ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / માત્ર અમેરિકા નહીં, આ દેશોએ પણ સૌથી વધારે ભારતીયોને ડિપોર્ટ કર્યા, એક તો...!

રિપોર્ટ / માત્ર અમેરિકા નહીં, આ દેશોએ પણ સૌથી વધારે ભારતીયોને ડિપોર્ટ કર્યા, એક તો...!

Published By: Jinal Chauhan

Last Updated: 02:07 PM, 19 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજના સમયમાં ગેરકાયદેસર રીતે વિદેશ જવું ઘણા દેશો માટે મોટી સમસ્યા બની ગયું છે. આ મુદ્દો અનેક દેશોમાં રાજકીય ચર્ચાનો વિષય પણ બની રહ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશ ગયેલા ભારતીયોને પરત મોકલવાના કેસોમાં સતત વધારો થયો છે.

ADVERTISEMENT

આજના સમયમાં ગેરકાયદેસર રીતે વિદેશ જવું ઘણા દેશો માટે મોટી સમસ્યા બની ગયું છે. આ મુદ્દો અનેક દેશોમાં રાજકીય ચર્ચાનો વિષય પણ બની રહ્યો છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં વિદેશ ગયેલા ભારતીયોને પરત મોકલવાના કેસોમાં સતત વધારો થયો છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 81 દેશોમાંથી એક લાખથી વધુ ભારતીયોને ભારત પરત મોકલવામાં આવ્યા છે. હાલ દર વર્ષે સરેરાશ લગભગ 25 હજાર ભારતીયો ડિપોર્ટ થઈને પરત આવે છે, જ્યારે પાંચ વર્ષ પહેલાં આ સંખ્યા માત્ર 14થી 15 હજાર જેટલી હતી. આથી સ્પષ્ટ થાય છે કે સમસ્યા સતત ગંભીર બની રહી છે.

વિદેશ મંત્રાલયના આંકડા મુજબ દુનિયાના મોટા તેમજ નાના અનેક દેશોમાંથી ભારતીયોને ડિપોર્ટ કરીને પરત મોકલવામાં આવી રહ્યા છે. બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા અને કંબોડિયા જેવા દેશોમાંથી પણ સૈકડો ભારતીયો પરત આવ્યા છે. વર્ષ 2021થી 2025 દરમિયાન કુલ અંદાજે 1.05 લાખ ભારતીયોને વિદેશોમાંથી ભારત મોકલવામાં આવ્યા છે.

deportation

ડિપોર્ટ થવાના કારણો

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર ડિપોર્ટ થવાના મુખ્ય કારણોમાં વિઝાની મુદત પૂરી થયા બાદ પણ ગેરકાયદેસર રીતે રહેવું અને વર્ક વિઝા વગર નોકરી કરવી સામેલ છે. કેટલાક કેસોમાં નાના ગુનાઓ પણ ડિપોર્ટનું કારણ બને છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ 68,258 ભારતીયોને સાઉદી અરબમાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ અમેરિકાથી 7,824 અને મલેશિયાથી 6,553 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે.

કેટલાક દેશોમાં ડિપોર્ટ થનારા ભારતીયોની સંખ્યામાં ઝડપી વધારો નોંધાયો છે. વર્ષ 2021માં અમેરિકાથી 808 ભારતીયો પરત આવ્યા હતા, જે 2025માં વધીને 3,812 થઈ ગયા. યુએઈથી આ સંખ્યા 358થી વધીને 1,467, મ્યાનમારથી 338થી 1,591, બહેરિનથી 273થી 764, બાંગ્લાદેશથી 64થી વધીને 156, થાઈલેન્ડથી 256થી 481, માલદીવથી 16થી 127, કંબોડિયાથી 44થી 305 અને કેનેડાથી 27થી વધીને 188 ભારતીયોને પરત મોકલવામાં આવ્યા છે. આ આંકડાઓ બતાવે છે કે છેલ્લા વર્ષોમાં ડિપોર્ટ થનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ''યહ હોકર રહેગા'', ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની અંતિમ ચેતવણી, રશિયાને પણ લપેટી લીધું

અમેરિકા અને ખાડી દેશોમાંથી સૌથી વધુ ભારતીયોને ડિપોર્ટ કરાયા

આંકડાઓ મુજબ અમેરિકા અને ખાડી દેશો ઉપરાંત યુરોપના કેટલાક નાના દેશોમાંથી પણ મોટી સંખ્યામાં ભારતીયોને ડિપોર્ટ કરીને ભારત પરત મોકલવામાં આવ્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં જ્યોર્જિયાથી 133, પનામાથી 188, પોલેન્ડથી 127, યુકેમાંથી 578, મ્યાનમારથી 2,165, ચીનથી 1,000, બાંગ્લાદેશથી 478 અને શ્રીલંકાથી 1,866 ભારતીયોને ભારત પરત મોકલવામાં આવ્યા છે.

કેવી રીતે ડિપોર્ટ થાય છે

ગેરકાયદેસર રીતે બીજા દેશમાં રહેવું અથવા કામ કરવું હવે અનેક દેશો માટે મોટી મુશ્કેલી બની ગયું છે. તમામ દેશો આવા આંકડા જાહેર કરતા નથી, પરંતુ વિદેશ મંત્રાલયને આ માહિતી ભારતના દૂતાવાસો પાસેથી મળી છે. મોટા ભાગના કેસોમાં લોકો ખોટા વિઝા પર નોકરી કરે છે અથવા વિઝાની મુદત પૂરી થયા બાદ પણ ત્યાં રહેતા અને કામ કરતા રહે છે, જેના કારણે તેમને ડિપોર્ટ કરવામાં આવે છે. જ્યારે કોઈ ભારતીયને પરત મોકલવાનો હોય ત્યારે તે દેશ ભારતના દૂતાવાસને જાણ કરે છે. દૂતાવાસ તેની નાગરિકતા ચકાસે છે અને જરૂરી દસ્તાવેજો તૈયાર કરીને તેને ભારત પરત મોકલે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

illegal migration visa violation Indian deportation

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ