ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / Implement presidential rule in Punjab now: Amarinder Singh

રાજકારણ / PMની સુરક્ષામાં ચૂક મામલે અમરિંદર સિંહ થયા લાલચોળ, કહ્યું પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરો

Published By: Ronak

Last Updated: 07:52 PM, 5 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં જે ચૂક થઈ તે મામલે પંજાબમા પૂર્વ મુખ્યમંત્રીએ તેમની પ્રતિક્રિયા આપી છે. જેમા તેમણે એવું કહ્યું છે કે પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવામાં આવે

ADVERTISEMENT

  • પંજાબના પૂર્વ મુખ્યમંત્રીએ આપ્યું મોટું નિવેદન 
  • PMની સુરક્ષામાં થયેલી ચૂક મામલે કહી મોટી વાત 
  • કહ્યું  પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરો 

પંજાબમાં આજે વડાપ્રધાન મોદીની રેલી યોજાવાની હતી પરંતુ તે પહેલાજ તેમની સુરક્ષામાં ભારે ચૂક થઈ જેના કારણે તેમનો કાફલો 15 થી 20 મિનિટ સુધી ફ્લાયઓવર પર અટકી રહ્યો હતો. પરિણામે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાફલો પરત ભટિંડા એરપોર્ટ પરત ગયો. જેથી આ સમગ્ર મામલે ચન્ની સરકાર પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે.

 

પંજાબ સરકાર તપાસ કરવા તૈયાર 

સમગ્ર મામલે મુખ્યમંત્રી ચન્નીની સરકાર દ્વારા હજુ કોઈ તપાસ કરવામાં નથી આવી પરંતુ તેઓ તપાસ કરવા તૈયાર છે. બીજી તરફ વડાપ્રધાન મોદીએ સુરક્ષામાં થયેલી ચૂક મામલે નારાજગી વ્યક્ત કરી છે. ભટિંડા એરપોર્ટ પર પહોચ્યા પછી તેમણે અધિકારીઓને એવું કહ્યું હતું કે તમારા મુખ્યમંત્રીને કહેજો કે હુ જીવલો ભટિંડા એરપોર્ટ આવી ગયો છું. 

પૂર્વ મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિ શાસનની કરી માગ 

પરંતુ આ સમગ્ર મુદ્દે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગૂ કરવાની માગ કરી છે. સાથેજ તેમણે કહ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતી બનાવવામાં પણ સરકાર નિષ્ફળ રહી છે. વધુમાં તેમણે કહ્યું કે જો આપણે આપણા રાજ્યને સુરક્ષિત રાખવું હોય તેમજ અહીયા કાયદો વ્યવસ્થાની સ્થિતી રાખવી હોય તો રાષ્ટ્રપતિ શાસન લગાવી દેવું જોઈએ. 

પંજાબ સરકારને અગાઉથી કાર્યક્રમની જાણ કરાઈ હતી

ઉલ્લેખનીય છે કે સમગ્ર કાર્યક્રમ મામલે પંજાબ સરકારને પહેલાથી જાણ કરવામાં આવી હતી. જેથી તેમણે સુરક્ષા વ્યવસ્થા પહેલાથી કરી રાખવે પડે તેમ છતા પીએમની સુરક્ષામાં ચૂક થઈ છે. જેને લઈને હાલ રાજકારણમા બરોબરનો ગરમાવો આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Captain Amrindar Singh panajb politics અમરિંદર સિંહ પંજાબ રાજકારણ Panjab Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ