ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Fashion & Beauty / If your skin is dry then do it in the right way

બ્યૂટી / જો તમારી સ્કીન પણ ડ્રાય થતી હોય તો અચુકથી કરો આ ઉપાય

Published By: vtvAdmin

Last Updated: 03:01 PM, 11 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋતુ બદલાઇ રહી છે અને જે રીતે બજલાતી ઋતુમાં ઇન્ફેક્શનથી ફેલાતી બીમારીઓ થાય છે તે જ રીતે આપણી સ્કીન માટે એટલું જ હાનિકારક છે. સિઝન બદલાવવાની સાથે જ તેની અસર સ્કીન પર પણ જોઇ શકાય છે. જો તમારી સ્કીન પણ ડ્રાય થતી હોય તો અચુકથી કરો આ ઉપાય.

ADVERTISEMENT


મોંની ચારેય બાજુ સ્કીન ડ્રાય થવી કે સ્કીન ફાટી જવી તે કોઇ એલર્જી, એજિંગ, બિમારી કે મોસમમાં પરિવર્તનના લક્ષણ હોઇ શકે છે. તેમાં મોં આસપાસની સ્કીન ફાટી જાય છે અને બળવા લાગે છે. 

વિટામીનની કમીના કારણે પણ આ લક્ષણ જોવા મળે છે. ક્યારેક તો ફાટી ગયેલી સ્કીનમાં બ્લડ પણ આવવા લાગે છે. આ સ્થિતિને પેરિઓરલ ડર્મેટાઇટિસ પણ કહે છે. ઘરેલુ ઉપચારોથી જ્યારે તે ઠીક ન થાય ત્યારે સ્કીન સ્પેશિયાલિસ્ટની સલાહ લેવી જોઇએ.  

પાણીની કમીના કારણે પણ ત્વચા પર ડ્રાય પેચ બનવા લાગે છે. જે ધીમે ધીમે ફાટી જાય છે અને બળવા લાગે છે. ત્વચાની રુક્ષતા રોકવા માટે વધુમા વધુ પાણી પીવું જોઇએ અને કેફીન યુક્ત પદાર્થથી પણ દુર રહેવું જોઇએ. ઉંમર વધવાની સાથે પાણી અને પ્રાકૃતિક તેલની માત્રા ઘટવા લાગે છે. આવા સંજોગોમાં એન્ટીએજિંગ ક્રીમનો પ્રયોગ કરવો જોઇએ. 

ઘણીવાર ખાસ પ્રકારની દવાઓ અને ફ્લોરાઇડ યુક્ત દવાઓના કારણે પણ આવી એલર્જી થઇ શકે છે. તેનાથી બચવા માટે નોનફ્લોરાઇડ યુક્ત ટુથપેસ્ટના સેવનનો ઉપયોગ કરવો જોઇએ. તો પણ રાહત ન થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઇએ. પેરીઓરલ ડર્મેટાઇટિસ એક પ્રકારનો એક્ઝિમા છે જે ત્વચાની એપિડર્મલ લેયરના યોગ્ય રીતે કામ ન કરવાથી થાય છે. તે એલર્જી કે જિનેટીકલ ડિસઓર્ડરથી થાય છે. 

ઘણી વાર આયર્ન, ઝિંક અને વિટામીન બી12 જેવા વિટામીનની કમીથી તે થાય છે. અચાનક મોસમમાં પરિવર્તન આવવાથી પણ ત્વચા ડ્રાય થવા લાગે છે. ખાસ કરીને હ્યુમિનીટી ઘટતા આમ થાય છે. હવામાં ભેજની કમી હોય ત્યારે પણ સ્કીન ફાટવા લાગે છે. આવા સમયે સારા મોઇશ્વરાઇઝરનો પ્રયોગ કરવો.
 

સંકળાયેલા મુદ્દાઓ

Skin beauty lifestyle ઉપાય ડ્રાય સ્કીન beauty tips

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ