંગમ મિલકત જપ્ત થઈ શકશે. 

1 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે!
પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર ઠરે તો તેના માટે પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. પરીક્ષામંડળની કોઈ વ્યક્તિ જવાબદાર હોય તો તેને મંડળમાંથી બાકાત કરવાની પણ જોગવાઈ છે. સાથે આ અધિનિયમના દરેક ગુના બિનજામીનપાત્ર હશે. આવા કિસ્સામાં કોઈ દોષિત ઠરશે તો દંડની રકમમાં માંડવાળી થઈ શકશે નહીં. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ