બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / If you turn into crocodile it's your problem Jair Bolsonaro claim about Covid vaccine

નિવેદન / આ રાષ્ટ્રપતિનો બફાટ: કોરોનાની રસીથી પુરુષો બની જશે મગરમચ્છ; સ્ત્રીઓને ઉગશે દાઢી

Published By: Shalin

Last Updated: 10:36 PM, 19 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રાઝિલના રાષ્ટ્રપતિ જૈર બોલ્સેનારોએ કોરોના વાયરસની રસીની આકરી ટીકા કરીને વિચિત્ર નિવેદન આપ્યા હતા.

તેઓએ કહ્યું કે ફાઇઝર વેક્સીન કંપની દ્વારા વિકસિત કોરોના રસી લોકોને મગર અથવા મહિલાઓમાં દાઢી ઉગાડી દેશે. દક્ષિણપંથી નેતા બોલ્સેનારો શરૂઆતથી કોરોના વાયરસને હળવાશથી લઈ રહ્યા છે. 

કોરોના વાયરસ સંક્રમણને 'હળવો તાવ' ગણાવ્યો હતો

તેમણે ગયા વર્ષના અંતમાં શરૂ થયેલા કોરોના વાયરસ સંક્રમણને 'હળવો તાવ' ગણાવ્યો હતો. જ્યારે આ અઠવાડિયે આખા દેશમાં સામૂહિક રસીકરણ શરૂ થયું ત્યારે બોલ્સેનારોએ પોતાને રસી અપાવવાનો ઇનકાર કરી દીધો.

બોલ્સેનારોએ ફાઈઝરના કોન્ટ્રાકટની મજાક ઉડાવી

બોલ્સેનારોએ ગુરુવારે કહ્યું કે ફાઈઝરએ તેના કરારમાં સ્પષ્ટ લખ્યું છે કે અમે રસીની આડઅસરો માટે કોઈ જવાબદારી લેતા નથી. આ કરારની મજાક ઉડાવતા તેમણે કહ્યું કે જો તમે રસી લીધા પછી મગર બની જાઓ છો, તો તે તમારી સમસ્યા છે.

રસીના ઘણા અઠવાડિયાથી ચાલી રહ્યા છે ટ્રાયલ

બ્રાઝિલમાં ફાઈઝરની રસીના ટ્રાયલ ઘણા અઠવાડિયાથી ચાલી રહ્યા છે અને કંપનીનો ગ્રુપ વેક્સિનેશન પ્રોગ્રામ US અને UKમાં યોજવામાં આવી રહ્યો છે. બોલ્સેનારોએ રસી બનાવતી કંપનીની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે જો તમે સુપર હ્યુમન બની જાઓ અને સ્ત્રીઓને દાઢી નીકળવા માંડે અને પુરુષનો અવાજ સ્ત્રીઓ જેવો થઈ જાય, તો ફાર્માસ્યુટિકલ કંપની તેના વિશે કંઈ કરશે નહીં.

સૌને મફત રસી આપવામાં આવશે પરંતુ રસી મુકાવવી ફરજિયાત રહેશે નહીં

સમૂહ રસીકરણ ઝુંબેશ બુધવારે શરૂ કરવામાં આવી હતી જ્યારે બોલ્સેનારોએ કહ્યું કે સૌને મફત રસી આપવામાં આવશે પરંતુ રસી મુકાવવી ફરજિયાત રહેશે નહીં. જો કે ગુરુવારે બ્રાઝિલની સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે કોરોના વાયરસની રસી બધા માટે ફરજિયાત રહેશે પરંતુ લોકોને આ રસી લેવા દબાણ કરવામાં આવશે નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

Brazil Coronavirus vaccine કોરોના વાયરસ બ્રાઝિલ રસી brazil president jair bolsonaro

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ